Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વડોદરામાં કરોડોના ખર્ચે બનાવેલા અટલ બ્રિજ પર તિરાડો પડી, તંત્રએ તિરાડો પર સિમેન્ટના થીંગડા માર્યા

વડોદરામાં આવેલા સૌથી લાંબા અટલ બ્રિજ પર તિરડો પડી હોય તેવા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. કરોડોના ખર્ચે બનાવમાં આવેલા અટલ બ્રિજમાં તિરડો પડતાં સરકાર સામે અનેક સવાલો ઊભા થયા છે. વડોદરામાં ચાર મહિના પહેલા જ ગુજરાતના સૌથી લાંબા અટલ બ્રિજનું લોકાર્પણ કરાયુ...
વડોદરામાં કરોડોના ખર્ચે બનાવેલા અટલ બ્રિજ પર તિરાડો પડી  તંત્રએ તિરાડો પર સિમેન્ટના થીંગડા માર્યા
Advertisement

વડોદરામાં આવેલા સૌથી લાંબા અટલ બ્રિજ પર તિરડો પડી હોય તેવા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. કરોડોના ખર્ચે બનાવમાં આવેલા અટલ બ્રિજમાં તિરડો પડતાં સરકાર સામે અનેક સવાલો ઊભા થયા છે. વડોદરામાં ચાર મહિના પહેલા જ ગુજરાતના સૌથી લાંબા અટલ બ્રિજનું લોકાર્પણ કરાયુ હતું.  મુખ્યમંત્રીએ ઉદ્ઘાટન કર્યાના દોઢ માસમાં જ અટલ બ્રિજ પરનો ડામર ઉખડવાનો શરૂ થઈ ગયો હતો.

Advertisement

મહત્વનું છે કે, વડોદરા કોર્પોરેશને મુખ્યમંત્રીના હસ્તે 25 ડિસેમ્બરે બ્રિજનું લોકાર્પણ કરાવ્યું હતું. 230 કરોડના ખર્ચે ભવ્ય અટલ બ્રિજ તૈયાર કરાયો હતો. ઓલ્ડ પાદરા રોડ પાસે અટલ બ્રિજ પર મસ મોટી તિરાડો પડી છે. રિયાલિટી ચેક કરતા તિરાડો માંથી પોપડા ઉખડ્યા હોય તેવું જોવા મળ્યું છે. બ્રિજ પર તિરાડો પડવા સાથે રસ્તા પરનો ડામર પણ પીગળી ગયો હોય તેવું બહાર આવ્યું છે.

Advertisement

આ બાબતે કોન્ટ્રાક્ટરને જાણ થતાં તેમણે રસ્તા પર રેતી પાથરી એક તરફનો બ્રિજ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. બ્રિજ બંધ કરતાં વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બ્રિજન ભ્રષ્ટાચાર મામલે સરકારે દખલગીરી કરી નિષ્પક્ષ તપાસ કરવી જોઈએ તેવી માંગ પણ ઉઠી છે.

Tags :
Advertisement

.

×