India- Pakistan War : માતા વૈષ્ણો દેવી મંદિર પાસે જોવા મળ્યા ડ્રોન, કચ્છના સરહદી વિસ્તારમાં મોબાઈલ સેવા બંધ
અમેરિકાની મધ્યસ્થી પછી, ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ પર સંમત થયા છે. ભારત વતી વિદેશ મંત્રી વિક્રમ મિશ્રીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે પાકિસ્તાનની સેનાના ડીજીએમઓએ તણાવ ઓછો કરવા માટે ભારતીય સેનાના ડીજીએમઓનો સંપર્ક કર્યો હતો. આ પછી ભારત પોતાની શરતો પર યુદ્ધવિરામ માટે સંમત થયું. યુદ્ધવિરામ પર આગળની કાર્યવાહી માટે બંને દેશોના ડીજીએમઓ 12 મેના રોજ ફરી વાતચીત કરશે.
અગાઉ, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના ટ્રુથ સોશિયલ હેન્ડલ પરથી આ જાહેરાત કરી હતી. આના થોડા સમય પછી, પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઇશાક ડારે પણ તેમના X હેન્ડલ પરથી એક પોસ્ટમાં આ વાતની પુષ્ટિ કરી.
22 એપ્રિલે પહેલગામમાં થયેલી આતંકવાદી ઘટના બાદથી ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત તણાવ ચાલી રહ્યો હતો. આ હુમલામાં આતંકવાદીઓએ 26 પ્રવાસીઓને ગોળી મારીને મારી નાખ્યા હતા. આ પછી, 7 મેના રોજ, ભારતે હવાઈ હુમલામાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં જૈશ, લશ્કર અને હિઝબુલ મુજાહિદ્દીનના 9 આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો. ભારતની જવાબી કાર્યવાહીમાં જૈશના વડા મૌલાના મસૂદ અઝહરના પરિવારના 14 સભ્યો સહિત 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા. આ પછી, પાકિસ્તાને ભારત પર અસફળ ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા, જેનો તેને યોગ્ય જવાબ મળ્યો.
બનાસકાંઠામાં 24 ગામમાં બ્લેકઆઉટ કરાયુ
May 10, 2025 10:19 pm
બનાસકાંઠામાં 24 ગામમાં બ્લેકઆઉટ કરાયુ નાગરિકોને અફવાથી દૂર રહેવાની કલેક્ટરની સૂચના સરહદીય ગામમાં તકેદારીના ભાગરુપે બ્લેક આઉટ
ઉધમપુરમાં ડ્રોન દેખાયા
May 10, 2025 9:28 pm
J&K | ઉધમપુરમાં બ્લેકઆઉટ વચ્ચે ભારતના હવાઈ સંરક્ષણ દળે પાકિસ્તાની ડ્રોનને અટકાવ્યા ત્યારે લાલ પટ્ટીઓ દેખાય છે અને વિસ્ફોટો સંભળાય છે.
#WATCH | J&K | Red streaks seen and explosions can be heard as India's air defence intercepts Pakistani drones amid blackout in Udhampur
— ANI (@ANI) May 10, 2025
(Visuals deferred by an unspecified time) pic.twitter.com/oQO8RwhBfm
પઠાણકોટ અને ફિરોઝપુરમાં પણ બ્લેક આઉટ
May 10, 2025 9:24 pm
પઠાણકોટમાં ફરી એકવાર અંધારપટ છવાઈ ગયો છે અને સમગ્ર જિલ્લાની લાઈટો બંધ કરી દેવામાં આવી છે. ફિરોઝપુરમાં પણ અંધારપટ છવાઈ ગયો છે. વહીવટીતંત્રે જણાવ્યું હતું કે સાવચેતીના પગલા તરીકે બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે.
જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કર્યું
May 10, 2025 9:09 pm
જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કરી આપી જાણકારી
What the hell just happened to the ceasefire? Explosions heard across Srinagar!!!
