રાહુલ ગાંઘી માનહાનિ કેસ, ગુજરાત હાઈકોર્ટમાં 2 મેના રોજ હાથ ધરાશે સુનાવણી
મોદી અટક મામલે માનહાનિના કેસમાં રાહુલ ગાંધીની અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાઇ. જેમા વધુ સુનાવણી 2 મે એ હાથ ધરાશે. અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ દલીલ કરી હતી. તેઓએ કહ્યું હતું કે, આ કોઈ ગંભીર ગુનો નથી કે માફી ન આપી શકાય. અમે કન્વીક્શન પર સ્ટેની માગ કરી રહ્યાં છીએ.
તેઓએ કહ્યું હતું કે, નોન આઇડેન્ટિફાય કેસમાં આવી ફરિયાદ દાખલ ન થઈ શકે. નિવેદનમાં જે વ્યક્તિનું નામ નથી લેવાયું તેમણે ફરિયાદ નોંધાવી છે. રાહુલ ગાંધી લોક પ્રતિનિધિ અને સાંસદ પણ છે. ઈલેક્શન કમિશન ચૂંટણી જાહેર કરી દેશે તો કોર્ટ તે નિર્ણયને કેવી રીતે પરત ખેંચાવી શકશે: સિંઘવી.
Gujarat High Court asks senior advocate Abhishek Singhvi, representing Rahul Gandhi, to file a reply by 2nd May on plea seeking stay on Surat Sessions Court's decision of convicting Rahul Gandhi in 'Modi surname' defamation case.
Next hearing on Tuesday, 2nd May. Both sides… pic.twitter.com/IkQJbv0Wwn
— ANI_HindiNews (@AHindinews) April 29, 2023
ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ હેમંત પ્રચ્છકની કોર્ટમાં આ સુનાવણી હાથ ધરાઇ. આ પહેલા જસ્ટિસ ગીતા ગોપીએ અપીલને ‘નોટ બીફોર મી’ કરી હતી. 2 વર્ષની સજાના હુકમને પડકારતી અરજી સુરત સેશન્સ કોર્ટે ફગાવતા રાહુલે સેશન્સ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો હતો.
કોર્ટમાં બંને પક્ષો વચ્ચે આ પ્રકારની દલીલો થઈ
- રાહુલ ગાંધી નાં વકીલ અભિષેક મનું સિંઘવીએ સમગ્ર કેસ પર સ્ટે આપવા કરી રજૂઆત
- દેશમાં 13 કરોડ મોદી છે કોઈએ ફરિયાદ નથી કરી
- આ કોઈ ગંભીર ગુનો નથી કે માફી ન આપી શકાય
- રાજકીય કિન્નખોરીથી સમગ્ર ફરિયાદ નોંધાઇ હોવાની રજૂઆત
- અમે કેસ પર સ્ટે ની માગ કરી રહ્યા છીએ -સિંઘવી
- નોન આઇડેતિફાઈ કેસમાં આવી ફરિયાદ દાખલ ન થઈ શકે
- સિંઘવી અલગ અલગ 5 મુદ્દા પર કરી રહ્યા છે દલીલ
- નિવેદન માં જે વ્યક્તિ નું નામ નથી ઉચાર્યું તેવા વ્યક્તિએ ફરિયાદ નોધાવી છે- સિંઘવી
- રાહુલ ગાંધી લોકપ્રિય પ્રતિનિધિ અને સાંસદ પણ છે
- જસ્ટિસ - સાંસદ હોવાથી તેમની જવાબદારી વધી જાય છે
