ગાંધીનગર-કોબા હાઈવે પરના રક્ષા શક્તિ બ્રિજનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
ગાંધીનગર - કોબા હાઈવે રોડ પર અંદાજીત 50 કરોડના ખર્ચે નિર્માણાધીન રક્ષા શક્તિ સર્કલ પરના બ્રિજનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવનિર્મિત બ્રિજનું ઉદ્ઘાટન કરીને નગરજનો માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે. ગાંધીનગરનો વિસ્તાર વધવાની સાથે...
Advertisement
ગાંધીનગર - કોબા હાઈવે રોડ પર અંદાજીત 50 કરોડના ખર્ચે નિર્માણાધીન રક્ષા શક્તિ સર્કલ પરના બ્રિજનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે નવનિર્મિત બ્રિજનું ઉદ્ઘાટન કરીને નગરજનો માટે ખુલ્લો મુકી દેવામાં આવ્યો છે. ગાંધીનગરનો વિસ્તાર વધવાની સાથે ગાંધીનગર - અમદાવાદનું અંતર ઘટી ગયું છે.ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યાનાં નિરાકરણ માટે સરકાર દ્વારા ગાંધીનગરમાં ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. જે પૈકીનો રક્ષા શક્તિ સર્કલ પરનાં બ્રિજનું અંદાજીત 50 કરોડના ખર્ચે નિર્માણ કરવામાં આવ્યું છે.
Advertisement


