Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

'Lady Sehwag' માટે કમબેકની મોટી તક, સેમિફાઇનલ મેચમાં શેફાલી વર્મા પર સૌની નજર

જોરદાર પરફોર્મર શેફાલી વર્મા (Lady Sehwag Shafali Verma) છેલ્લે 29 ઓક્ટોબર, 2024 ના રોજ ભારત માટે વનડે રમી હતી. બરાબર એક વર્ષ અને એક દિવસ પછી, તેણીને ભારત માટે રમવાની તક મળશે. ખરાબ ફોર્મને કારણે તેણીને ટીમમાંથી બહાર કરવામાં આવી હતી.
 lady sehwag  માટે કમબેકની મોટી તક  સેમિફાઇનલ મેચમાં શેફાલી વર્મા પર સૌની નજર
Advertisement
  • એક વર્ષ અને એક દિવસ બાદ શેફાલી વર્માની ક્રિકેટ મેદાન પર વાપસી
  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મહિલા વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ટીમો ટકરાશે
  • સ્મૃતિ અને શેફાલીની જોડીના નામે દમદાર રેકોર્ડ છે

Lady Sehwag Shafali Verma : આજે ગુરુવારે ભારતીય ટીમ 2025 મહિલા વર્લ્ડ કપની સેમિફાઇનલમાં (Women's World Cup - Semi Final) ઓસ્ટ્રેલિયા (India Vs Australia) સામે ટકરાશે, ત્યારે શેફાલી વર્મા (Lady Sehwag Shafali Verma) પાસેથી મજબૂત શરૂઆતની અપેક્ષા રાખવામાં આવી રહી છે. શેફાલી પાસે પોતાને સાબિત કરવાની આનાથી સારી તક ના હોઈ શકે, તેવું જાણકારોનું માનવું છે. તેણીની તેની આક્રમક બેટિંગ શૈલી માટે "લેડી સેહવાગ" (Lady Sehwag Shafali Verma) તરીકે જાણીતી છે. શેફાલી જેવી ખેલાડીને ટીમમાં ટ્રમ્પ કાર્ડ માનવામાં આવે છે, જે એકલા હાથે મેચનું પરિણામ ફેરવવા સક્ષમ છે.

પ્રતિકા ઇજાના કારણે વર્લ્ડ કપમાંથી બહાર

શેફાલી વર્મા (Lady Sehwag Shafali Verma) છેલ્લે 29 ઓક્ટોબર, 2024 ના રોજ ભારત માટે વનડે રમી હતી. બરાબર એક વર્ષ અને એક દિવસ પછી, તેણીને ભારત માટે રમવાની તક મળશે. ખરાબ ફોર્મને કારણે તેણીને ટીમમાંથી બહાર કરવામાં આવી હતી. ત્યારબાદ, સ્મૃતિ મંધાનાની (Smriti Mandhana) નવી ભાગીદાર, પ્રતિકા રાવલના મજબૂત પ્રદર્શનને કારણે તેણીની વાપસીમાં વિલંબ થયો હતો. હાલમાં પ્રતિકા ઈજાને કારણે મહિલા વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગઈ છે, ત્યારે આ હરિયાણાની ખેલાડી તેની ગેરહાજરી ના અનુભવાય તેની ખાતરી કરવાની જવાબદારી લેશે.

Advertisement

સ્મૃતિ-પ્રતિકા જોડીનું વિભાજન મોટો આંચકો

સ્મૃતિ મંધાના (Smriti Mandhana) અને પ્રતિકા રાવલની (Pratika Rawal) જોડી ભારતની સૌથી સફળ ઓપનિંગ જોડી છે. બંનેએ 23 ઇનિંગ્સમાં 78.21 ની સરેરાશ અને 6.06 ના રન રેટથી 1799 રન બનાવ્યા છે. ઓસ્ટ્રેલિયા જેવી ટીમ સામે સેમિફાઇનલ મેચ પહેલા, આ જોડીનું તુટવું માત્ર ભારત માટે જ નહીં પરંતુ વિશ્વની કોઈપણ ટીમ માટે મોટો ઝટકો હશે. પ્રતિકાએ વર્લ્ડ કપમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. 6 ઇનિંગ્સમાં 308 રન બનાવીને, તેણીની ટુર્નામેન્ટમાં સૌથી વધુ સ્કોર કરનારી ત્રીજી ખેલાડી છે. સેમિફાઇનલમાં પહોંચ્યા પછી શેફાલી માટે સારું પ્રદર્શન કરવું માનવામાં આવે છે, તેટલું સરળ રહેશે નહીં.

Advertisement

સ્મૃતિ-શેફાલીની જોડીનો રેકોર્ડ મજબૂત

સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની જોડીનો રેકોર્ડ પણ મજબૂત છે. મંધાના અને શેફાલીએ ભારત માટે 25 વખત ODI માં એકસાથે ઓપનિંગ કરી છે. બંનેએ 37.20 ની સરેરાશ અને 5.38 ના રન રેટથી 893 રન બનાવ્યા છે. મંધાના ODI વર્લ્ડ કપમાં પણ સારા ફોર્મમાં છે. તેણે 7 ઇનિંગ્સમાં 60.83 ની સરેરાશ અને 102.53 ના સ્ટ્રાઇક રેટથી 365 રન બનાવ્યા છે.

આ પણ વાંચો -----  ક્રિકેટર રિંકુ સિંહ અને MP પ્રિયા સરોજની લવ સ્ટોરીમાં Instagramની ખાસ ભૂમિકા, ખુલ્યા રાઝ

Tags :
Advertisement

.

×