India-Pak ODI : એકદમ નાના કારણોસર મેચ રોકવી પડી, ધૂમાડાનો ઉપાય બેઅસર
- ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમ વચ્ચે આજે મેચ રમાઇ રહી છે
- કોલંબોના મેદાનમાં ચાલુ મેચમાં મચ્છરોનો ઉપદ્રવ જારી
- મચ્છરોના કારણે અગવડ પડતી હોવાથી 15 મિનિટ માટે મેચ રોકવી પડી
India-Pak ODI : કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમો (India - Pakistan Female Team Match) વચ્ચે 2025 ODI વર્લ્ડ કપ મેચ રમાઈ રહી છે. ભારતીય ટીમ પહેલા બેટિંગ કરી રહી છે. ટીમ ઈન્ડિયાની ઇનિંગ દરમિયાન, અમ્પાયરોએ અચાનક 15 મિનિટ માટે રમત બંધ કરવી પડી (Match On Holt), જોકે તેનું કારણ વરસાદ કે, ખરાબ હવામાન ન હતું. હકીકતમાં, મેદાન પર મચ્છરોનો ઉપદ્રવ (Mosquito Attack) હતો, જેના કારણે ખેલાડીઓને નોંધપાત્ર મુશ્કેલી પડી રહી હતી. આ સમસ્યાને ઉકેલવા માટે, અમ્પાયરોએ 15 મિનિટ માટે રમત બંધ કરવાનો નિર્ણય લીધો જેથી જંતુનાશક દવાનો છંટકાવ કરી શકાય.
Match stopped due to Mosquito 🦟....#WomensWorldCup2025 #INDvsPAK
— Sarcasm (@sarcastic_us) October 5, 2025
દવાનો છંટકાવ કર્યા પછી પણ સમસ્યાઓ ઓછી ના થઈ
ભારતીય ટીમ આ મેચમાં પહેલા બેટિંગ કરી રહી છે, પરંતુ મચ્છરોને કારણે ભારતીય ખેલાડીઓ બેટિંગ કરતી વખતે નોંધપાત્ર અગવડ અનુભવી રહી હોય તેવું લાગતું હતું. ટીમ ઈન્ડિયાની કેપ્ટન હરમનપ્રીત કૌરે આ બાબતે મેદાન પરના અમ્પાયરો સાથે પણ વાત કરી હતી. જંતુનાશક દવાનો છંટકાવ કર્યા પછી જ્યારે રમત ફરી શરૂ થઈ, ત્યારે પરિસ્થિતિમાં કોઈ ખાસ ફેરફાર થયો ના હતો, મેદાનની આસપાસ મોટી સંખ્યામાં મચ્છરો સ્પષ્ટપણે દેખાતા હતા. જેના કારણે અગવડ ચાલુ જ રહી હતી.
સ્મૃતિ મંધાના અને કેપ્ટન હરમનપ્રીત કૌર બેટિંગથી નિરાશ
પાકિસ્તાન સામેની આ મેચમાં ભારતીય ટીમના બેટ્સમેનોથી બધાને સારા પ્રદર્શનની અપેક્ષા હતી, જેમાં મોટાભાગની નજર સ્મૃતિ મંધાના અને કેપ્ટન હરમનપ્રીત કૌર પર કેન્દ્રિત હતી. જો કે, આ બાબતે બંને નિરાશ થયા છે. સ્મૃતિ મંધાના માત્ર 23 રન બનાવીને આઉટ થઈ ગઈ, જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌર માત્ર 19 રન જ બનાવી શકી છે. આ મેચમાં હરલીન દેઓલે ચોક્કસપણે 46 રન બનાવ્યા છે, જ્યારે પ્રતિકા રાવલે પણ 31 રન બનાવ્યા છે.
આ પણ વાંચો ----- મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં પણ ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરે પાકિસ્તાની કેપ્ટન સાથે હાથ ન મિલાવ્યા