— Omar Abdullah (@OmarAbdullah) May 10, 2025
પાકિસ્તાને યુદ્ધવિરામનો ભંગ કર્યો, આંતરરાષ્ટ્રીય સરહદ પર ગોળીબાર કર્યો
May 10, 2025 8:53 pm
ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામની જાહેરાતના થોડા કલાકોમાં જ પાકિસ્તાને ફરી પોતાનો અસલી ચહેરો બતાવી દીધો. તેમણે LoC પર ગોળીબાર કર્યો છે, જેનો ભારતીય સેનાએ યોગ્ય જવાબ આપ્યો છે. પાકિસ્તાને જમ્મુના ઘણા વિસ્તારોમાં ગોળીબાર કર્યો.
પાકિસ્તાને યુદ્ધવિરામની જાહેરાત કરી
May 10, 2025 6:11 pm
પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન ઇશાક ડારે તેમના X હેન્ડલ પર જાહેરાત કરી કે તેમનો દેશ યુદ્ધવિરામ માટે તૈયાર છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું, 'પાકિસ્તાન અને ભારત તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ પર સંમત થયા છે.' પાકિસ્તાન હંમેશા તેની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા સાથે સમાધાન કર્યા વિના આ ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા માટે પ્રયત્નશીલ રહ્યું છે.
Pakistan and India have agreed to a ceasefire with immediate effect. Pakistan has always strived for peace and security in the region, without compromising on its sovereignty and territorial integrity!
— Ishaq Dar (@MIshaqDar50) May 10, 2025
ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે તૈયાર : ટ્રમ્પ
May 10, 2025 6:09 pm
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે તેમના ટ્રુથ સોશિયલ હેન્ડલ પરથી એક પોસ્ટમાં દાવો કર્યો હતો કે તેમના હસ્તક્ષેપ બાદ ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ માટે સંમત થયા છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું, 'યુનાઇટેડ સ્ટેટ્સની મધ્યસ્થી હેઠળ રાતભર ચાલેલી લાંબી વાટાઘાટો પછી, મને જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે.' સામાન્ય સમજ અને મહાન સંવેદનશીલતાનો ઉપયોગ કરવા બદલ બંને દેશોને અભિનંદન. આ બાબત પર ધ્યાન આપવા બદલ બંને દેશોનો આભાર!
— Donald J. Trump (@realDonaldTrump) May 10, 2025
ભારતે આ રીતે પાકિસ્તાનના ડ્રોનને તોડી પાડ્યું, જુઓ વીડિયો
May 10, 2025 4:47 pm
પાકિસ્તાન તરફથી છોડવામાં આવેલા બોમ્બને સુરક્ષા દળો અને NSG (નેશનલ સિક્યુરિટી ગાર્ડ) ના બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો. આ ડ્રોન જમ્મુ નજીકના એક ગામમાં મળી આવ્યું હતું.
