IND vs AUS: સિડનીમાં રમાશે પિંક ટેસ્ટ, જાણો તેની પાછળનું કારણ
- ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચમી ટેસ્ટ સિડનીમાં રમાશે
- ટીમ ઈન્ડિયા માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ
- સિડનીમાં બંને ટીમો વચ્ચે પિંક ટેસ્ટ જોવા મળશે
IND vs AUS::ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે (IND vs AUS)બોર્ડર ગાવસ્કર ટ્રોફીની પાંચમી ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીથી સિડની(sydney)માં રમાશે. હવે ટીમ ઈન્ડિયા માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. જો ટીમ આ મેચ હારી જશે તો રોહિત એન્ડ કંપની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલની રેસમાંથી લગભગ બહાર થઈ જશે. હવે સિડનીમાં બંને ટીમો વચ્ચે પિંક ટેસ્ટ ( pink test)જોવા મળી રહી છે. હવે ઘણા લોકો જાણવા માંગે છે કે પિંક ટેસ્ટ શું છે?
પિંક ટેસ્ટ શું છે?
વર્ષની પ્રથમ ટેસ્ટ મેચને પિંક ટેસ્ટ કહેવામાં આવે છે. જેમાં ઓસ્ટ્રેલિયન ટીમ પિંક કેપ અને ગુલાબી લોગોવાળી જર્સી પહેરીને મેદાન પર રમવા આવે છે. પિંક ટેસ્ટ ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ગ્લેન મેકગ્રાની દિવંગત પત્નીની યાદમાં રમાય છે.
Test cricket, hey.
See you at the SCG 🏆 pic.twitter.com/KWo7ZiWsWU
— Sydney Cricket Ground (@scg) December 30, 2024
આ પણ વાંચો -IND vs AUS: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની પાંચમી મેચ સિડનીમાં, આ ખેલાડીને ડ્રોપ કરી શકે છે ભારત
પિંક ટેસ્ટની શરૂઆત વર્ષ 2009માં કરવામાં આવી હતી
2008 માં, ગ્લેન મેકગ્રાની પત્ની જેન મેકગ્રાનું સ્તન કેન્સરથી મૃત્યુ થયું હતું. જે પછી ગ્લેન મેકગ્રાએ પોતાની પત્નીની યાદમાં એક ફાઉન્ડેશન સ્થાપ્યું. આ ફાઉન્ડેશન સ્તન કેન્સરના દર્દીઓ અને તેમના પરિવારોને મદદ કરવા માટે કામ કરે છે અને તેમના માટે ભંડોળ પણ એકત્ર કરે છે. પિંક ટેસ્ટની શરૂઆત વર્ષ 2009માં કરવામાં આવી હતી.
TEAM INDIA REACHED SYDNEY FOR THE FINAL TEST. [RevSportz]
- A vital match to retain the BGT & to keep the chances for WTC final. 🇮🇳 pic.twitter.com/t5WHWHnPSY
— Johns. (@CricCrazyJohns) December 31, 2024
આ પણ વાંચો -ICC ક્રિકેટ ઓફ ધ યર માટે 4 ખેલાડીઓની પસંદગી,લિસ્ટમાં એક ભારતીય
ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં 2-1થી આગળ છે
આ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયાનું અત્યાર સુધીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. શ્રેણીની ચોથી ટેસ્ટ મેચ મેલબોર્નમાં રમાઈ હતી, જે ઓસ્ટ્રેલિયાએ 184 રને જીતી હતી. આ મેચ જીતીને ઓસ્ટ્રેલિયાએ સિરીઝમાં પણ 2-1ની લીડ મેળવી લીધી છે. મેલબોર્ન ટેસ્ટ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલના પોઈન્ટ ટેબલમાં પણ ફાયદો મેળવ્યો છે. અત્યારે પોઈન્ટ ટેબલમાં ઓસ્ટ્રેલિયા બીજા સ્થાને અને ટીમ ઈન્ડિયા ત્રીજા સ્થાને યથાવત છે.


