Meghalaya માં એકસાથે આઠ મંત્રીઓએ આપ્યું રાજીનામું, મુખ્યમંત્રીએ રાજ્યપાલને મળ્યા!
- Meghalaya માં એકસાથે આઠ મંત્રીઓએ આપ્યું રાજીનામું
- મેઘાલયમાં મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે
- મંત્રીમંડળ વિસ્તરણ પહેલા જ આપવમાં આવ્યા રાજીનામા
આ સમયના સૌથી મોટા સમાચાર મેઘાલયથી આવી રહ્યા છે. મેઘાલયમાં મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. અહીં મંગળવારે મેઘાલય મંત્રીમંડળમાં ફેરબદલ થવાનું હતું. આ પહેલા પણ મેઘાલયના આઠ મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. મંગળવારે મંત્રીમંડળમાં ફેરબદલ પહેલા, વરિષ્ઠ નેતાઓ એએલ હેક, પોલ લિંગડોહ અને એમ્પારીન લિંગડોહ સહિત આઠ મંત્રીઓએ મંત્રીપદ પરથી રાજીનામું આપ્યું હતું. મેઘાલયના આઠ મંત્રીઓએ એક સાથે રાજીનામા આપી દીધા છે. મહત્વની વાત એ છે કે રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણના લીધે રાજીનામા આપ્યા છે. મંગળવારે આઠ મંત્રીઓએ રાજ્યપાલને રાજીનામું સોંપી દીધું છે
Meghalaya ના મુખ્યમંત્રી રાજ્યપાલને મળ્યા
અધિકારીઓએ જણાવ્યું હતું કે એનપીપીની આગેવાની હેઠળની મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સ સરકારના વડા અને મુખ્યમંત્રી કોનરાડ કે. સંગમાએ અહીં રાજભવનમાં રાજ્યપાલ સીએચ વિજયશંકરને મળ્યા હતા અને મંત્રીઓના રાજીનામા સુપરત કર્યા હતા. એક અધિકારીએ જણાવ્યું હતું કે નવા મંત્રીઓ મંગળવારે સાંજે 5 વાગ્યે રાજભવનમાં શપથ લેશે.
Eight Meghalaya ministers have resigned ahead of cabinet reshuffle: Officials
— Press Trust of India (@PTI_News) September 16, 2025
Meghalaya માં આ મંત્રીઓએ રાજીનામું આપ્યું
એક અધિકારીએ જણાવ્યું હતું કે, "પોતાના પદ પરથી રાજીનામું આપનારા આઠ મંત્રીઓમાં NPPના એમ્પેરીન લિંગડોહ, કોમિંગન યામ્બોન, રક્કમ એ. સંગમા અને અબુ તાહિર મંડલ, UDPના પોલ લિંગડોહ અને કિરમેન શૈલા, HSPDPના શાકલિયાર વારજરી અને ભારતીય જનતા પાર્ટી (BJP)ના એએલ હેકનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે તેમના રાજીનામાથી મંત્રીમંડળમાં નવા મંત્રીઓનો સમાવેશ થવાનો માર્ગ મોકળો થયો છે.
Meghalaya આ નેતાઓ શપથ લઈ શકે છે
પાર્ટી સૂત્રોના જણાવ્યા અનુસાર, NPPના ધારાસભ્યો વલાદમિકી શૈલા, સોસ્થેનિસ સોહતુન, બ્રેનિંગ એ. સંગમા અને ટીમોથી ડી શિરા મંત્રીમંડળમાં જોડાશે. તેમણે કહ્યું કે UDPના વડા મેટબાહ લિંગડોહ અને ભૂતપૂર્વ મંત્રી લખમેન રિમ્બુઇ પણ શપથ લે તેવી શક્યતા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે HSPDPના ધારાસભ્ય મેથોડિયસ ડખાર મંત્રીમંડળમાં શાકલિયાર વારજરીનું સ્થાન લેશે, જ્યારે ભાજપના સાનબોર શુલ્લાઈ મંત્રીમંડળમાં એએલ હેકનું સ્થાન લેશે.
આ પણ વાંચો: ભારતના ઓપરેશન સિંદૂરમાં મસૂદ અઝહરનો આખો પરિવાર ખતમ, કમાન્ડરે કરી કબૂલાત


