India-Pakistan War : યુદ્ધની સ્થિતિને પહોંચી વળવા અમદાવાદ રેડક્રોસ દ્વારા કરવામાં આવી વિશેષ તૈયારીઓ
- યુદ્ધની સ્થિતિને પહોંચી વળવા રાજ્યની બ્લડ બેન્કો તૈયાર
- અમદાવાદ રેડક્રોસ દ્વારા કરવામાં આવી વિશેષ તૈયારીઓ
- 15 હજાર બ્લડ યુનિટ તૈયાર જેના 45 હજાર કમ્પોનન્ટ્સ તૈયાર
- ત્રણ જિલ્લામાં પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી
ભારત-પાકિસ્તાન વચ્ચે હાલ ચાલી રહેલ તણાવની સ્થિતિને લઈ ભારત દ્વારા આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. જેના ભાગરૂપે અમદાવાદ રેડક્રોસ દ્વારા વિશેષ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. અમદાવાદ સહિત રાજ્યની બ્લડ બેંકો દ્વારા પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદ રેડક્રોસ સોસાયટી દ્વારા 15 હજાર બ્લડ યુનિટ તૈયાર કરવામાં આવ્યા છે. જેના કમ્પોનન્ટ્સ પણ 45 હજાર તૈયાર છે.
બ્લડનો મોટો જથ્થો પણ તૈયાર રખાયો
ગુજરાતના ત્રણ જિલ્લામાં વિશેષ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. બ્લડનો મોટો જથ્થો પણ તૈયાર રાખવામાં આવ્યો છે. તેમજ ત્રણ જિલ્લામાં એમ્બ્યુલન્સ અને ડોક્ટરની ટીમ સ્ટેન્ડબાય રખાઈ છે. તેમજ ફર્સ્ટ એડ કીટ પણ મોટા પ્રમાણમાં તૈયાર રાખવામાં આવી છે.
બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના ડોક્ટર પ્રકાશ પરમારે જણાવ્યું હતું કે, ગુજરાત આરોગ્ય વિભાગના સહયોગથી ગુજરાત રેડક્રોસની 25 બ્લડ બેંકમાં ચેરમેન અજય પટેલ દ્વારા એવું આયોજન કરવામાં આવ્યું છે કે હાલમાં તાત્કાલીક 45000 લોકોને બ્લડ આપી શકાય તેટલી ફેસીલીટી છે. તેમજ બોર્ડ વિસ્તાર જેવા કે કચ્છ, બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં પણ અમારી બ્રાંચ છે. તેમજ ગુજરાત સરકારના માર્ગદર્શન મુજબ બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ LIVE: India- Pakistan War : 'કોઈપણ આતંકવાદી કૃત્યને યુદ્ધ ગણવામાં આવશે', ભારત સરકારનો સ્પષ્ટ સંદેશ
- Beta
Beta feature