- ઇલેક્શન કમિશન ચૂંટણી જાહેર કરી દેશે તો કોર્ટ તે નિર્ણય કેવી રીતે પરત ખેંચાવી શકશે - સિંઘવી
- ગુનાની ગંભીરતા એટલી નથી કે સ્ટે નાં આપી શકાય
- કોર્ટ માં સિંઘવી દ્વારા વિવિધ એપેક્ષ કોર્ટ નાં ચુકાદો ઓનો કર્યો ઉલ્લેખ
- સિંઘવી નવજોતસિંઘ સિધ્ધુ સહિતના કેસોના ચુકાદા કોર્ટ સમક્ષ મૂકી રહ્યા છે
- સેશન્સ કોર્ટ એપેક્ષ કોર્ટની ગાઈડ લાઈન ફોલો કરી છે - જસ્ટિસ પ્રચ્છક
- ગુના ની ગંભીરતા પર સિંઘવી કરી રહ્યા છે દલીલ
- નિવેદનએ સોસાયટી એટ લાર્જ નથી -સિંઘવી
- કલમ 389 હેઠળનાં ઘણા કેસોમાં સજા પર સ્ટે આપાયા છે - સિંઘવી
- અન્ય MP MLA કેસોનાં ડિસ્કોવોલીફિકેશન વિશે સિંઘવી એ કરી દલીલ
- લક્ષદ્વીપ નાં સાંસદ નઝીર મહોમ્મદનાં કેસનું આપવામાં આવ્યું ઉદાહરણ
- 332 એવા ગંભીર કેસો છે જેમાં જેમાં જનતાના સેવકો પર થયેલા છે જેમાં સ્ટે આપવામાં આવ્યા છે
- 23 માર્ચ 2023નાં સજા સંભળાવવામાં આવી અને 24 માર્ચે સાંસદ પડ રદ્દ કરી દેવામાં આવ્યું
- અન્ય કેસોમાં સજા આપ્યા બાદ પણ ડીસ્કવોલીફિકેશન નથી થતું - સિંઘવી
- આ દિવસો દરમિયાન મારા મૌલિક અધિકારો મારાથી છીનવી લેવામાં આવ્યા - સિંઘવી
- આ નિર્ણય થી મારા મત વિસ્તારમાં પ્રશ્નો ગૃહમાં રજૂ નથી થઈ શકતાં
- આવતીકાલે મને નિર્દોષ જાહેર કરવામાં આવે તો કોઈ કોર્ટ આ ડિસ્ક્વોલિફિકેશનનો સમય પાછો નહીં લાવી શકે
- આવા કેસોમાં કન્વીકશન પર 3થી 6 મહિના ની સજા હોય શકે પરંતુ
- 1-2વર્ષ ની સજા ન હોઈ શકે - સિંઘવી
- પ્રથમવાર નાં ગુના માં 2 વર્ષની સજા નાં આપી શકાય
- સજા પર સ્ટે ન મળે તો અરજદારની રાજકીય કારકિર્દી ખતમ થઈ શકે છે - સિંઘવી
- લોકશાહી નું હનન ગણાશે - સિંઘવી
- દેશના વિવિધ રાજ્યોના ધારાસભ્યો અને સાંસદો પર દાખલ થયેલા કેસો મુદે સિંઘવી કરી રહ્યા છે દલીલ
- કન્વીકશન પર સ્ટે આપવાથી ટ્રાયલ પર કોઈ અસર થશે નહિ - સિંઘવી
- રાહુલ ગાંધીની પિટિશન પર સતત 1 કલાક થી ચાલી રહી છે દલીલ
- ભારતીય દંડ સંહિતાની કલમ 499 મુજબ કોઈ વ્યક્તિ પણ વ્યક્તિ ફરિયાદ નાં કરી શકે
- જેને દુઃખ પહોચ્યું હોય જેની લાગણી દુભાઈ હોય તેજ કરી શકે - સિંઘવી
- કન્વીકશન પર સ્ટે ની અરજી પર ફરિયાદી હસ્તક્ષેપ ન કરી શકે - સિંઘવી
- કન્વીકશન પર સ્ટે ની માગ નો મુદ્દો મારી અને કોર્ટ વચ્ચે છે
- કોઈ એક સરનેમના 13 કરોડમાંથી એક વ્યક્તિ ફરિયાદ કરી શકે ?
