Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગાંધીનગરમાં સામાન્ય વરસાદમાં રોડ બેસી ગયો, ફસાઈ ટ્રક

રાજ્યમાં ઠેર ઠેર વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સમયે ખરાબ રસ્તાની કામગીરી પણ છતી થઈ રહી છે. ખરાબ રસ્તાના કારણે સ્થાનિકોની પરેશાની વધી રહી છે અને સાથે જ તંત્રની પોલ પણ ખૂલી રહી છે. આવી જ ઘટના ગાંધીનગરમાં...
ગાંધીનગરમાં સામાન્ય વરસાદમાં રોડ બેસી ગયો  ફસાઈ ટ્રક
Advertisement

રાજ્યમાં ઠેર ઠેર વરસાદનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સમયે ખરાબ રસ્તાની કામગીરી પણ છતી થઈ રહી છે. ખરાબ રસ્તાના કારણે સ્થાનિકોની પરેશાની વધી રહી છે અને સાથે જ તંત્રની પોલ પણ ખૂલી રહી છે. આવી જ ઘટના ગાંધીનગરમાં પણ સામે આવી છે.

Advertisement

ગાંધીનગર ખાતે સેકટર 29માં ટ્રક પડી આડી

Advertisement

ગાંધીનગરમાં સેક્ટર 29 ખાતે વંદે માતરમ પાર્ક 2 પાસેનો રોડ અચાનક ગેટ પાસે બેસી ગયો હતો. રોડ બેસી જવાના કારણે અહીંથી પસાર થઈ રહેલી ટ્રક આડી પડી હતી. મુશ્કેલીમાં વધારો ત્યારે થયો કે આ ટ્રકમાં રેતી ભરેલી હતી.

આ સાથે જ હાલમાં આ જગ્યાએ બીજી વસાહતનું કામકાજ પણ ચાલી રહ્યું છે. આ જગ્યાએ સતત સામાનની અવરજવર થઈ રહી હોવાથી આ રસ્તો જલ્દી તૂટી રહ્યો છે.

આપણ  વાંચો -SURAT: ઉપરવાસમાં ભારે વરસાદથી કોઝવે બંધ કરાયો

Tags :
Advertisement

.

×