ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગુજરાતમાં વરસાદનો વધતો વંટોળ : 19થી વધુ જિલ્લામાં ઓરેન્જ-યલો એલર્ટ, આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ : 19 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, વહીવટ સજ્જ
08:02 PM Aug 21, 2025 IST | Mujahid Tunvar
ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ : 19 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ, વહીવટ સજ્જ

અમદાવાદ : ગુજરાતમાં ચોમાસું હવે પોતાના તીવ્ર સ્વરૂપમાં જોવા મળી રહ્યું છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદે લોકોની ચિંતા વધારી છે. આ દરમિયાન હવામાન વિભાગે 22થી 27 ઓગસ્ટ સુધી રાજ્યના 19થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. ગામડાઓથી લઈને શહેરો સુધી, ખેડૂતો, નોકરિયાતો અને વેપારીઓ હવે આ વરસાદી માહોલની અસરનો સામનો કરવા તૈયારી કરી રહ્યા છે.

આવતીકાલે એટલે કે 22 ઓગસ્ટે કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જેના માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.” આ ઉપરાંત, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી અને વલસાડમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે.


આ પણ વાંચો- લો બોલો… તલાટીની બદલી રોકવા ગામ આખું DDO ઓફિસ પહોંચ્યું; જાણો શું છે મેટર

23-24 ઓગસ્ટ: વરસાદનો ત્રીજો રાઉન્ડ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 23 અને 24 ઓગસ્ટે રાજ્યના 15થી વધુ જિલ્લાઓમાં વરસાદનો દોર ચાલુ રહેશે. કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.

25-26 ઓગસ્ટ: ગાજવીજ સાથે વરસાદ

25 અને 26 ઓગસ્ટે વરસાદનો માહોલ વધુ તીવ્ર બનશે. સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ, વડોદરા, આણંદ, નર્મદા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત અને ભરૂચમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. આ દિવસોમાં ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધુ રહેશે.

27 ઓગસ્ટ: વરસાદનો અંતિમ તબક્કો

27 ઓગસ્ટે વરસાદની તીવ્રતા થોડી ઘટશે, પરંતુ રાજ્યના ઘણા જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે. કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

ગુજરાત સરકારે આ એલર્ટને ધ્યાનમાં રાખીને તમામ જિલ્લા વહીવટને નદીકાંઠાના વિસ્તારો, નીચાણવાળા વિસ્તારો અને શહેરી પૂરની સંભાવનાવાળા વિસ્તારોમાં તૈયારીઓ કરવા આદેશ આપ્યા છે. રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (GSDMA)એ NDRF અને SDRFની ટીમોને તૈનાત કરી છે, ખાસ કરીને કચ્છ, સુરત, નવસારી અને વલસાડ જેવા જિલ્લાઓમાં, જ્યાં અતિભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો- ખોખરા સેવન્થ ડે સ્કૂલ હત્યા કેસ : ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં બે સગીરોની સંડોવણી; હત્યા પાછળનું કારણ 13 ઓગસ્ટનો ઝઘડો

Tags :
GujaratRainMeteorologicalDepartmentMonsoon2025OrangeAlertyellowalert
Next Article