Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ind vs Eng: 'શુભમન ગિલ પણ મસાજ કરાવી રહ્યા હતા...', ઇંગ્લિશ કોચે ભારતીય કેપ્ટન પર સવાલ ઉઠાવ્યા

જસપ્રીત બુમરાહે તાળીઓ પાડીને જેક ક્રાઉલી પર કટાક્ષ કર્યો, જેનાથી સ્પષ્ટ થયું કે ભારતીય કેમ્પ આ કૃત્યથી ખુશ નથી
ind vs eng   શુભમન ગિલ પણ મસાજ કરાવી રહ્યા હતા      ઇંગ્લિશ કોચે ભારતીય કેપ્ટન પર સવાલ ઉઠાવ્યા
Advertisement
  • ઇંગ્લિશ ઓપનર જેક ક્રાઉલીએ દિવસની રમત પૂરી થાય તે પહેલાં સમય બગાડવાની રણનીતિ અપનાવી
  • ઇંગ્લેન્ડના બેટ્સમેન બીજી ઇનિંગમાં બેટિંગ કરવા આવ્યા ત્યારે રમતની 6 મિનિટ બાકી હતી
  • જેક ક્રાઉલીએ પહેલા સમય બગાડ્યો, પછી તે ઓવરના પાંચમા બોલ પર પણ ઘાયલ થઈ ગયો

Ind vs Eng: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે લોર્ડ્સ ટેસ્ટ મેચનો ત્રીજો દિવસ (12 જુલાઈ) નાટકીય રીતે સમાપ્ત થયો છે. જેમાં ઇંગ્લિશ ઓપનર જેક ક્રાઉલીએ દિવસની રમત પૂરી થાય તે પહેલાં સમય બગાડવાની રણનીતિ અપનાવી, જેના કારણે ભારતીય ટીમ ફક્ત એક જ ઓવર નાખી શકી. આ કારણે, ભારતીય ખેલાડીઓ, ખાસ કરીને કેપ્ટન શુભમન ગિલ ખૂબ ગુસ્સે દેખાતા હતા. જ્યારે ઇંગ્લેન્ડના બેટ્સમેન બીજી ઇનિંગમાં બેટિંગ કરવા આવ્યા ત્યારે રમતની 6 મિનિટ બાકી હતી. આવી સ્થિતિમાં, બે ઓવર ફેંકી શકાયા. પરંતુ જેક ક્રાઉલીએ પહેલા સમય બગાડ્યો, પછી તે ઓવરના પાંચમા બોલ પર પણ ઘાયલ થઈ ગયો. આ કારણે, ભારતીય ટીમ ફક્ત એક જ ઓવર નાખી શકી.

સાઉદીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ 2288 રન બનાવ્યા હતા

જસપ્રીત બુમરાહે તાળીઓ પાડીને જેક ક્રાઉલી પર કટાક્ષ કર્યો, જેનાથી સ્પષ્ટ થયું કે ભારતીય કેમ્પ આ કૃત્યથી ખુશ નથી. ઇંગ્લેન્ડના પેસ બોલિંગ સલાહકાર ટિમ સાઉથીએ પણ આ સમગ્ર મામલે નિવેદન આપ્યું છે. સાઉદીએ કહ્યું કે જ્યારે રમતના બીજા દિવસે શુભમન ગિલને મસાજ કરાવવામાં આવી રહ્યો હતો, ત્યારે કોઈએ કંઈ કહ્યું નહીં, રમતમાં આ બધું થતું રહે છે. ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ટિમ સાઉદીએ ત્રીજા દિવસની રમત પૂરી થયા પછી કહ્યું, 'દિવસના અંતે બંને ટીમો વચ્ચે થોડી ગરમી જોઈને સારું લાગ્યું.

Advertisement

Advertisement

ગઈકાલે શુભમન ગિલ પોતે મેદાન પર મસાજ કરાવી રહ્યો હતો, ત્યારે કોઈએ કંઈ કહ્યું નહીં. આ બધું રમતનો ભાગ છે.' ટિમ સાઉદીએ મજાકમાં કહ્યું, 'હા, ક્રોલીનો હાથ રાત્રે જોવા મળશે. આશા છે કે તે રમવા માટે ફિટ થઈ જશે.' ટિમ સાઉદીએ ગયા વર્ષે ડિસેમ્બરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. સાઉદીએ ન્યૂઝીલેન્ડ માટે 107 ટેસ્ટ મેચમાં 391 વિકેટ, 161 વનડેમાં 221 અને 126 T20 મેચમાં 164 વિકેટ લીધી હતી. સાઉદીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ 2288 રન બનાવ્યા હતા.

કેએલ રાહુલે આ વાત કહી

બીજી તરફ, ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલે જેક ક્રોલીને બચાવ કર્યો છે. રાહુલે કહ્યું કે એક ઓપનર હોવાને કારણે તે પોતે પણ આ વાત સારી રીતે સમજે છે. કેએલ રાહુલે કહ્યું, 'હું પોતે એક ઓપનર છું અને સમજી શકું છું કે ક્રોલી શું કરી રહ્યો હતો. બધા જાણે છે કે છેલ્લા પાંચ મિનિટમાં શું થયું, પરંતુ ફક્ત એક ઓપનર જ તેને સારી રીતે સમજી શકે છે. ગિલનો ગુસ્સો પણ વાજબી હતો. અમે ઇચ્છતા હતા કે બે ઓવર ફેંકવામાં આવે. આવા સમયે બેટ્સમેન માટે બે ઓવર રમવી મુશ્કેલ છે. અમે તે તકનો લાભ લેવા માંગતા હતા.'

આ પણ વાંચો: BJP Leader: સ્મશાનમાં કારની અંદર પરિણીત મહિલા સાથે અશ્લીલ હરકતો કરતા પકડાયા ભાજપ નેતા

Tags :
Advertisement

.

×