Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારત-ઈગ્લેન્ડ ચોથી ટ્રેસ્ટ ડ્રો પર ખત્મ, જાડેજા-સુંદરે ઇંગ્લેન્ડના પરસેવા પાડ્યા

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025ની ચોથી મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાઈ રહી છે.
ભારત ઈગ્લેન્ડ ચોથી ટ્રેસ્ટ ડ્રો પર ખત્મ  જાડેજા સુંદરે ઇંગ્લેન્ડના પરસેવા પાડ્યા
Advertisement
  • ભારત-ઈગ્લેન્ડ ચોથી ટ્રેસ્ટ ડ્રો પર ખત્મ, જાડેજા-સુંદરે ઇંગ્લેન્ડના પરસેવા પાડી નાંખ્યા

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફી 2025ની ચોથી મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ મેદાન પર રમાઈ છે. આજે (27 જુલાઈ) આ મેચનો પાંચમો અને છેલ્લો દિવસ છે. વોશિંગ્ટન સુંદર અને રવિન્દ્ર જાડેજાએ અણનમ રહીને સદી ફટકારીને મેચ ડ્રો કરી બતાવી છે. જાડેજા અને સુંદરની સદી પછી મેચ ડ્રો પર ખત્મ થઈ છે.

તમને જણાવી દઈએ કે મેચમાં ઇંગ્લેન્ડનો પહેલો દાવ 669 રન સુધી બનાવ્યા હતા. એટલે કે, યજમાન ઇંગ્લેન્ડે ભારત પર 311 રનની મોટી લીડ બનાવી હતી. અગાઉ, ભારતીય ટીમ તેની પહેલી દાવમાં ફક્ત 358 રન જ બનાવી શકી હતી. ભારતીય ટીમ પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 1-2 થી પાછળ છે, તેથી આ મેચ તેમના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Advertisement

તો બીજી ઈનિંગમાં ભારતીય ટીમની ખરાબ શરૂઆત થઈ હતી. ભારતે પોતાની પહેલી જ બે વિકેટ શૂન્ય રને ગુમાવી દીધી હતી. જોકે, ગિલ અને રાહુલ ટીમની ઇનિંગને સંભાળી હતી. રાહુલે 90 તો ગિલે 103 રન બનાવીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. જોકે, તે છતાં મેચ પર હારનું સંકટ બનેલું હતું.

Advertisement

જોકે, રાહુલ-ગિલ પછી જાડેજા અને સુંદરે ઇનિંગને સંભાળી લીધી હતી અને ઇંગ્લેન્ડના બોલરો સાથે ખેલાડીઓનો પરસેવો પાડી દીધો હતો. બંને ખેલાડીઓએ એક મોટી ભાગીદારી કરીને ટીમને હારમાંથી બચાવીને મેચને ડ્રો કરાવી દીધી હતી.

આ પણ વાંચો- એશિયા કપમાં ભારત- પાકિસ્તાનની મેચ રમાશે? BCCIએ કરી સ્પષ્ટતા

Tags :
Advertisement

.

×