ફાસ્ટ બોલર Jasprit Bumrah એ હાસ્ય રેલાવ્યું, ચાલુ સંવાદમાં 'પત્ની'નો ફોન આવતા મલકાયો
- જસપ્રીત બુમરાહ લોર્ડસ ઓનર બોર્ડમાં સામેલ
- ચાલુ પ્રેસવાર્તામાં રિપોર્ટરની પત્નીનો ફોન આવતા મલકાયો
- ફાસ્ટ બોલરે સ્થળ પર હાસ્યનું મોજું ફેરવી દીધું
Jasprit Bumrah : લોર્ડ્સ ટેસ્ટ મેચના (LORDS MATCH) બીજા દિવસ પછી બુમરાહ (FAST BOWLER JASPRIT BUMRAH) પ્રેસ કોન્ફરન્સમાં હતો. આ દરમિયાન તેણે પોતાની આગવી સ્ટાઇલથી બધાનું દિલ જીતી લીધું. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પત્રકારની પત્નીએ ફોન કર્યો, પરંતુ રમુજી રીતે જસપ્રીત બુમરાહએ ફોન ઉપાડવાનો ઇનકાર કર્યો હતો. જેને પગલે વાતાવરણમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું.
“Somebody’s wife is calling!”
Jasprit Bumrah reacts to a reporter’s phone going off during a press conference 😂 pic.twitter.com/SSfa9akUKZ
— ESPNcricinfo (@ESPNcricinfo) July 11, 2025
આગવી સ્ટાઇલથી બધાનું દિલ જીતી લીધું
ભારતીય ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ મેદાન પર તેના શાંત સ્વભાવ માટે જાણીતા છે. જો કે, પ્રેસ કોન્ફરન્સ દરમિયાન બુમરાહ પણ એક અલગ જ અંદાજમાં જોવા મળ્યા છે. લોર્ડ્સ ટેસ્ટ મેચના બીજા દિવસ પછી બુમરાહ પ્રેસ કોન્ફરન્સમાં હાજર હતા, અને પોતાનું સંબોધન આપી રહ્યા હતા. જ્યાં તેઓએ પોતાની આગવી સ્ટાઇલથી બધાનું દિલ જીતી લીધું હતું. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન એક પત્રકારની પત્નીનો ફોન આવ્યો હતો, પરંતુ રમુજી રીતે જસપ્રીત બુમરાહએ ફોન ઉપાડવાનો ઇનકાર કરી દીધો હતો.
પણ હું ફોન ઉપાડીશ નહીં
લોર્ડ્સ ટેસ્ટ મેચનો બીજો દિવસ પૂરો થયા પછી, જસપ્રીત બુમરાહ ભારતીય ટીમ માટે પ્રેસ કોન્ફરન્સમાં આવ્યો હતો. ત્યાં, જ્યારે તે સચિન તેંડુલકર સાથે વાત કરી રહ્યો હતો, ત્યારે એક પત્રકારના ફોન પર ફોન આવ્યો. આ જોઈને બુમરાહ બોલ્યો, 'કોઈની પત્ની ફોન કરી રહી છે, પણ હું ફોન ઉપાડીશ નહીં. મેં તેને આમ જ છોડી દીધો છે.' આટલું કહ્યા પછી, બુમરાહ હસવા મલકાતો જોવા મળ્યો હતો, તેને જોતા બાકીના બધા પત્રકારો પણ હસતા જોવા મળ્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં જસપ્રીત બુમરાહના આ રમુજી અંદાજનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ઓનર્સ બોર્ડમાં સામેલ થવું સારી વાત છે
અત્રે નોંધનીય છે કે, જસપ્રીત બુમરાહે આ મેચમાં 74 રન આપીને 5 વિકેટ લીધી છે. આ સાથે બુમરાહે લોર્ડ્સ ઓનર્સ બોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ વિશે પૂછવામાં આવતા જસપ્રીત બુમરાહે કહ્યું, 'ઓનર્સ બોર્ડમાં સામેલ થવું સારી વાત છે. મારા પુત્રને આ વિશે જણાવવું પડશે.' ઇંગ્લેન્ડ સામેની વર્તમાન શ્રેણીમાં બુમરાહે 3 ઇનિંગ્સમાં બોલિંગ કરી છે. આમાંથી 2 ઇનિંગ્સમાં તેણે 5 વિકેટ પણ લીધી છે. હવે બુમરાહ બીજી ઇનિંગ્સમાં પણ શાનદાર બોલિંગ કરવા માંગશે.
આ પણ વાંચો ---- IND vs ENG 3rd Test : લોર્ડ્સ ટેસ્ટમાં શુભમન ગિલે તોડ્યો વિરાટ કોહલીનો રેકોર્ડ!


