Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કલેક્ટર ટીના ડાબીના આદેશથી જેસલમેરમાં ફરી બેઘર બન્યા પાકિસ્તાનથી આવેલા હિન્દુ પરિવારો..

રાજસ્થાનના જેસલમેર જિલ્લાના અમર સાગર વિસ્તારમાં રહેતા હિન્દુ પરિવારોના મકાનો બુલડોઝર વડે જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. આ હિન્દુ પરિવારો પાકિસ્તાનથી વિસ્થાપિત થયા બાદ ભારત આવ્યા હતા અને લાંબા સમયથી આ વિસ્તારમાં રહેતા હતા. પાકિસ્તાની હિંદુઓના ઘરો પર બુલડોઝ ફેરવવાની...
કલેક્ટર ટીના ડાબીના આદેશથી જેસલમેરમાં ફરી બેઘર બન્યા પાકિસ્તાનથી આવેલા હિન્દુ પરિવારો
Advertisement
રાજસ્થાનના જેસલમેર જિલ્લાના અમર સાગર વિસ્તારમાં રહેતા હિન્દુ પરિવારોના મકાનો બુલડોઝર વડે જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. આ હિન્દુ પરિવારો પાકિસ્તાનથી વિસ્થાપિત થયા બાદ ભારત આવ્યા હતા અને લાંબા સમયથી આ વિસ્તારમાં રહેતા હતા. પાકિસ્તાની હિંદુઓના ઘરો પર બુલડોઝ ફેરવવાની આ કાર્યવાહી જિલ્લા કલેક્ટર ટીના ડાબીના આદેશ પછી UIT સહાયક ઇજનેરની આગેવાની હેઠળ કરવામાં આવી હતી. અમર સાગર વિસ્તારમાં રહેતા લોકોના મકાનો ભારે પોલીસ ફોર્સની હાજરીમાં જમીન પર તોડી પાડવામાં આવ્યા હતા, મહિલાઓ અને બાળકોને સખત ગરમીમાં રસ્તા પર બહાર આવવાની ફરજ પડી હતી.
તમામ સામાન રસ્તા પર વેરવિખેર પડ્યો હતો
અહેવાલો અનુસાર, પાકિસ્તાનમાં સરકારના આતંક અને દમનથી બચીને કોઈક રીતે ભારત આવેલા આ લોકો લાંબા સમયથી અમર સાગરમાં રહેતા હતા, પરંતુ જિલ્લા કલેક્ટર ટીના ડાબીના આદેશ પર તેમના ઘરો તોડી પાડવામાં આવ્યા હતા. વહીવટીતંત્રની આ કાર્યવાહીનો આ હિન્દુ પરિવારોની મહિલાઓ દ્વારા પણ વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ ભારે પોલીસ ફોર્સ સાથે પહોંચેલી વહીવટી ટીમે તેમના મકાનો તોડી પાડ્યા હતા. હવે આ કાળઝાળ ગરમીમાં આ લોકોના માથા પર કોઈ છાંયડો નથી. રડતાં-રડતાં મહિલાઓની હાલત ખરાબ છે, સામાન રસ્તા પર વેરવિખેર છે અને તેમની કાળજી લેવાવાળું કોઈ નથી.
ભારતમાં પણ માથા પરથી છત છીનવાઈ ગઈ
તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં અત્યાચાર ગુજારાયેલા હિન્દુઓ મોટી સંખ્યામાં રાજસ્થાનમાં સરહદ નજીકના જિલ્લાઓમાં આવીને સ્થાયી થયા છે. સરહદ પારથી ત્રાસ સહન કરીને ભારત આવેલા આ હિંદુઓની હાલત અહીં પણ બહુ સારી નથી, પરંતુ તેમ છતાં તેમના માથા પર છત હતી અને ઓછામાં ઓછું તેઓ કોઈ પણ ડર વિના પોતાનું જીવન જીવી રહ્યા હતા. જો કે, જેસલમેર પ્રશાસનની તાજેતરની કાર્યવાહીએ ફરી એકવાર તેમની સામે મોટું સંકટ ઉભું કર્યું છે. હવે આ પરિવારો પાસે ન તો તેમના માથા પર છત છે કે ન તો એવી કોઈ જગ્યા છે કે જેને તેઓ અત્યારે પોતાનું કહી શકે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
Tags :
Advertisement

.

×