Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND vs ENG, T20 : સિરીઝની અંતિમ મેચમાં આ ખેલાડીઓને મળશે આરામ!

ટીમ ઈન્ડિયા છેલ્લી T20 માં તેના પ્લેઈંગ ઈલેવનમાં કેટલાક ફેરફારો સાથે મેદાનમાં ઉતરી શકે છે.
ind vs eng  t20   સિરીઝની અંતિમ મેચમાં આ ખેલાડીઓને મળશે આરામ
Advertisement
  1. IND vs ENG વચ્ચે 5 મેચની T20 સિરીઝની અંતિમ મેચ આજે
  2. મુંબઈ ખાતે આજે રમાશે સિરીઝની અંતિમ મેચ
  3. અર્શદીપ સિંહ અને હાર્દિક પંડ્યાને મળી શકે છે આરામ
  4. મોહમ્મદ શમીની ફરી થઈ શકે છે પ્લેઇંગ ઇલેવનમાં એન્ટ્રી

ભારત અને ઇંગ્લેન્ડ (IND vs ENG) વચ્ચે 5 મેચની T20 સિરીઝ ચાલી રહી છે, જેની છેલ્લી મેચ આજે મુંબઈમાં રમાશે. આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ 3 મેચ જીતીને અજેય લીડ મેળવી છે. આ સ્થિતિમાં, વર્કલોડને ધ્યાનમાં રાખીને, ટીમ ઈન્ડિયા છેલ્લી T20 માં તેના પ્લેઈંગ ઈલેવનમાં (Team Indian Playing XI) કેટલાક ફેરફારો સાથે મેદાનમાં ઉતરી શકે છે. આ પહેલા ચોથી મેચમાં ટીમ ઈન્ડિયાએ પણ ફેરફાર કર્યા હતા.

આ પણ વાંચો - BCCI Awards: જસપ્રીત બુમરાહ-સ્મૃતિ મંધાનાને સૌથી મોટા એવોર્ડ્સ મળ્યા, અશ્વિનને પણ મળ્યું ખાસ સન્માન

Advertisement

અર્શદીપ સિંહની જગ્યાએ મોહમ્મદ શમીને મળી શકે છે એન્ટ્રી

ક્રિકેટ એક્સપર્ટની માનીએ તો 5 મી T20 મેચમાં ટીમ ઇન્ડિયાનાં ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને (Arshdeep Singh) આરામ આપવામાં આવી શકે છે. જો કે, તેની જગ્યાએ છેલ્લા ઘણા સમયથી ટીમમાંથી બહાર અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. જણાવી દઈએ કે, મોહમ્મદ શમીએ (Mohammed Shami) વર્ષ 2023 નાં ODI વર્લ્ડ કપ પછી ઇંગ્લેન્ડ સામેની T20 શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી હતી. જો કે, તેને T20 શ્રેણીમાં ફક્ત એક જ મેચ રમવાની તક મળી, જેમાં તે ખૂબ અસરકારક રહ્યો ન હતો. T20 શ્રેણી ઉપરાંત, શમીને વનડે મેચો માટે પણ ટીમ ઈન્ડિયામાં સામેલ કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં, છેલ્લી T20 તેના માટે સારી પ્રેક્ટિસ બની શકે છે.

Advertisement

આ પણ વાંચો - AUS vs ENG, Womens Ashes 2025 : ઓસ્ટ્રેલિયાની ઐતિહાસિક જીત

હાર્દિક પંડ્યાને આરામ મળી શકે છે આરામ

અર્શદીપ સિંહ ઉપરાંત, હાર્દિક પંડ્યાને (Hardik Pandya) પણ વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ આરામ આપવામાં આવી શકે છે. હાર્દિક પંડ્યાએ ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણીમાં જોરદાર ફોર્મમાં જોવા મળ્યો છે. હાર્દિક પંડ્યાએ બોલિંગ અને બેટિંગ બંનેમાં અત્યાર સુધી અદ્ભુત પ્રદર્શન કર્યું છે. આવી સ્થિતિમાં, છેલ્લી T20 માં શિવમ દુબે (Shivam Dubey) સાથે હર્ષિત રાણાને રમતા જોઈ શકાય છે.

આ પણ વાંચો - IND vs ENG: T20Iમાં ડેબ્યૂ! ઘાતક બોલિંગે ફેરવી બાજી...આ ખેલાડી બન્યો સુપરસ્ટાર

Tags :
Advertisement

.

×