Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Palanpur : કોન્ટ્રાકટરને હાજર નહિ કરે ત્યાં સુધી પરિવાર લાશ નહિ સ્વીકારે તેવો નિર્ણય

બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં આરટીઓ સર્કલથી અંબાજી તરફ જવાના રસ્તા પર બ્રિજ ધરાશાયી થયેલા મામલામાં લોકોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જ્યાં સુધી પોલીસ કોન્ટ્રાકટરને હાજર નહિ કરે ત્યાં પરિવાર લાશ નહિ સ્વીકારે તેવો નિર્ણય કરાયો હતો. આ...
palanpur   કોન્ટ્રાકટરને હાજર નહિ કરે ત્યાં સુધી પરિવાર લાશ નહિ સ્વીકારે તેવો નિર્ણય
Advertisement

બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુરમાં આરટીઓ સર્કલથી અંબાજી તરફ જવાના રસ્તા પર બ્રિજ ધરાશાયી થયેલા મામલામાં લોકોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જ્યાં સુધી પોલીસ કોન્ટ્રાકટરને હાજર નહિ કરે ત્યાં પરિવાર લાશ નહિ સ્વીકારે તેવો નિર્ણય કરાયો હતો. આ બ્રિજના કોન્ટ્રાક્ટર જી.પી.ચૌધરી કન્સ્ટ્રક્શનને AMCએ બ્લેકલિસ્ટ કરી હતી છતાં પાલનપુર પુલનો કોન્ટ્રાક્ટ અપાયો હતો.

કયા કારણોસર બ્રિજનો સ્લેબ પડ્યો તેની તપાસ

Advertisement

પાલનપુરમાં બ્રિજ ધરાશાયી મામલે તપાસ શરુ કરાઇ છે જેમાં ગાંધીનગરથી આરએન્ડબી વિભાગ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. માર્ગ મકાન વિભાગના ક્વોલિટી કંટ્રોલના અધિકારીએ સમગ્ર મામલાની તપાસ શરુ કરી હતી અને કયા કારણોસર બ્રિજનો સ્લેબ પડ્યો તેની તપાસ કરાઇ રહી છે. બ્રિજ તૂટવામાં કોણ જવાબદાર તે દિશામાં ટીમની તપાસ ચાલી રહી છે.

Advertisement

જી.પી.ચૌધરી કન્સ્ટ્રક્શનને AMCએ બ્લેકલિસ્ટ કરી હતી

નવાઇની વાત એ છે કે જે કંપનીને બ્રિજનો કોન્ટ્રાક્ટ અપાયો હતો તે જી.પી.ચૌધરી કન્સ્ટ્રક્શનને AMCએ બ્લેકલિસ્ટ કરી હતી અને બ્લેક લિસ્ટેડ હોવા છતાં પાલનપુર પુલનો કોન્ટ્રાક્ટ અપાયો હતો અને બેદરકારી અને ભ્રષ્ટાચારના કારણે સ્લેબ ધરાશાયી થતાં બે લોકોના મોત થયા હતા.

હોસ્પિટલમાં મહિલાઓના આક્રંદથી સૌ હચમચી ઉઠ્યા

બીજી તરફ આ ઘટનામાં બંને યુવકોના પરિવારોની ફરિયાદ ન લેવાતા ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘટના સ્થળે હજારો લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને જ્યાં સુધી પોલીસ કોન્ટ્રાકટર ને હાજર નહિ કરે ત્યાં પરિવાર લાશ નહિ સ્વીકારે તેવો નિર્ણય કરાયો હતો. દલિત સમાજના યુવકોના મોત ને મામલે સિવિલ હોસ્પિટલમાં સમાજના ટોળે ટોળા ઉમટ્યા હતા. હોસ્પિટલમાં મહિલાઓના આક્રંદથી સૌ હચમચી ઉઠ્યા હતા.

કોન્ટ્રાક્ટરની બેદારકરીના કારણે આ સ્લેબ તૂટ્યો હોવાનો આરોપ

આ બ્રિજનું કામકાજ છેલ્લા 1 વર્ષથી ચાલી રહ્યું હતું અને 121 કરોડના ખર્ચે બ્રિજનું નિર્માણ કરાઇ રહ્યું હતું. ગઈકાલે અચાનક જ બ્રિજનો સ્લેબ તૂટી જતા બે યુવકના મોત થયા હતા.કોન્ટ્રાક્ટરની બેદારકરીના કારણે આ સ્લેબ તૂટી ગયાના સ્થાનિકોએ આરોપ લગાવ્યા હતા. બંને યુવકના પરિવારો ગત રાત્રી થી પાલનપુર સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટરની હાજર કરવાની માંગ સાથે બેઠા છે અને જ્યાં સુધી કોન્ટ્રાક્ટર હાજર નહીં થાય ત્યાં સુધી બંને પરિવાર પોતાના દીકરાઓની લાશ નહીં સ્વીકારે તેવી માગ કરી રહ્યા છે.

આ પણ વાંચો---ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, લોકાપર્ણ પહેલાં જ પાલનપુરમાં પુલ તૂટ્યો

Tags :
Advertisement

.

×