Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Hate Speech Case માં કોર્ટે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને આપી મોટી રાહત

સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ આઝમ ખાનને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર, આઝમ ખાનને નફરતભર્યા ભાષણના કેસમાં કોર્ટ તરફથી રાહત મળી છે. કોર્ટે તેમને નિર્દોશ જાહેર કર્યા છે. જણાવી દઇએ કે, આઝમ ખાન...
hate speech case માં કોર્ટે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને આપી મોટી રાહત
Advertisement

સમાજવાદી પાર્ટીના દિગ્ગજ નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ આઝમ ખાનને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર, આઝમ ખાનને નફરતભર્યા ભાષણના કેસમાં કોર્ટ તરફથી રાહત મળી છે. કોર્ટે તેમને નિર્દોશ જાહેર કર્યા છે. જણાવી દઇએ કે, આઝમ ખાન નીચલી કોર્ટની સજા વિરુદ્ધ સેશન્સ કોર્ટમાં પહોંચ્યા હતા અને અત્યાર સુધી જામીન પર મુક્ત થયા હતા. જણાવી દઈએ કે, નીચલી કોર્ટે નફરતભર્યા ભાષણ કેસમાં આઝમ ખાનને દોષિત ઠેરવ્યા હતા અને ત્રણ વર્ષની સજા સંભળાવી હતી. કોર્ટે 27 ઓક્ટોબરે ચુકાદો આપ્યો હતો.

આઝમ ખાનને મળી રાહત

Advertisement

સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનને નફરતભર્યા ભાષણના કેસમાં સાંસદ-ધારાસભ્ય કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે નીચલી કોર્ટના નિર્ણયને ફગાવીને આઝમને નિર્દોષ જાહેર કર્યા છે. આ એ જ કેસ છે જેમાં આઝમ ખાનને ત્રણ વર્ષની સજા થઈ હતી. આ સાથે તેમને તેમની ધારાસભ્યપદ પણ ગુમાવવું પડ્યું હતું. જોકે, હવે આઝમ ખાનને રાહત મળી છે. મળતી માહિતી મુજબ, આ મામલામાં આઝમ ખાન વતી MP-MLA કોર્ટનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેની સુનાવણી બુધવારે કરવામાં આવી હતી. આઝમ ખાનના વકીલ વિનોદ શર્માએ કહ્યું છે કે, MP-MLA કોર્ટે નીચલી કોર્ટના નિર્ણયને ખોટો ગણાવ્યો છે. મહત્વનું છે કે, 27 ઓક્ટોબર, 2022ના રોજ MP-MLA સ્પેશિયલ કોર્ટે આઝમ ખાનને દોષિત ઠેરવ્યા હતા. જે બાદ આઝમ ખામની વિધાનસભા સદસ્યતા રદ કરવામાં આવી હતી. આ સાથે જ તેમનો મત આપવાનો અધિકાર પણ સમાપ્ત થઈ ગયો હતો.

Advertisement

આઝમના પુત્રનું પણ ધારાસભ્યપદ છીનવાયું હતું

સપા નેતા આઝમ ખાન અને તેમનો પરિવાર ઘણા સમયથી મુશ્કેલીમાં છે. આઝમ ખાનના ધારાસભ્યપદ ખતમ થયા બાદ તેમના પુત્ર અબ્દુલ્લા આઝમ ખાનનું પણ ધારાસભ્યપદ છીનવાઈ ગયું હતું. અબ્દુલ્લા આઝમ રામપુરની સ્વાર વિધાનસભા બેઠકના ધારાસભ્ય હતા. મુરાદાબાદના છજલૈત પોલીસ સ્ટેશનમાં ચાલી રહેલા એક કેસમાં અબ્દુલ્લા આઝમને MP-MLA કોર્ટે બે વર્ષની સજા સંભળાવી હતી. આ પછી BJP ધારાસભ્ય આકાશ સક્સેનાએ વિધાનસભાના મુખ્ય સચિવને પત્ર લખીને સ્વાર બેઠક ખાલી જાહેર કરવાની માંગ કરી હતી. સ્વાર બેઠકની પેટાચૂંટણીમાં અપના દળના શફીક અહેમદ અંસારીનો વિજય થયો હતો.

શું છે સમગ્ર મામલો

Hate Speech સંબંધિત આ મામલો 2019ની લોકસભા ચૂંટણી સાથે સંબંધિત છે. આઝમ ખાને રામપુરની મિલક વિધાનસભામાં ચૂંટણી ભાષણ દરમિયાન કથિત રીતે વાંધાજનક અને ભડકાઉ ટિપ્પણી કરી હતી. આ ફરિયાદ ભાજપના નેતા અને રામપુર સીટના વર્તમાન ધારાસભ્ય આકાશ સક્સેનાએ કરી છે. આ કેસમાં રામપુર કોર્ટે આઝમને દોષી ઠેરવ્યા હતા. ગયા વર્ષે 27 ઓક્ટોબરે MP-MLA કોર્ટે આઝમ ખાનને ત્રણ વર્ષની સજા સંભળાવી હતી. આ સજાના આધારે આઝમ ખાનનું સભ્યપદ રદ કરવામાં આવ્યું હતું. કોર્ટના નિર્ણય પહેલા આઝમ ખાને હાઈકોર્ટમાં અરજી કરી હતી, પરંતુ નીચલી કોર્ટના નિર્ણયને કારણે આઝમ ખાનની અરજીને ગેરવાજબી ગણાવીને ફગાવી દેવામાં આવી હતી. જોકે, આઝમ ખાનને ત્રણ વર્ષની સજા બાદ જામીન મળી ગયા હતા, પરંતુ તેમની વિધાનસભાની સદસ્યતા નાબૂદ કરવામાં આવી હતી. આ પછી રામપુર સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી, જેમાં આકાશ સક્સેના ભાજપના ઉમેદવાર તરીકે જીત્યા હતા. આકાશ સક્સેનાએ જ આઝમ વિરુદ્ધ Hate Speech નો કેસ દાખલ કર્યો હતો.

આ પણ વાંચો - સિડનીના ઓલિમ્પિક પાર્ક સ્ટેડિયમમાં PM મોદી : ભારત મધર ઓફ ડેમોક્રેસી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.

×