ઓસ્ટ્રેલિયાએ બીજી વન-ડેમાં ભારતને બે વિકેટે હરાવીને સીરિઝ પણ જીતી
- IND vs AUS: ઓસ્ટ્રેલિયાએ ભારતને બીજી વન-ડે પણ હરાવી
- બીજી વન-ડે હરાવીને વન-ડે સીરિઝ જીતી લીધી
- ટીમ ઈન્ડિયાનો આ સતત બીજો પરાજય છે
ગુરુવારે એડિલેડમાં રમાયેલી બીજી વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને બે વિકેટથી હરાવીને વન-ડે સીરિઝ પણ જીતી લીધી છે. ત્રણ મેચની વનડે શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી છે. પ્રથમ વનડેમાં હાર બાદ શ્રેણી બચાવવા મેદાનમાં ઉતરેલી ટીમ ઈન્ડિયાનો આ સતત બીજો પરાજય છે.
IND vs AUS: ઓસ્ટ્રેલિયાએ ભારતને બીજી વન-ડે પણ હરાવી
નોંધનીય છે કે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 264 રન બનાવ્યા હતા. ભારતની શરૂઆત ખરાબ રહી, શુભમન ગિલ 9 રન અને વિરાટ કોહલી સતત બીજી મેચમાં ખાતું ખોલ્યા વિના આઉટ થયા. જોકે રોહિત શર્મા (73 રન) અને શ્રેયસ ઐયર (61 રન) વચ્ચે 118 રનની મજબૂત ભાગીદારી થઈ હતી. અક્ષર પટેલના 44 રન અને હર્ષિત રાણાના 24 રનની મદદથી ભારત 264ના સન્માનજનક સ્કોર સુધી પહોંચી શક્યું. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝામ્પાએ 4 વિકેટ, ઝેવિયર બાર્ટલેટે 3 વિકેટ અને મિશેલ સ્ટાર્કે 2 વિકેટ ઝડપી હતી.
#TeamIndia with a spirited performance but it’s Australia who win the 2️⃣nd ODI by 2 wickets.
They take an unassailable 2-0 lead in the series
Scorecard ▶ https://t.co/aB0YqSCClq#AUSvIND pic.twitter.com/dNjwbXIsXU
— BCCI (@BCCI) October 23, 2025
IND vs AUS: બીજી વન-ડે હરાવીને વન-ડે સીરિઝ જીતી લીધી
265 રનના લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 46.2 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની શરૂઆત પણ સારી ન હતી, કેપ્ટન મિશેલ માર્શ 11 અને ટ્રેવિસ હેડ 28 રન બનાવીને આઉટ થયા. મેથ્યુ રેનશોએ 30 રન બનાવ્યા. પરંતુ મેથ્યુ શોર્ટ (74 રન,) અને યુવા બેટ્સમેન કૂપર કોનોલી (અણનમ 61 રન) ની નિર્ણાયક અડધી સદીઓએ ઓસ્ટ્રેલિયાની જીતનો માર્ગ મોકળો કર્યો. મિશેલ ઓવેને પણ 36 રનનું યોગદાન આપ્યું હતું.
ભારત તરફથી અર્શદીપ સિંહ, હર્ષિત રાણા અને વોશિંગ્ટન સુંદરે 2-2 વિકેટ લીધી હતી, પરંતુ તેઓ ઓસ્ટ્રેલિયન મિડલ ઓર્ડરને તોડવામાં નિષ્ફળ રહ્યા હતા. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ સિરીઝમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી છે. સિરીઝની ત્રીજી અને અંતિમ વનડે હવે ઔપચારિકતા બની રહેશે.
આ પણ વાંચો: IND vs AUS : બીજી મેચમાં પણ Virat Kohli શૂન્ય પર આઉટ, શું હવે ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો આવ્યો સમય?


