India China Ties : ડોભાલ બાદ PM મોદીને મળ્યા ચીનના વિદેશ મંત્રી,કહ્યું કે વાંગ યીને મળીને...!
India China Ties: અમેરિકા સાથે ટેરિફને લઈને ચાલી રહેલા વિવાદ દરમિયાન ચીન અને ભારત (India China Ties) વચ્ચે નિકટતા વધી રહી છે. બંને દેશો દ્વિપક્ષીય સંબંધોને વધુ સુધારવા માટે આગળ આવી રહ્યા છે. આ દરમિયાન ચીનના વિદેશ મંત્રી વાંગ યી સોમવારથી (18 ઓગસ્ટ) તેમના બે દિવસીય પ્રવાસ પર ભારત પહોંચ્યા છે. આ તબક્કે ભારત પ્રવાસે આવેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી છે. આ અગાઉ તેમણે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે પણ મુલાકાત કરી હતી. અમેરિકાની આકરી ટેરિફ નીતિઓ વચ્ચે ભારત પોતાની વ્યૂહનીતિ હેઠળ રશિયા અને ચીન સાથે વેપાર સંબંધો વધુ ગાઢ બનાવવા પ્રયત્નશીલ બન્યુ છે. વડાપ્રધાન મોદી પણ એસસીઓ શિખર સંમેલન માટે ચીનની મુલાકાત લેવાના છે.
વિદેશ મંત્રી વાંગ યીને મળીને આનંદ થયો: PM મોદી
ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે મુલાકાત બાદ વડાપ્રધાન મોદીએ પોતાના સોશિયલ મીડિયા X એકાઉન્ટ પર એક પોસ્ટ કરી છે. જેમાં તસવીર શેર કરતા તેમણે લખ્યું કે, 'વિદેશ મંત્રી વાંગ યીને મળીને આનંદ થયો. ગયા વર્ષે કાઝાનમાં રાષ્ટ્રપતિ શી સાથેની મારી મુલાકાત પછી, ભારત-ચીન સંબંધો એકબીજાના હિતો અને સંવેદનશીલતાઓ પ્રત્યે આદર રાખીને સતત પ્રગતિ કરી રહ્યા છે. હું SCO સમિટની બાજુમાં તિયાનજિનમાં આપણી આગામી મુલાકાતની રાહ જોઉં છું. ભારત અને ચીન વચ્ચે સ્થિર, અનુમાનિત, રચનાત્મક સંબંધો પ્રાદેશિક તેમજ વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિમાં નોંધપાત્ર યોગદાન આપશે.'
Glad to meet Foreign Minister Wang Yi. Since my meeting with President Xi in Kazan last year, India-China relations have made steady progress guided by respect for each other's interests and sensitivities. I look forward to our next meeting in Tianjin on the sidelines of the SCO… pic.twitter.com/FyQI6GqYKC
— Narendra Modi (@narendramodi) August 19, 2025
ગઈકાલે વાંગ યી અને ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ જયશંકર વચ્ચે મહત્ત્વપૂર્ણ બેઠક મળી હતી. જેમાં જયશંકરે ચીની અધિકારીઓનું સ્વાગત કર્યું હતું. બેઠકમાં વાંગ યી કહ્યું હતું કે, 'ભારત અને ચીન એકબીજાની સફળતામાં યોગદાન આપી શકે છે.'ત્યારબાદ આજે ચીનના વિદેશ મંત્રી સાથે મુલાકાત બાદ ડોભાલે કહ્યું હતું કે, 'બોર્ડર પર શાંતિ અને સૌહાર્દ બનેલો છે. મને આશા છે કે વિશેષ પ્રતિનિધિઓની વાતચીત સફળ થશે. આપણા વડાપ્રધાન SCO શિખર સંમેલન માટે ચીન પ્રવાસે જવાના છે. એટલા માટે આજની વાતચીત ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
આ પણ વાંચો-Mumbai Monorail Rescue: મુંબઈમાં મોનો રેલ અધવચ્ચે અટકી , લોકોને શ્વાસ લેવામાં પડી તકલીફ
અજીત ડોભાલને મળ્યા ચીનના વિદેશ મંત્રી
દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલે આજે(19 ઓગસ્ટ) ચીનના પ્રતિનિધિ સાથે પણ મુલાકાત કરી હતી. અમેરિકાના ટેરિફ બોમ્બ વિરૂદ્ધ બંને દેશો છેલ્લા કેટલાક સમયથી સંબંધો સુધારવા પ્રયાસ કરી રહ્યા છે. જેના ભાગરૂપે આજે અજિત ડોભાલે ભારતની મુલાકાતે આવેલા વિદેશ મંત્રી વાંગ યી સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં બંને દેશોની સરહદો પર શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહ્યો હોવાનું ડોભાલે જણાવ્યું હતું.
દ્વિપક્ષીય સંબંધો વધુ ગાઢ બન્યાઃ અજિત ડોભાલ
આ બેઠકમાં અજિત ડોભાલે જણાવ્યું હતું કે, 'બંને દેશોની સરહદ પર શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહ્યો છે, જે એક સકારાત્મક બાબત છે. દ્વિપક્ષીય સંબંધ વધુ ગાઢ બન્યા છે. ગતવર્ષે ઓક્ટોબરમાં કઝાનમાં એક નવુ વલણ અપનાવવામાં આવ્યું હતું, ત્યારથી બંને દેશોને ઘણો લાભ થયો છે. વિવિધ ક્ષેત્રોમાં આગળ વધવા મદદ મળી છે. અપેક્ષા છે કે, ગત વાર્તાની જેમ આ 24મી વિશેષ પ્રતિનિધિ સ્તરની વાર્તા સફળ રહેશે.'


