Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat : અમદાવાદના મિની 'બાંગ્લાદેશ' પર દાદાનું બુલડોઝર ફેરવાશે

ગુજરાતમાં પોલીસ દ્વારા રાજ્યભરમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. જેમાં ઘુસણખોરોને ઝડપી પાડવાનો ગૃહવિભાગનો આદેશ
gujarat   અમદાવાદના મિની  બાંગ્લાદેશ  પર દાદાનું બુલડોઝર ફેરવાશે
Advertisement
  • ચંડોળા તળાવના બાંધકામો થોડીવારમાં ધ્વસ્ત કરાશે
  • 50 JCB અને 36 ડમ્પર તૈનાત, પોલીસ કાફલો ખડકાયો
  • ઘુસણખોરોને ઝડપી પાડવાનો ગૃહવિભાગનો આદેશ

ગુજરાતમાં પોલીસ દ્વારા રાજ્યભરમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. જેમાં ઘુસણખોરોને ઝડપી પાડવાનો ગૃહવિભાગનો આદેશ છે. ઘુસણખોરો સામે આણંદ પોલીસનું મેગા સર્ચ ઓપરેશન શરૂ છે. તેમાં બોરસદ, પેટલાદ અને ખંભાતમાં મેગા સર્ચ ઓપરેશન થઇ રહ્યું છે.
સર્ચ દરમિયાન કુલ 308 શંકાસ્પદ લોકોની તપાસ કરી છે. તથા 8 બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદે રહેતા મળી આવ્યા છે.

Advertisement

આગામી સમયમાં તમામને ડિપોર્ટ કરી દેશનિકાલ કરાશે

આગામી સમયમાં તમામને ડિપોર્ટ કરી દેશનિકાલ કરાશે. તેમજ અમદાવાદ ચંડોળા તળાવને લઈને મેગા ડિમોલેશન શરૂ થયુ છે. એએમસીના સાતેય ઝોન એસ્ટેટના અધિકારીઓ હાજર છે. હેલ્થ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ અને ઈજનેર વિભાગના અધિકારીઓ હાજર છે. તથા મિનિ બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા પર ડિમોલેશન શરૂ થયુ છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં શાહઆલમ પાસેનો ચંડોળા તળાવ વિસ્તાર ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહત માટે કુખ્યાત છે. પહેલગામમાં થયેલા આતંકી હુમલાને લઈ હાલ ગુજરાત પોલીસ બાંગ્લાદેશીઓને શોધીને ડિપોર્ટ કરવા લાગી છે.

Advertisement

બે દિવસમાં પોલીસે 890 શંકાસ્પદ લોકોને ડિટેઇન કર્યા

અમદાવાદ પોલીસ પણ બે દિવસથી ચંડોળા તળાવ વિસ્તારમાંથી ગેરકાયદે બાંગ્લાદેશીઓની તપાસ કરી રહી છે. આ બે દિવસમાં પોલીસે 890 શંકાસ્પદ લોકોને ડિટેઇન કર્યા હતા, જેમાંથી 143 લોકો બાંગ્લાદેશી હોવાની ઓળખ થઈ હતી. આ વિસ્તારમાં આડેધડ ગેરકાયદે બાંધકામો કરી દેવાયા છે. તેથી હવે બાંધકામોને ધ્વસ્ત કરવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે. જેમાં અમદાવાદના મિની 'બાંગ્લાદેશ' પર દાદાનું બુલડોઝર ફેરવાશે. તેમાં ચંડોળા તળાવ પાસે બુલડોઝરો અને ટ્રકોને ગોઠવી દેવામાં આવ્યાં હતાં. વહેલી સવારેથી ગેરકાયદે બાંગ્લાદેશીઓની વસાહતને તોડી પાડવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સ્થળ પર જોવા મળી રહ્યો છે. હાલમાં પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, SOG, સાયબર ક્રાઇમ, SRPની સહિતની ટીમો તૈનાત કરી દેવાઈ છે. થોડીવારમાં ડિમોલિશનની કામગીરી શરૂ કરાશે.

આ પણ વાંચો: Gujarat Weather : ગુજરાતના આ શહેરમાં ગરમીએ તોડ્યો 120 વર્ષનો રેકોર્ડ, આજે રેડ એલર્ટ જાહેર

Tags :
Advertisement

.

×