IND vs AUS:બોર્ડર-ગાવસ્કર ટ્રોફી વચ્ચે BCCIનો મોટો નિર્ણય! આ 3 ખેલાડીઓને રવાના કર્યા
- બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયયાં BCCIએ મોટો નિર્ણય
- ભારતીય ટીમના 3 ખેલાડીઓને ભારત પરત મોકલી દીધા
- યશ દયાલે ઓસ્ટ્રેલિયા છોડી દીધું છે
IND vs AUS:બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયયાં BCCIએ મોટો નિર્ણય લેતા ભારતીય ટીમના 3 ખેલાડીઓને ભારત પરત મોકલી દીધા છે. આ ખેલાડીઓમાં ઝડપી બોલર યશ દયાલ, મુકેશ કુમાર અને નવદીપ સૈનીના નામ સામેલ છે. આ ખેલાડીઓને રિઝર્વ તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે તેમને બહાર કરી દેવામાં આવ્યા છે. આ 3 ખેલાડીઓને ભારત પાછા મોકલવામાં આવ્યા છે કારણ કે વિજય હજારે ટ્રોફી 21 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે અને તે બધા પોતપોતાની ટીમો માટે રમતા જોવા મળશે.
આ ત્રણ ઝડપી બોલરો બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની શરૂઆતથી જ ભારતીય ટીમ સાથે છે
આ ત્રણ ઝડપી બોલરો બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની શરૂઆતથી જ ભારતીય (IND vs AUS)ટીમ સાથે છે, પરંતુ ટીમ મેનેજમેન્ટને લાગ્યું કે હવે બ્રિસ્બેન મેચ બાદ માત્ર બે ટેસ્ટ મેચ બાકી છે, તો તેમના માટે થોડી મેચ રમવી યોગ્ય રહેશે.ભારત તેની આગામી મેચ મેલબોર્ન અને સિડનીમાં રમશે અને પછી લાંબા પ્રવાસ બાદ સ્વદેશ પરત ફરશે.
Yash Dayal, Mukesh Kumar, Navdeep Saini have been released from the BGT squad to play in the Vijay Hazare Trophy. [Sahil Malhotra from TOI] pic.twitter.com/yUNEtiastU
— Johns. (@CricCrazyJohns) December 15, 2024
આ પણ વાંચો - ક્રિકેટ જગતથી નિરાશાના કિનારે! વિનોદ કાંબલી કરતા પણ ખરાબ છે આ ખેલાડીની હાલત
મુકેશ ઘણા સમયથી ઓસ્ટ્રેલિયામાં છે
ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ મુકેશ માટે થકવી નાખનારો પ્રવાસ સાબિત થયો છે, કારણ કે તે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી પહેલા બે મેચ માટે ભારત A ટીમ સાથે અહીં પહોંચી ગયો હતો. તે એક અઠવાડિયામાં શરૂ થનારી વિજય હજારે ટ્રોફીમાં બંગાળ માટે રમવા માટે તૈયાર હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો -વર્લ્ડ ચેમ્પિયન પીવી સિંધુ સગાઇના બંધનમાં બંધાઇ, આ તારીખે જયપુરમાં કરશે લગ્ન
યશ દયાલે ઓસ્ટ્રેલિયા છોડી દીધું છે
નોંધનીય છે કે યશ દયાલને શરૂઆતમાં રિઝર્વ ખેલાડીઓમાં સામેલ કરવામાં આવ્યા ન હતા, પરંતુ ડાબા હાથના ફાસ્ટ બોલર ખલીલ અહેમદની ઈજા બાદ તેમને તેમના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. 'ટાઈમ્સ ઓફ ઈન્ડિયા' અનુસાર, યશ ઓસ્ટ્રેલિયા છોડી ચૂક્યો છે અને આગામી ટુર્નામેન્ટ માટે ઉત્તર પ્રદેશની તૈયારી કરી રહ્યો છે. જ્યાં સુધી સૈનીની વાત છે, તેણે ઓસ્ટ્રેલિયાના પ્રવાસમાં માત્ર એક જ ભારત A મેચ રમી છે અને ત્યારથી તે નેટ ડ્યુટી પર છે. આ સીમર હવે તેના ઘરે જવા માટે સંપૂર્ણપણે તૈયાર છે.


