Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતે પાકિસ્તાનને જીતવા માટે 248 રનનો ટાર્ગેટ આપ્યો, છેલ્લા બોલે ઇન્ડિયાની ટીમ 247માં ઓલઆઉટ

આ મેચમાં પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સનાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.ભારતે 247 રનમાં ઓલઆઉટ થઇ ગઇ.
ભારતે પાકિસ્તાનને જીતવા માટે 248 રનનો ટાર્ગેટ આપ્યો  છેલ્લા બોલે ઇન્ડિયાની ટીમ 247માં ઓલઆઉટ
Advertisement
  • WomensWorldCup:  ભારતે પાકિસ્તાનને જીતવા માટે 248 રનનો ટાર્ગેટ આપ્યો
  • ભારતની ટીમ છેલ્લા બોલે 247 રનમાં સમેટાઇ ગઇ
  • પાકિસ્તાને ટોસ જીતીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતું

ICC મહિલા વનડે વર્લ્ડ કપ 2025 ની છઠ્ઠી લીગ મેચ  રવિવારે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમ અને પાકિસ્તાનની ટીમ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સનાએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.ભારતે 247 રનમાં ઓલઆઉટ થઇ ગઇ. પાકિસ્તાનને જીતવા માટે 248 રનનો ટાર્ગેટ આપ્યો છે.

WomensWorldCup:  ભારતે પાકિસ્તાનને જીતવા માટે 248 રનનો ટાર્ગેટ આપ્યો

નોંધનીય છે કે પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમના પ્રતીકા રાવલ ૩૧ રન અને સ્મૃતિ મંધાના ૨૩ રન એ પ્રથમ વિકેટ માટે 48 રનની સારી શરૂઆત અપાવી હતી. જોકે, મંધાનાની વિકેટ પડ્યા બાદ ભારતીય ઇનિંગ્સમાં સંઘર્ષ જોવા મળ્યો. કેપ્ટન હરમનપ્રીત કૌર પણ માત્ર 19 રન જ બનાવી શકી, જ્યારે હરલીન દેઓલે 46 રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સ રમીને ટીમના સ્કોરને આગળ ધપાવ્યો. જેમિમા રોડ્રિગ્સે પણ ૩૨ રનનું યોગદાન આપ્યું હતું, જ્યારે સ્નેહ રાણા 20 રન બનાવીને આઉટ થઈ ગઇ.ભારતે પાકિસ્તાનને જીતવા માટે 248 રનનો ટાર્ગેટ આપ્યો.

Advertisement

WomensWorldCup: ભારત છેલ્લા બોલે થઇ ઓલઆઉટ

ઉલ્લેખનીય છે ભારતીય ટીમ 247 રનમાં ઓલઆઉટ થઇ ગઇ છે. પાકિસ્તાનને જીતવા માટે 248 રનનો ટાર્ગેટ આપ્યો છે.આ મેચમાં ભારતીય ટીમમાં અમનજોત કૌરની જગ્યાએ રેણુકા ઠાકુરને સ્થાન મળ્યું છે. મેચ દરમિયાન ખેલાડીઓ અને ચાહકોને મચ્છરોથી બચાવવા માટે સ્પ્રયનો ઉપયોગ કરવાને કારણે મેચને થોડા સમય માટે રોકવામાં પણ આવી હતી. ભારતીય ઇનિંગ્સ 247 રનમાં સમેટાઇ ગઇ હતી.

Advertisement

આ પણ વાંચો:    મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં પણ  ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે પાકિસ્તાની કેપ્ટન સાથે હાથ ન મિલાવ્યા

Tags :
Advertisement

.

×