ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

India-Pakistan War: યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય સેના પાકિસ્તાનને આપી રહ્યા છે વળતો જવાબ

યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય સેના પાકિસ્તાનને આપી રહ્યા છે વળતો જવાબ - સાંબા સેક્ટરમાં પાકિસ્તાનના હુમલાનો પ્રયાસ નિષ્ફળ ભારતે પાકિસ્તાનના ડ્રોનને હવામાં જ ધ્વસ્ત કરી દીધું Operation Sindoor: શુક્રવાર રાતે ફરીથી ડ્રોન એટેક કર્યો છે. જમ્મુ, સાંબા, પઠાણકોટ સાથે સાથે...
09:49 PM May 09, 2025 IST | Hiren Dave
યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય સેના પાકિસ્તાનને આપી રહ્યા છે વળતો જવાબ - સાંબા સેક્ટરમાં પાકિસ્તાનના હુમલાનો પ્રયાસ નિષ્ફળ ભારતે પાકિસ્તાનના ડ્રોનને હવામાં જ ધ્વસ્ત કરી દીધું Operation Sindoor: શુક્રવાર રાતે ફરીથી ડ્રોન એટેક કર્યો છે. જમ્મુ, સાંબા, પઠાણકોટ સાથે સાથે...
DroneAttack

Operation Sindoor: શુક્રવાર રાતે ફરીથી ડ્રોન એટેક કર્યો છે. જમ્મુ, સાંબા, પઠાણકોટ સાથે સાથે વિસ્તારમાં પાકિસ્તાની ડ્રોન્સ દેખાઈ રહ્યા છે. એર ડિફેન્સ યૂનિટ્સ તેને ખતમ કરવામાં લાગી ગઈ છે. આ દરમ્યાન એલઓસી પર ભીષણ ગોળીબાર#DroneAttack બ પણ થઈ રહ્યો છે. પંજાબના ફિરોઝપુરમાં પણ સતત ધમાકાનો અવાજ સંભળાઈ રહ્યો છે. ભારત અને પાકિસ્તાનની વચ્ચે યુદ્ધની આશંકાઓ દેખાઈ રહી છે. સરહદી વિસ્તારમાં હાઈ એલર્ટ છે. આખા દેશમાં સિક્યોરિટી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે જોડાયેલી સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે. જનતાને જાગૃત કરવામાં આવી રહ્યા છે. કારણ કે પાકિસ્તાનની ફોજ બેશર્મી પર ઉતરી આવી છે.

ભારતે પાકિસ્તાનના ડ્રોનને હવામાં જ ધ્વસ્ત કરી દીધું

પોખરણમાં આકાશમાં એક પાકિસ્તાની ડ્રોન ઉડતું જોવા મળ્યું. પાકિસ્તાન સતત ડ્રોન હુમલા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આર્મી કેન્ટ અને આસપાસના વિસ્તારોમાં હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આર્મી એર ડિફેન્સ દ્વારા ડ્રોન પર સતત ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે. જાણકાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ડ્રોનને હવામાં ડ્રોનને હવામાં જ ધ્વસ્ત કરી દીધું છે. શહેરની નજીક સતત મોટા વિસ્ફોટો થઈ રહ્યા છે.આ પહેલા ઉરી અને પૂંછ બાદ કુપવાડામાં ફરી ગોળીબાર શરૂ થયો છે. LoC પર પૂંછમાં બે ગોળા પડ્યા છે. પડોશી દેશે ફરી એકવાર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે અને પૂંછના સરહદી વિસ્તારમાં બે ગોળીબાર કર્યા છે. જે બાદ ભારત તરફથી યોગ્ય જવાબ આપવામાં આવી રહ્યો છે.

સરહદ પારથી ફરી એકવાર યુદ્ધવિરામ

સરહદ પારથી પાકિસ્તાન તરફથી ફરી એકવાર યુદ્ધવિરામ ભંગની નવી ઘટનાઓ સામે આવી છે. શુક્રવારે સાંજે જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં સરહદ પારથી ગોળીબાર થયો છે. મળતી માહિતી મુજબ, ઉરી સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર શરૂ થયો છે. જેના કારણે સરહદી વિસ્તારોમાં ગભરાટનો માહોલ સર્જાયો છે.(India-Pakistan War) આ પછી, પૂંછ અને કુપવાડા સેક્ટરમાં પણ પાકિસ્તાન દ્વારા સરહદ પારથી ગોળીબાર કરવામાં આવ્યો છે. સરહદ પારથી મોર્ટાર છોડવામાં આવ્યા છે. નૌગામ હંદવાડા સેક્ટરમાં પણ પાકિસ્તાન દ્વારા ગોળીબાર કરવામાં આવ્યો હતો.

દેશના સાત સંવેદનશીલ વિસ્તારમાં લશ્કરી પ્રવૃતિ સક્રિય

હાલમાં, દેશભરમાં સાતથી વધુ સંવેદનશીલ સ્થળોએ લશ્કરી પ્રવૃત્તિ તીવ્ર બની છે. સાંબા, જમ્મુ અને પઠાણકોટમાં ડ્રોન પ્રવૃત્તિઓ સાથે ગોળીબાર અને બ્લેકઆઉટના અહેવાલો છે. ઉત્તર કાશ્મીરના કુપવાડા, ઉરી, નૌગામ-હંદવાડા સેક્ટર અને પૂંછમાં નિયંત્રણ રેખા નજીક ભારે ગોળીબાર ચાલુ છે. સુરક્ષા દળો સંપૂર્ણ સતર્કતા સાથે દરેક મોરચે જવાબી કાર્યવાહીમાં રોકાયેલા છે.

 

Tags :
DroneAttackGujaratFirstIndia Pakistan WarOperationSindoor2PakistanIsATerrorStatePOKPokhran
Next Article