Dodda Ganesh નો રોષ છલકાયો, લખ્યું, 'આ ક્રિકેટરને છઠ્ઠા નંબર પર મોકલવો ગંભીર ગુનો...!'
- ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં ભારત હાર્યું
- પૂર્વ ખેલાડી ડોડ્ડા ગણેશે ભારતીય ટીમની રણનિતી સામે સવાલો ઉઠાવ્યા
- સોશિયલ મીડિયા પર ધારદાર કોમેન્ટ લખી
Dodda Ganesh On K L Rahul : ભારત ઓસ્ટ્રેલિયા (India Lost Against Australia) સામેની પહેલી વનડે મેચ 7 વિકેટથી હારી ગયું છે. ભારતીય ટીમ ખૂબ જ મજબૂત દેખાઈ રહી હતી, જેમાં બેટિંગનું લાઇનઅપ કોઈપણ બોલિંગના આક્રમણને તબાહ કરવા સક્ષમ હતું. જો કે, પ્રથમ વનડેમાં ભારતીય બેટિંગ ખરાબ રીતે પડી ભાંગી હતી. બીજી વનડે જીતવા માટે ભારતે ઘણી ખામીઓ દૂર કરવી પડશે. દરમિયાન તે પહેલાં, પૂર્વ ખેલાડી ડોડ્ડા ગણેશે (Dodda Ganesh On K L Rahul) પહેલી મેચ દરમિયાન ટીમ ઇન્ડિયાની રણનીતિ પર સવાલ ઉઠાવ્યા છે. અને પોતાની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર બેબાક બનીને લખી છે. હકીકતમાં, કેએલ રાહુલને છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા મોકલવામાં આવ્યો હતો.
Ok then. India will not change its strategy. Its criminal to push a batsman of KL Rahul’s quality to no 6 🙏 #AUSvIND https://t.co/z3XRRI8u8L
— Dodda Ganesh | ದೊಡ್ಡ ಗಣೇಶ್ (@doddaganesha) October 19, 2025
છઠ્ઠા નંબર પર મોકલવો એ ગુનો છે
જ્યારે કેએલ રાહુલ છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવ્યો હતો, ત્યારે ડોડ્ડા ગણેશે (Dodda Ganesh On K L Rahul) સોશિયલ મીડિયા પર લખ્યું, "ઠીક છે, તો પછી ભારત તેની રણનીતિ નહીં બદલે. કેએલ રાહુલ જેવા બેટ્સમેનને છઠ્ઠા નંબર પર મોકલવો એ ગુનો છે." તેમણે એમ પણ લખ્યું તે, "ભગવાનની ખાતર, કૃપા કરીને કેએલ રાહુલને પાંચમા નંબર પર બેટિંગ કરવા દો; તેને છઠ્ઠા નંબર પર બગાડો નહીં."
તે સૌથી વધુ રન બનાવનાર ભારતીય ખેલાડી હતો
ઓસ્ટ્રેલિયા સામે પાંચમા નંબરે બેટિંગ કરી રહેલા અક્ષર પટેલે ત્રણ ચોગ્ગા સાથે 31 રન બનાવ્યા હતા, જ્યારે છઠ્ઠા નંબરે બેટિંગ કરી રહેલા રાહુલે 31 બોલમાં બે છગ્ગા અને બે ચોગ્ગા સાથે 38 રન બનાવ્યા હતા. પ્રથમ વનડેમાં કેએલ રાહુલ ભારતનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી વનડે 23 ફેબ્રુઆરીએ એડિલેડમાં સવારે 6 વાગ્યે શરૂ થશે. હવે ડોડ્ડા ગણેશ (Dodda Ganesh On K L Rahul) દ્વારા કરવામાં આવેલી કોમેન્ટની કોઇ અસર થાય છે કે નહીં, તે જોવા માટે આગામી વન ડે મેચની રાહ જોવી પડશે. જો કે, આ પહેલી વખત નથી, કે ક્રિકેટ સાથે સંકળાયેલા વ્યક્તિએ ધારદાર કોમેન્ટ રજુ કરી હોય. ક્રિકેટનું હિત જેના હૈયે વસેલું છે, તે અવાર-નવાર ભારતીય ટીમની ખામીઓને ઉજાગર કરતા રહે છે.
આ પણ વાંચો ---- મહિલા ક્રિકેટર Smriti Mandhana ની સૌથી મોટી લાઇફ અપડેટ, ટૂંક સમયમાં દુલ્હનીયા બનશે