- જે નામો લેવામાં આવ્યા હતા તેમાંથી કોઈ ફરિયાદી નથી
- અભિષેક મનું સિંઘવી માનહાનિ નાં કેસની કાયદા અને વિવિધ જોગવાઇ વિશે કરી રહ્યા છે દલીલ
- મને રાહત ન આપવામાં આવે તો કરિયરના 8 વર્ષ બગડી શકે તેમ છે
- પ્રથમવારના કથિત આરોપી સામે કોર્ટે સખ્ત વ્યવહાર કરી અને વધુમાં વધુ સજા આપી છે
- 2 વર્ષમાં એક દિવસ પણ ઓછી સજા આપી હોત તો ડિસ્ક્વોલિફિકેશનની સ્થિતી ન આવી હોત
- સતત 1 કલાક 21 મિનિટ થી રાહુલ ગાંધી તરફ થી અભિષેક મનું સિંઘવી કરી રહ્યા છે દલીલ
- નીરવ મોદી, લલિત મોદી કે વિજય માલ્યા એ કોઈ મોઢવણિક જ્ઞાતિમાંથી આવતા નથી તો ફરિયાદીની લાગણી કેવી રીતે દુભાઈ
- મોદી સરનેમ અનેક જ્ઞાતિઓમાં આવે છે
- રાહુલ ગાંધીએ નીરવ મોદી લલિત મોદી ના નામ લીધા હતા
- મોદી સરનેમ અનેક જાતિ અને કોમ્યુનિટીમાં આવે છે
- ફરિયાદીએ કેવી રીતે નક્કી કર્યુ કે રાહુલ ગાંધીએ તેમના વિશે જ વાત કરી
- અભિષેક મનુ સિંઘવીએ સુરત મેજિસ્ટ્રેટ સમક્ષ પૂર્ણેશ મોદીએ આપેલ નિવેદન વાંચીને ઉઠાવ્યા સવાલ
- સુરત સેશન્સ કોર્ટના જજે ચુકાદામાં કહ્યુ કે રાફેલ મામલે પણ SCએ ભવિષ્યમાં સાવચેત રહેવા કહ્યું હતુ
- આ કેસનું સ્ટેટમેન્ટ રાફેલ પર સુપ્રીમકોર્ટના ચુકાદાની પહેલાની રેલીનું છે
- રાહુલ ગાંધીને પ્રથમવાર સમન્સ પાઠવાયુ ત્યારે કોઈ પ્રાઈમાફેસી એવિડન્સ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ નહોતા કરાયા
- પૂર્ણેશ મોદી સભામાં પણ હાજર નહોતા
- તેમણે કહ્યુ મને કોઈએ વોટ્સએપમાં ક્લિપ મોકલી હતી પણ કોણે મોકલી એ જણાવ્યુ ન હતું
- વોટસએપ કલીપના આધારે તમે કેવી રીતે સમન્સ પાઠવી શકો? સિંઘવી
- રાહુલ ગાંધીની સજા પર સ્ટે આપવાની માગ સાથે શરૂ થયેલી સુનાવણી નાં 2 કલાક થયા પૂર્ણ
- રાહુલ ગાંધી તરફ થી અભિષેક મનું સિંઘવી કરી રહ્યા છે દલીલ
- રાહુલ ગાંધીના વકીલ સિંઘવીએ રાહુલ ગાંધીને પ્રથમવાર મોકલાયેલા સમન્સને લઈ ઉઠાવ્યા સવાલ
- માત્ર વોટ્સએપ ક્લિપના આધારે તમે સમન્સ કેવી રીતે પાઠવી શકો ? : સિંઘવી
- વોટ્સએપમાં તો હજારો પ્રકારના મેસેજો આવતા હોય છે: સિંઘવી
- મેજિસ્ટ્રેટ સમક્ષ કોઈ ન્યૂઝ પેપર કે પેન ડ્રાઈવ પણ રજૂ નહોતી કરાઈ છતા પણ સમન્સ મોકલાયુ : સિંઘવી
- ફરિયાદી પોતાની જ અરજી પર હાઈકોર્ટમાં જઈ સ્ટે. લાવે છે: સિંઘવી
