ઉત્તરપ્રદેશના Bahraich માં બે કિશોરોની હત્યા કરીને યુવકે પરિવારને સળગાવ્યો,6 લોકોના કરૂણ મોત
- ઉત્તરપ્રદેશના Bahraich માં યુવકે બે કિશોરોની હત્યા કરી
- હત્યા બાદ યુવકે પોતાની સાથે પરિવારને પણ સળગાવ્યો
- બહરાઇચમાં કુલ છ લોકોના મોત નિપજ્યા છે
ઉત્તરપ્રદેશ (UP)ના બહરાઇચ (Bahraich) ના રામગાંવ વિસ્તારના ટેપરહા ગ્રામ પંચાયત હેઠળ આવેલા નિંદૂરપુરવા ગામમાં એક અત્યંત કરુણ અને સનસનીખેજ ઘટના બની છે. જ્યાં એક યુવકે બે કિશોરોની હત્યા કર્યા બાદ પોતાના પરિવાર સાથે પોતાને સળગાવી દેતા કુલ છ લોકોના મોત નિપજ્યા છે. આ ભયાનક બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે દહેશત ફેલાઈ ગઈ છે.
ઉત્તરપ્રદેશના Bahraich માં યુવકે બે લોકોની કરી હત્યા
પ્રાપ્ત માહિતી સાથે ગામના રહેવાસી વિજય કુમાર ખેતી અને પશુપાલનનું કામ કરતા હતા. બુધવારે સવારે તેમણે લસણ સાફ કરવા માટે ગામના સૂરજ યાદવ (12 વર્ષ) અને શનિ વર્મા (13 વર્ષ)ને ઘરે બોલાવ્યા હતા. તેમની સાથે કિશન (15 વર્ષ) પણ હતો, જેને વિજયે ઝાડની ડાળીઓ કાપવા માટે ખેતરે મોકલી દીધો હતો.જ્યારે સૂરજ અને શનિએ થોડીવાર પછી ઘરે જવાની વાત કરી, ત્યારે વિજય ગુસ્સે થઈ ગયો. તેણે ધારદાર હથિયાર વડે આ બંને નિર્દોષ કિશોરોની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી.
ઉત્તરપ્રદેશના Bahraich માં યુવકે પરિવારને પણ સળગાવ્યો
આ કૃત્ય કર્યા બાદ વિજયે તેની પત્ની અને બે નાની દીકરીઓ છ વર્ષની છોટકી અને આઠ વર્ષની પ્રેરણાને એક રૂમમાં બંધ કરી દીધા અને પછી રૂમને આગ ચાંપી દીધી. ઘરમાંથી ધુમાડો અને આગની લપેટો જોઈને ગ્રામજનો એકઠા થયા અને પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરી.ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને આંગણામાંથી બે કિશોરોના મૃતદેહ મળ્યા. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો. રૂમનો દરવાજો અંદરથી બંધ હોવાથી, પોલીસે ગ્રામજનોની મદદથી દરવાજો તોડ્યો. અંદરથી વિજય, તેની પત્ની અને બે દીકરીઓના અર્ધ-બળેલા મૃતદેહ મળી આવ્યા.
Bahraich માં પોલીસ ઘટનાસ્થળે
આ ઘટનાના પ્રત્યક્ષદર્શી કિશને જણાવ્યું કે જો તે ડાળીઓ કાપવા ન ગયો હોત, તો કદાચ તે પણ હત્યાનો ભોગ બન્યો હોત. આ ગંભીર ઘટના બાદ પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસ અને બે કંપની પીએસી તૈનાત કરવામાં આવી છે. ડીએમ અક્ષય ત્રિપાઠી, એસપી આર.એન. સિંહ સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. દેવીપાટન મંડળના આઈજી અમિત પાઠકે પણ સ્થળની મુલાકાત લીધી હતી. ફોરેન્સિક ટીમે પુરાવા એકઠા કર્યા છે અને પોલીસ આ ગંભીર ઘટનાના ચોક્કસ કારણની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: RSS શતાબ્દી સમારોહ: સંઘનો ઉદ્દેશ્ય વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ - PM Modi


