ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Rajkot : 'હું સોફા પર બેઠી હતી ત્યારે મને બાથમાં ભીડી અને...!' સો. મીડિયા ફ્રેન્ડને દીકરીની માતાએ રંગેહાથ ઝડપ્યો!

Rajkot માં યુવતીનાં ઘરે જઈ અડપલાં કરનારા યુવકની ધરપકડ સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવી વાતચીત શરૂ કરી ઘરે આવી એકલતાનો લાભ લઈ યુવતી સાથે અડપલાં કર્યા પોલીસે યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી સોશિયલ મીડિયાનાં જેટલા ફાયદા છે...
07:47 PM Oct 22, 2024 IST | Vipul Sen
Rajkot માં યુવતીનાં ઘરે જઈ અડપલાં કરનારા યુવકની ધરપકડ સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવી વાતચીત શરૂ કરી ઘરે આવી એકલતાનો લાભ લઈ યુવતી સાથે અડપલાં કર્યા પોલીસે યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી સોશિયલ મીડિયાનાં જેટલા ફાયદા છે...
સૌજન્ય : Google
  1. Rajkot માં યુવતીનાં ઘરે જઈ અડપલાં કરનારા યુવકની ધરપકડ
  2. સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવી વાતચીત શરૂ કરી
  3. ઘરે આવી એકલતાનો લાભ લઈ યુવતી સાથે અડપલાં કર્યા
  4. પોલીસે યુવકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી

સોશિયલ મીડિયાનાં જેટલા ફાયદા છે એટલા જ એના નુકસાન પણ છે. સોશિયલ મીડિયા થકી નરાધમો યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરતા હોવાના કેટલાક કિસ્સા આપણી સમક્ષ આવી ચૂક્યા છે. ત્યારે રાજકોટમાંથી (Rajkot) પણ સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવી યુવકે યુવતીનાં ઘરે આવી અડપલાં કર્યા હોવાની ચકચારી ઘટના સામે આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો -પત્રકાર મહેશ લાંગા કેસમાં તપાસનો ધમધમાટ! Gandhinagar પોલીસની 6 ટીમ ઓફિસમાં ત્રાટકી

સોશિયલ મીડિયા થકી બંને સંપર્કમાં આવ્યા

યુવતીની માતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, 5 મહિના પહેલા હું મારા બાળકો સાથે સુરેન્દ્રનગરનાં (Surendranagar) પાટડી ગામે દર્શન કરવા માટે ગઈ હતી. દરમિયાન, 10 માં ધોરણમાં અભ્યાસ કરતી મારી દીકરી આશ્રમમાં કામ કરતા 22 વર્ષીય મહાવીરસિંહ ઉર્ફે હકો વાઘેલાનાં સંપર્કમાં આવી હતી. ત્યાર બાદ રાજકોટ (Rajkot) આવ્યા બાદ બંને મેસેજ થકી વાત કરતા હોવાની જાણ થતાં મેં દીકરીને મોબાઇલ આપવાનું બંધ કરી દીધું હતું. પરંતુ, શાળાનું હોમવર્ક મોબાઇલમાં આવતું હોવાથી ફોન આપતી હતી. દરમિયાન, દીકરીને એકલી મૂકીને પતિના નાસ્તાના સ્ટોલ પર ગઈ હતી.

આ પણ વાંચો -Vadodara : ગઠિયાએ મહિલાને તેના જ ઘરમાં કરી 'Digital Arrest', ધાક-ધમકી આપી પડાવ્યા રૂપિયા!

'થેલો ચેક કરતાં તેમાંથી કૉન્ડોમનું પેકેટ અને છરી મળ્યા'

ફરિયાદ અનુસાર, ત્યાંથી પરત આવ્યા બાદ ઘરનો દરવાજો ખુલ્લો જોયો હતો. આથી, અંદર તપાસ કરતા દીકરી બેડરૂમમાં હતી. શંકા જતાં વધુ તપાસ કરી તો બાથરૂમમાં મહાવીરસિંહ ઉર્ફે હકો વાઘેલા છૂપાયેલો હતો. તે અર્ધનગ્ન અવસ્થામાં હતો. ત્યાર બાદ મેં પતિને બોલાવ્યા હતા અને પતિએ પોલીસને જાણ કરી હતી. મહાવીરસિંહનો થેલો ચેક કરતાં તેમાંથી કૉન્ડોમનું પેકેટ અને છરી મળી આવ્યા હતા. આ અંગે દીકરીને પૂછતા તેણીએ જણાવ્યું હતું કે, બંને સોશિયલ મીડિયા (Social Media) થકી સંપર્કમાં આવ્યા હતા અને વાતચીત કરતા હતા. મહાવીરસિંહ રાજકોટ (Rajkot) આવવાનો હોવાથી બપોરે ઘરે આવ્યો હતો. હું સોફા પર બેઠી હતી ત્યારે તેને મને બાથમાં ભીડી કિસ કરી હતી અને અડપલાં કર્યા હતા. આ મામલે માતાની ફરિયાદનાં આધારે પોલીસે મહાવીરસિંહ વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો -Patan: શિક્ષણ જગત પર લાંછનની વધુ એક ઘટના, દુનાવાડાની પ્રાથમિક શાળાના આચાર્ય પર છેડતીનો આરોપ

Tags :
Breaking News In GujaratiCrime NewsGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiNews In GujaratiRAJKOTrajkot policeRape CasesSocial MediaSurendranagar
Next Article