Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND vs WI: રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે વનડે ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ

ટીમ ઈન્ડિયાના ઘાતક સ્પિનરો રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે ODI ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે ગુરુવારે બ્રિજટાઉનમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં કિલર્સ બોલિંગ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે આ વર્લ્ડ...
ind vs wi  રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે વનડે ક્રિકેટમાં રચ્યો ઇતિહાસ
Advertisement

ટીમ ઈન્ડિયાના ઘાતક સ્પિનરો રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે ODI ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો છે. રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે ગુરુવારે બ્રિજટાઉનમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં કિલર્સ બોલિંગ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે આ વર્લ્ડ રેકોર્ડથી આખી દુનિયાને ચોંકાવી દીધી છે. રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે કંઈક એવું કર્યું જે ક્રિકેટના ઈતિહાસમાં પહેલાં ક્યારેય બન્યું ન હતું.

કુલદીપ અને જાડેજાએ ODI ક્રિકેટમાં  રચ્યો  ઈતિહાસ

ટીમ ઈન્ડિયાના ઘાતક સ્પિનરો રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે ગુરુવારે બ્રિજટાઉનમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં યજમાન ટીમની 10માંથી 7 વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે આ સાથે વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં મોટો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ODI ક્રિકેટના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે જ્યારે બે લેફ્ટ આર્મ સ્પિન બોલરોની જોડીએ એક જ મેચ 10 માંથી 7 વિકેટ લીધી હોય. કુલદીપ યાદવ લેફ્ટ આર્મ ચાઈનામેન બોલર છે, જ્યારે રવિન્દ્ર જાડેજા ધીમો લેફ્ટ આર્મ ફિંગર સ્પિનર ​​છે.

Advertisement

આ વર્લ્ડ રેકોર્ડે આખી દુનિયાને ચોંકાવી દીધા

રવિન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે આ વર્લ્ડ રેકોર્ડથી આખી દુનિયાને ચોંકાવી દીધી છે. કુલદીપ યાદવે ગુરુવારે બ્રિજટાઉનમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડેમાં 3 ઓવરમાં 6 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ODIમાં લેફ્ટ આર્મ ફિંગર સ્પિનર ​​રવિન્દ્ર જાડેજાએ પણ ઘાતક બોલિંગ કરી, 6 ઓવરમાં 37 રન આપીને 3 વિકેટ લીધી. કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાના સ્પિન સ્પેલ પછી, ઓપનર ઈશાન કિશનની અડધી સદીની મદદથી ભારતે બ્રિજટાઉન ખાતેની પ્રથમ વનડેમાં વેસ્ટ ઈન્ડિઝને પાંચ વિકેટથી હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી હતી.

Advertisement

ક્રિકેટની દુનિયામાં આવું પહેલીવાર બન્યું છે

ડાબોડી ચાઈનામેન સ્પિનર ​​કુલદીપ યાદવ અને ડાબોડી સ્પિનર ​​રવિન્દ્ર જાડેજાએ વેસ્ટ ઈન્ડિઝની ટીમને માત્ર 23 ઓવરમાં 114 રનમાં આઉટ કરી દીધી હતી. શાર્દુલ ઠાકુર (14 રનમાં એક વિકેટ), હાર્દિક પંડ્યા (17 રનમાં એક વિકેટ) અને મુકેશ કુમાર (22 રનમાં એક વિકેટ)એ પણ એક-એક વિકેટ લીધી હતી. જેના જવાબમાં ભારતે ઈશાન કિશન (46 બોલમાં સાત ચોગ્ગા, એક છગ્ગા સાથે 52 રન)ની અડધી સદીની મદદથી 22.5 ઓવરમાં પાંચ વિકેટે 118 રન બનાવીને આસાન વિજય નોંધાવ્યો હતો. લક્ષ્યનો પીછો કરતા, ભારતે તેના બે સૌથી અનુભવી બેટ્સમેનોમાંના એક, કેપ્ટન રોહિત શર્મા (અણનમ 12)ને સાતમા નંબરે મેદાનમાં ઉતાર્યા જ્યારે વિરાટ કોહલી ક્રીઝ પર આવ્યો ન હતો. રવિન્દ્ર જાડેજા 16 રન બનાવીને અણનમ રહ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ તરફથી ડાબોડી સ્પિનર ​​ગુડાકેશ મોતીએ 26 રનમાં બે વિકેટ ઝડપી હતી.

આ પણ  વાંચો-INDIA VS WEST INDIES 1ST ODI : ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝને 5 વિકેટે હરાવ્યું

Tags :
Advertisement

.

×