#WATCH | Jammu: Loitering munition fired by Pakistan was destroyed by the bomb disposal squad of security forces and NSG (National Security Guard). This drone was found in a village near Jammu. pic.twitter.com/jSj1eKroSy
— ANI (@ANI) May 10, 2025
કચ્છમાં વધુ એક પાકિસ્તાની ડ્રોન દેખાયું
May 10, 2025 4:03 pm
કચ્છમાં વધુ એક પાકિસ્તાની ડ્રોન દેખાયું, અબડાસાના સાંઘી નજીક ડ્રોન તોડી પડાયું, ભુજના નાગૌર પાસે બે ડ્રોન તોડી પડાયા
કચ્છમાં વધુ એક પાકિસ્તાની ડ્રોન દેખાયું
— Gujarat First (@GujaratFirst) May 10, 2025
અબડાસાના સાંઘી નજીક ડ્રોન તોડી પડાયું
ભુજના નાગૌર પાસે બે ડ્રોન તોડી પડાયા@CMOGuj @vishvek11 @Bhupendrapbjp @CRPaatil @sanghaviharsh @vishvek11 @IAF_MCC @indiannavy @IndiannavyMedia @rajnathsingh @HMOIndia @PMOIndia @AmitShah… pic.twitter.com/p1fUsCcqte
જૈશનો ટોચનો કમાન્ડર મહોમ્મદ હસન પણ ઠાર
May 10, 2025 4:02 pm
જૈશનો ટોચનો કમાન્ડર મહોમ્મદ હસન પણ ઠાર, મુદસ્સર કાદિયાન ઉર્ફે અબુ ઝુંદાલ થઇ ગયો ખતમ
-જૈશનો ટોચનો કમાન્ડર મહોમ્મદ હસન પણ ઠાર
— Gujarat First (@GujaratFirst) May 10, 2025
-મુદસ્સર કાદિયાન ઉર્ફે અબુ ઝુંદાલ થઇ ગયો ખતમ#IndianNavyAction #IndianArmy #Jammu #PakistanIsATerrorState #IndianAirDefence #BreakingNews #DroneAttack#OperationSindoor2 #IndiaPakistanWar #IndiaPakistanTensions #s400missile… pic.twitter.com/OaFUdaPlDu
કેન્દ્રીય ગૃહમંત્રાલયની રેડ સાયરન અંગે ગાઇડલાઇન
May 10, 2025 3:57 pm
કેન્દ્રીય ગૃહમંત્રાલયની રેડ સાયરન અંગે ગાઇડલાઇન, એર રેડ સાયરનનો ઉપયોગ ન કરવાનું આપ્યું છે સૂચન, ગુજરાત ફર્સ્ટ તમામ સરકારી ગાઇડલાઇનનું કરશે પાલન
-કેન્દ્રીય ગૃહમંત્રાલયની રેડ સાયરન અંગે ગાઇડલાઇન
— Gujarat First (@GujaratFirst) May 10, 2025
-એર રેડ સાયરનનો ઉપયોગ ન કરવાનું આપ્યું છે સૂચન
-ગુજરાત ફર્સ્ટ તમામ સરકારી ગાઇડલાઇનનું કરશે પાલન@vishvek11 @IAF_MCC @indiannavy @IndiannavyMedia @rajnathsingh @HMOIndia @PMOIndia @AmitShah @narendramodi @DefenceMinIndia… pic.twitter.com/TxiEDTzmMF
રાજ્યમાં પ્રવર્તમાન સ્થિતિને લઈને CM Bhupendra Patel એ મહત્વની બેઠક કરી
May 10, 2025 3:56 pm
રાજ્યમાં પ્રવર્તમાન સ્થિતિને લઈને CM Bhupendra Patel એ મહત્વની બેઠક કરી
રાજ્યમાં પ્રવર્તમાન સ્થિતિને લઈને CM Bhupendra Patel એ મહત્વની બેઠક કરી @CMOGuj @vishvek11 @Bhupendrapbjp @CRPaatil @sanghaviharsh @vishvek11 @IAF_MCC @indiannavy @IndiannavyMedia @rajnathsingh @HMOIndia @PMOIndia @AmitShah @narendramodi @DefenceMinIndia @SpokespersonMoD… pic.twitter.com/4jJIMyLdMs
— Gujarat First (@GujaratFirst) May 10, 2025
રાજસ્થાનના જેસલમેરમાં રેલ્વે સ્ટેશન બંધ
May 10, 2025 3:45 pm
પાકિસ્તાન સાથે વધતા સંઘર્ષને ધ્યાનમાં રાખીને, રાજસ્થાનના જેસલમેરમાં રેલ્વે સ્ટેશન બંધ કરી દેવામાં આવ્યું છે. લોકોને પોતાના ઘરોમાં રહેવાની સૂચના આપવામાં આવી છે.


