Khalistani Supporters :" ગોરાઓ પાછા યુરોપ જતા રહો..."
- કેનેડિયન પત્રકાર ડેનિયલ બોર્ડમેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો વીડિયો
- વીડિયોમાં સેંકડો લોકો ખાલિસ્તાની ઝંડા સાથે જોવા મળી રહ્યા છે
- એક વ્યક્તિએ આ સમગ્ર રેલીનો વીડિયો બનાવીને કહ્યું કે અમે કેનેડાના માલિક છીએ
- ગોરા લોકોએ યુરોપ અને ઈઝરાયેલ પાછા જતા રહેવુ જોઈએ તેનો નારો લગાવ્યો
- ડેનિયલે જસ્ટિન ટ્રુડોની આગેવાની હેઠળની કેનેડા સરકારને આકરા સવાલો કર્યા
Khalistani Supporters : કેનેડામાં ખાલિસ્તાન તરફી કાર્યકરો (Khalistani Supporters ) અને ભારતીય સમુદાયો વચ્ચે રાજકીય તણાવ ઝડપથી વધી રહ્યો છે કારણ કે તાજેતરમાં ખાલિસ્તાની પ્રદર્શનકારીઓનું એક જૂથ હમણાં જ બ્રિટિશ કોલંબિયા વિરુદ્ધ કૂચ અને સૂત્રોચ્ચાર કરતા જોવા મળ્યું હતું. આ સ્લોગનમાં તેમણે કહ્યું કે, અમે કેનેડાના માલિક છીએ. આ સિવાય શ્વેત એટલે કે ગોરા લોકોએ યુરોપ અને ઈઝરાયેલ પાછા જતા રહેવુ જોઈએ.
કેનેડિયન પત્રકાર ડેનિયલ બોર્ડમેને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો વીડિયો
આ પ્રકારના નિવેદનોથી સ્થાનિક લોકો અને તેમાં પણ ખાસ કરીને ભારતીયો અને હિંદુ જૂથોમાં ગુસ્સો અને ભય ફેલાવ્યો છે, જેઓ તાજેતરની અથડામણોથી પહેલેથી જ પરેશાન છે. વાસ્તવમાં, કેનેડિયન પત્રકાર ડેનિયલ બોર્ડમેને સોશિયલ મીડિયા X પર આ વીડિયોનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સેંકડો લોકો ખાલિસ્તાની ઝંડા સાથે જોવા મળી રહ્યા છે. એક વ્યક્તિએ આ સમગ્ર રેલીનો વીડિયો બનાવીને કહ્યું કે અમે કેનેડાના માલિક છીએ.
આ પણ વાંચો---હવે Canada ના પોલીસ વિભાગમાં પણ ખાલિસ્તાનીઓનો પગપેસારો...
'અમે કેનેડાના માલિક છીએ..'
હવે આ વીડિયો પોસ્ટ કરીને ડેનિયલે જસ્ટિન ટ્રુડોની આગેવાની હેઠળની કેનેડા સરકારને આકરા સવાલો કર્યા છે કે આખરે આવો માર્ચ કાઢવાની પરવાનગી કેવી રીતે આપવામાં આવી રહી છે. વિદેશ નીતિ પર આની અસર તરફ આપણે કેવી રીતે આંખ આડા કાન કરીએ છીએ? શું આ વિદેશ નીતિ માટે ખતરનાક પરિસ્થિતિનું નિર્માણ નહીં કરે?
ડેનિયલ બોર્ડમેને અગાઉ પણ ખાલિસ્તાની મુદ્દે જસ્ટિન ટ્રુડોને ઘેર્યા હતા.
તમને જણાવી દઈએ કે આ પહેલા પણ ડેનિયલ બોર્ડમેન ખાલિસ્તાની મુદ્દે જસ્ટિન ટ્રુડોને ઘેરી રહ્યા છે. તાજેતરમાં તેમણે કહ્યું હતું કે જસ્ટિન ટ્રુડો અને તેમની સરકાર કેનેડાની સુરક્ષાની પરવા નથી કરતી. ઉગ્રવાદી પ્રવૃત્તિઓ સમગ્ર દેશમાં વધુને વધુ સમુદાયોને જોખમમાં મૂકે છે. આપણી શેરીઓમાં જે પ્રકારની માર્ચ નીકળી છે તે ભયાનક છે. કાયદાનું પાલન કરનારા કેનેડિયનો સાથે ગુનેગારો જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે, જ્યારે ઉગ્રવાદીઓ તેનાથી દૂર થઈ રહ્યા છે
આ પણ વાંચો---Canada માં ખાલિસ્તાનીઓ સામે હિન્દુઓ એક થયા, વિશાળ રેલી નીકાળી અને...