Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જમ્મૂ કાશ્મીરમાં INDI ગઠબંધનને ઝટકો, મહેબૂબા મુફ્તીની પાર્ટી લડશે સ્વતંત્ર ચૂંટણી

INDI Alliance : અંદાજે 7 મહિના પહેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (Congress) ની આગેવાની હેઠળ ભારતમાં 27 રાજકીય પક્ષોનું મુખ્ય રાજકીય જોડાણ થયું હતું, જેનું નામ INDIA રાખવામાં આવ્યું હતું. જેને હવે ગ્રહણ લાગ્યું હોય તેવું લાગી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં INDIA...
જમ્મૂ કાશ્મીરમાં indi ગઠબંધનને ઝટકો  મહેબૂબા મુફ્તીની પાર્ટી લડશે સ્વતંત્ર ચૂંટણી
Advertisement

INDI Alliance : અંદાજે 7 મહિના પહેલા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (Congress) ની આગેવાની હેઠળ ભારતમાં 27 રાજકીય પક્ષોનું મુખ્ય રાજકીય જોડાણ થયું હતું, જેનું નામ INDIA રાખવામાં આવ્યું હતું. જેને હવે ગ્રહણ લાગ્યું હોય તેવું લાગી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં INDIA ગઠબંધનને વધુ એક ઝટકો લાગ્યો છે. નેશનલ કોન્ફરન્સ (NC) બાદ હવે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) એ પણ લોકસભા ચૂંટણીમાં અલગ ઉમેદવાર ઉતારવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીની સંસદીય સમિતિ ટૂંક સમયમાં ઉમેદવારોના નામની જાહેરાત કરશે.

લોકસભા ચૂંટણી માટે સંપૂર્ણ તૈયાર : મહેબૂબા

ભેગા તો થયા પણ સ્વાર્થ એટલો કે તેના કારણે હવે છુટા થયા. કઇંક આવું જ તાજેતરમાં INDI ગઠબંધનમાં જોડાયેલી પાર્ટી PDP એ કર્યું છે. મળતી માહિતી અનુસાર, મહેબૂબાએ પણ INDI ગઠબંધન છોડી દીધું છે. PDP એ લોકસભા ચૂંટણીમાં અલગ ઉમેદવાર ઉતારવાનો નિર્ણય કર્યો છે. મહેબૂબાના અલગ થવાથી જમ્મુ-કાશ્મીરમાં INDI ગઠબંધનને વધુ એક ઝટકો લાગ્યો છે. અગાઉ નેશનલ કોન્ફરન્સે એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. હવે PDP ની લોકસભા ચૂંટણીની તૈયારીઓને લઈને મધ્ય કાશ્મીરમાં યોજાયેલી બેઠક બાદ પાર્ટીના વડા મહેબૂબા મુફ્તીએ કહ્યું કે, તેમની પાર્ટી દેશમાં આગામી લોકસભા ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. ટૂંક સમયમાં રાજ્યમાં લોકસભા બેઠકો માટેના ઉમેદવારોના નામ નક્કી કરવામાં આવશે. મોહમ્મદ સરતાજ મદનીના નેતૃત્વમાં પાર્ટી સંસદીય બોર્ડ ટૂંક સમયમાં ઉમેદવારોને અંતિમ રૂપ આપશે.

Advertisement

ફારૂક અબ્દુલ્લાએ પણ છોડ્યો INDI ગઠબંધનનો સાથ

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ નેશનલ કોન્ફરન્સના વડા અને જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ (Farooq Abdullah) ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, તેમની પાર્ટી પોતાના દમ પર ચૂંટણી લડશે. આમાં કોઈ શંકા નથી. તેમણે મીડિયાને જણાવ્યું હતું કે, હું એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે નેશનલ કોન્ફરન્સ પોતાની તાકાત પર ચૂંટણી લડશે. જમ્મુ-કાશ્મીરમાં (J&K) વિધાનસભા ચૂંટણીને લઈને તેમણે કહ્યું કે, મને લાગે છે કે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી એક સાથે થશે. બીજી તરફ ફારુક અબ્દુલ્લાના નિવેદન પર કોંગ્રેસે પણ પ્રતિક્રિયા આપી હતી. કોંગ્રેસના (Congress) મહાસચિવ જયરામ રમેશે કહ્યું હતું કે, “વિવિધ પક્ષોની અલગ-અલગ મજબૂરીઓ હોય છે. મને વિશ્વાસ છે કે નેશનલ કોન્ફરન્સ, પીડીપી બંને ઓલ ઈન્ડિયા એલાયન્સનો (I.N.D.I.) હિસ્સો રહેશે. ભવિષ્યમાં પણ આમ જ રહેશે.

Advertisement

આ પણ વાંચો - KamalNath: ‘કમલનાથે કહ્યું- હું કોંગ્રેસી હતો, છું અને રહીશ; જીતુ પટવારીએ કર્યો દાવો

આ પણ વાંચો - Kamal Nath Latest News : ભાજપમાં જોડાવવાના સવાલ પર જાણો કમલનાથે શું કહ્યું ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×