Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Hockey Asia Cupમાં ભારતે ચીનને 7-0થી હરાવીને ફાઇનલમાં કરી ધમાકેદાર એન્ટ્રી, દક્ષિણ કોરિયા સામે થશે મહામુકાબલો

Hockey Asia Cup સુપર ફોર મેચમાં હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની ભારતીય પુરુષ હોકી ટીમે ચીનને 7-0ના ગોલથી હરાવીને  ફાઇનલમાંએન્ટ્રી કરી
hockey asia cupમાં ભારતે ચીનને 7 0થી હરાવીને ફાઇનલમાં કરી ધમાકેદાર એન્ટ્રી  દક્ષિણ કોરિયા સામે થશે મહામુકાબલો
Advertisement
  • Hockey Asia Cup માં  ભારતે એકતરફી મેચમાં ચીનને 7-0થી હરાવ્યું
  • સુપર ફોર મેચમાં હરમનપ્રીત સિંહના નેતૃત્વમાં શાનદાર જીત
  • ફાઇનલમાં ભારતનો મુકાબલો દક્ષિણ કોરિયા સાથે થશે

રાજગીરના બિહાર સ્પોર્ટ્સ યુનિવર્સિટી હોકી સ્ટેડિયમમાં 6 સપ્ટેમ્બર, 2025ના રોજ રમાયેલી સુપર ફોર મેચમાં હરમનપ્રીત સિંહની આગેવાની હેઠળની ભારતીય પુરુષ હોકી ટીમે ચીનને 7-0ના ગોલથી હરાવીને એશિયા કપ 2025ની ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે.. ફાઇનલમાં પહોંચવા માટે ભારતે આ મેચ જીતવી કે ડ્રો કરવી જરૂરી હતી, અને ભારતે ધમાકેદાર પ્રદર્શન સાથે ચીનને એકતરફી મેચમાં હરાવ્યું હતું. આ મેચમાં શિલાનંદ લાકરા , દિલપ્રીત સિંહ મનદીપ સિંહ , રાજકુમાર પાલ, સુખજીત સિંહઅને અભિષેક એ ગોલ કરી ભારતને શાનદાર જીત અપાવી હતી.

Hockey Asia Cup માં ભારતે ચીનને 7-0થી હરાવ્યું

નોંધનીય છે કે ગ્રુપ સ્ટેજમાં ચીને ભારતને 4-3ની નજીકની ટક્કર આપી હતી, પરંતુ સુપર ફોરની આ મેચમાં ચીનની હાલત કફોડી જોવા મળી હતી. ભારતીય ટીમે શરૂઆતથી જ આક્રમક રમત દાખવી અને ચીનના ડિફેન્સને ભેદી નાખ્યું. હવે ફાઇનલમાં ભારત 7 સપ્ટેમ્બરે ડિફેન્ડિંગ ચેમ્પિયન દક્ષિણ કોરિયા સામે ટકરાશે.

Advertisement

Hockey Asia Cup માં ભારતે આક્રમણ રમત રમી

ઉલ્લેખનીય છે કે ભારતે મેચની શરૂઆતથી જ એટેક રમત રમી હતી. પ્રથમ ક્વાર્ટરમાં શિલાનંદ લાકરાએ માત્ર 4થી મિનિટે ફિલ્ડ ગોલ કરી ભારતને 1-0ની લીડ અપાવી. ત્યારબાદ, 7મી મિનિટે દિલપ્રીત સિંહે બીજો ગોલ ફટકારી ભારતને 2-0ની લીડ અપાવી. 18મી મિનિટે મનદીપ સિંહે પેનલ્ટી કોર્નરને ગોલમાં ફેરવી સ્કોર 3-0 કર્યો. પ્રથમ ક્વાર્ટરના અંતે ભારતે ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું.

Advertisement

Hockey Asia Cup માં  ફાઇનલમાં દક્ષિણ કોરિયા સામે મુકાબલો

બીજા ક્વાર્ટરમાં પણ ભારતે આક્રમક રમત જાળવી રાખી. ચીની ડિફેન્સે થોડીવાર સુધી સારું પ્રદર્શન કર્યું, ભારતે સતત ગોલ પોસ્ટ પર એટેક કર્યા. જોકે, ફિનિશિંગમાં થોડી ખામી રહી, પરંતુ હાફ ટાઇમ સુધી ભારતે 3-0ની લીડ જાળવી રાખી. ભારતીય ખેલાડીઓની ઉત્સાહ અને ઝનુન સાથે ખાસ રણનીતિએ આ મેચમાં ચીનને કોઈ તક ન આપી.આ શાનદાર જીત સાથે ભારતીય ટીમ ફાઇનલમાં પૂરા આત્મવિશ્વાસ સાથે ઉતરશે. દક્ષિણ કોરિયા સામેની ફાઇનલ મેચ રોમાંચક હશે, અને ચાહકોને આશા છે કે ભારત એશિયા કપનો ખિતાબ જીતશે!

આ પણ વાંચો:   Team India new jersey : એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની નવી જર્સી આવી સામે, કિટમાંથી સ્પોન્સરનું નામ ગાયબ

Tags :
Advertisement

.

×