Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND vs NZ : રોહિત શર્મા બન્યો સૌથી મોટો સિક્સર કિંગ, આ દિગ્ગજ ખેલાડીને છોડ્યો પાછળ

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ બુધવારે વર્લ્ડકપ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બંને ટીમોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભારતે ગ્રૂપ સ્ટેજની તમામ નવ મેચ જીતી હતી જ્યારે ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં પહોંચનારી ચોથી ટીમ બની હતી. આ...
ind vs nz   રોહિત શર્મા બન્યો સૌથી મોટો સિક્સર કિંગ  આ દિગ્ગજ ખેલાડીને છોડ્યો પાછળ
Advertisement

ભારતીય કેપ્ટન રોહિત શર્માએ બુધવારે વર્લ્ડકપ સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બંને ટીમોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભારતે ગ્રૂપ સ્ટેજની તમામ નવ મેચ જીતી હતી જ્યારે ન્યૂઝીલેન્ડ સેમિફાઇનલમાં પહોંચનારી ચોથી ટીમ બની હતી. આ મેચમાં રોહિત શર્માએ એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે. રોહિતે હવે વર્લ્ડ કપમાં સિક્સર મારવાની બાબતમાં ક્રિસ ગેલને પાછળ છોડી દીધો છે.

રોહિત શર્મા હવે વર્લ્ડ કપમાં સિક્સર મારવાના મામલે આગળ છે . આ વર્લ્ડ કપમાં રોહિત શર્માએ અત્યાર સુધી 27 સિક્સર ફટકારી છે. ક્રિસ ગેલે 2015માં 26 સિક્સ ફટકારી હતી. તે જ સમયે, ઇયાન મોર્ગને 2019 માં 22 છગ્ગા ફટકાર્યા હતા. રોહિત શર્માએ આ મેચમાં ત્રણ છગ્ગા ફટકાર્યા છે અને તે વિશ્વ કપમાં 50 છગ્ગા મારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તે વર્લ્ડ કપમાં સૌથી વધુ સિક્સર મારનાર ખેલાડી પણ છે.

Advertisement

Advertisement

બીજી તરફ મુંબઈમાં મેચ પહેલા મોટો વિવાદ શરૂ થઈ ગયો હતો. વાનખેડે સ્ટેડિયમની પિચને લઈને વિદેશી મીડિયાએ હોબાળો મચાવ્યો છે. તેણે BCCI પર પક્ષપાતનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે BCCIએ પોતાની પસંદગીની પીચ બનાવી છે, જેથી ટીમ ઈન્ડિયાને ફાયદો થઈ શકે. સેમી ફાઈનલ કે ફાઈનલ મેચ હંમેશા નવી પીચ પર રમવી જોઈએ.

ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

ન્યુઝીલેન્ડ: ડેવોન કોનવે, રચિન રવિન્દ્ર, કેન વિલિયમસન (કેપ્ટન), ડેરીલ મિશેલ, માર્ક ચેપમેન, ગ્લેન ફિલિપ્સ, ટોમ લાથમ (વિકેટકીપર), મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, લોકી ફર્ગ્યુસન, ટ્રેન્ટ બોલ્ટ.

આ પણ વાંચો : ન્યુજીલેંડ સામે સેમિફાઇનલ મેચમાં ઉતરતાની સાથે જ વિરાટ કોહલી નીકળ્યો સચિનથી આગળ, બનાવ્યો આ મોટો રેકોર્ડ

Tags :
Advertisement

.

×