IND Vs ENG: એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની તસવીર આવી સામે
- ભારત અને ઈંગ્લેન્ડ પાંચ ટેસ્ટ સિરીઝ રમાશે
- સિરીઝને એન્ડરસન-તેંડુલકર ટ્રોફીના નામે ઓળખાશે
- બંને દિગ્ગજ ખેલાડીઓ હાજર રહ્યા
IND vs ENG Test Series : ભારત અને ઈંગ્લેન્ડ (IND vs ENG )વચ્ચે 20 જૂનથી શરુ થનારી પાંચ ટેસ્ટ સિરીઝની (Series)ટ્રોફી સામે આવી છે, જેનું નામ હવે ઓફિશિયલ રીતે બદલી નાખવામાં આવ્યું છે. હવે બંને ટીમની વચ્ચે થનારી આ સિરીઝને એન્ડરસન-તેંડુલકર ટ્રોફીના (Anderson-Tendulkar Trophy)નામથી ઓળખવામાં આવશે.
બંને દિગ્ગજ ખેલાડીઓ જોવા મળ્યા
ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ તરફથી 19 જૂને આ ટ્રોફીની એક ઝલક શેર કરી છે અને આ સમયે બંને દિગ્ગજ ખેલાડીઓ જેમ્સ એન્ડરસન અને સચિન તેંડુલકર પણ ત્યાં હાજર છે.
ટ્રોફીમાં બંને દિગ્ગજો જોવા મળ્યા
એન્ડરસન-તેંડુલકર ટ્રોફીને લઈને વાત કરવામાં આવે તો તેમાં બંને દિગ્ગજોની તસવીર પણ જોવા મળી છે. વર્ષ 2007થી ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ પ્રવાસ પર અત્યાર સુધી જે પણ ટેસ્ટ સિરીઝ રમી છે તેને પટૌડી ટ્રોફીના નામથી ઓળખવામાં આવતી હતી.
જેમ્સ એન્ડરસન ટ્રોફીના અનાવરણ કરાયું
હવે આ ટ્રોફીનું નામ બદલાઈ ગયા બાદ ECBએ આ નિર્ણય પણ કર્યો છે કે જે પણ ટીમ સિરીઝ જીતશે તે કેપ્ટનને પટૌડી મેડલથી સન્માનિત કરવામાં આવશે. જેમ્સ એન્ડરસન ટ્રોફીના અનાવરણ દરમિયાન કહ્યું કે આ મારા અને મારા પરિવાર માટે ગર્વની વાત છે. બંને દેશો વચ્ચે જ્યારે પણ સિરીઝ રમવામાં આવશે ત્યારે રોમાંચક મેચ જોવા મળશે. હું આગામી સિરીઝમાં ઈંગ્લેન્ડ ટીમનું પ્રદર્શન આ ગરમીઓમાં જોવા માટે ઉત્સુક છું.
મારા માટે ટેસ્ટ ક્રિકેટ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ
સચિન તેંડુલકરે જેના નામે હજુ પણ વર્લ્ડ ક્રિકેટમાં ઘણા એવા રેકોર્ડ છે જેને તોડવું સહેલું નથી, તેને એન્ડરસન-તેંડુલકર ટ્રોફીના અનાવરણ પછી કહ્યું કે તેમના માટે ટેસ્ટ ક્રિકેટ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ છે જ્યાં તમે તમારું બેસ્ટ પ્રદર્શન કરવાનો પ્રયાસ કરો છો. ટેસ્ટ ક્રિકેટ એ તમારા ધૈર્યની વાસ્તવિક કસોટી છે જે તમને વધુ સારું પ્રદર્શન કરવામાં મદદ કરે છે. ભારત અને ઇંગ્લેન્ડ બંનેના ઘણા ખેલાડીઓએ ટેસ્ટ ક્રિકેટમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આ આવનારી પેઢીઓ માટે પ્રેરણારૂપ બનશે.