- 7 માર્ચ 2022થી લઈ ફેબ્રુઆરી ૨૦૨૩ દરમિયાન કંઈ જ ચેન્જ નથી થતુ છતા પણ તેઓ ફરી સુનાવણીની માગ કરે છે જે માન્ય નથી
- એક વર્ષ દરમિયાન ન કોઈ નવા સાક્ષી આવ્યા
- ન કોઈ પુરાવા છતા ફરી સ્ટે. હટાવવાની માગ શા માટે કરાઈ હતી? : સિંઘવી
- કેસની શરૂઆતથી લઈ અત્યાર સુધીના સમયગાળામાં થયેલી કાર્યવાહીમાં સિંઘવીએ અલગ અલગ 6 જેટલી ત્રુટિઓ કરી રજૂ
- રાહુલ ગાંધીની સજા પર સ્ટે આપવાની માગ સાથે શરૂ થયેલી સુનાવણી નાં 2.30 કલાક થયા પૂર્ણ
- રાહુલ ગાંધી તરફ થી અભિષેક મનું સિંઘવી કરી રહ્યા છે દલીલ
- વોટ્સએપ કટિંગના આધારે ગુનો ન બને
- પેઈન ડ્રાઈવ રજૂ કરાઈ હતી એનો ફરિયાદમાં ઉલ્લેખ નથી
- રેકોર્ડિંગને સમર્થન માટે 65-B સર્ટિફિકેટ પણ નથી
- CD રજૂ કરાઈ તેની પણ રોચક કહાની છે, ૨૦૧૯થી ૨૦૨૧ સુધી સીડીનો કોઈ ઉલ્લેખ નહોતો, ૨૦૨૧માં અચાનક સીડી રજૂ કરાઈ
- યાજી નામના વ્યક્તિ કે જેમણે પોતાને પૂર્ણેશ મોદીની નજીકના અને ભાજપના કાર્યકર્તા ગણાવ્યા હતા.. યાજીનું નામ ફરિયાદમાં પણ નથી
- અને ૨ વર્ષ પછી પ્રકટ થયા
- ફરિયાદ બાદ કોઈ પુરાવા અંગે કોઈ જ તપાસ ન થઈ
- અભિષેક મનુ સિંઘવીએ સતત ૨ કલાક ૪૫ મિનીટ સુધી કરી દલીલો
- લંચ બ્રેક બાદ જસ્ટિસ હેમંત પ્રચ્છકની બેંચમાં હાથ ધરાશે સુનાવણી
- અભિષેક મનું સિંઘવી માનહાનિ કેસ માં આપવામાં આવેલી સજા પર સ્ટે આપવા કરી રહ્યા છે રજૂઆત
- રાહુલ ગાંધી પક્ષ ની દલીલો પૂર્ણ
- સરકારી વકીલ મિતેષ અમીનની દલીલો શરૂ
- અભિષેક સિંઘવીની અંતિમ દલીલ
- આ કોઈ ગંભીર ક્રાઈમ નથી, રાજનીતિમાં એક અઠવાડિયુ પણ મહત્વનો સમય છે જ્યારે આ કેસમાં 8 વર્ષ બગડે તેવી સ્થિતી છે
- હાઈકોર્ટમાં રાહુલ ગાંધી તરફી અભિષેક મનુ સિંઘવીની દલીલો પૂર્ણ
- નિયમો બહાર જઈને સજા સંભળાવવામાં આવી હોય તેવુ નથી: મિતેશ અમીન
- મેજિસ્ટ્રેટ અને સેશન્સ કોર્ટના જજે રજૂ કરાયેલા પુરાવાઓના આધારે જ ચુકાદો સંભળાવ્યો છે: મિતેશ અમીનફરિયાદી પૂર્ણેશ મોદી પક્ષ ની દલીલો શરૂ..
- કન્વિક્શન પર સ્ટે.ની માગનો વિરોધ કરતા પબ્લિક પ્રોસિક્યુટર મિતેશ અમીનની દલીલ
- મેજિસ્ટ્રેટ અને સેશન્સ જજે આ ગુનાને ગંભીર માન્યો છે જેથી કન્વિક્શન પર સ્ટે. ન આપી શકાય
- ગુજરાત હાઈકોર્ટમાં તમામ પક્ષોની આજની દલીલો પૂર્ણ
- હાઈકોર્ટમાં મંગળવારે વધુ સુનાવણી હાથ ધરાશે
- મંગળવારે બપોર બાદ હાથ ધરાશે સુનાવણી


