ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Budget Session: PM મોદીનું મોટું નિવેદન, 10 વર્ષમાં પહેલું એવું સત્ર કે જેમાં વિદેશી ચિંગારી નથી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે બજેટમાં વિકસિત ભારતના સંકલ્પનો વિશ્વાસ છે
11:18 AM Jan 31, 2025 IST | SANJAY
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે બજેટમાં વિકસિત ભારતના સંકલ્પનો વિશ્વાસ છે
PM Modi @ Gujarat First

Budget Session: બજેટ સત્ર પહેલા, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદ ભવનના હંસ દ્વાર ખાતે સભાને સંબોધિત કરી છે. તેમણે કહ્યું કે બજેટ પહેલા, હું દેવી લક્ષ્મીને નમન કરું છું. તેમણે એક સંસ્કૃત શ્લોક પણ સંભળાવ્યો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે માતા લક્ષ્મી આપણને સિદ્ધિ અને વિવેક આપે છે. તે સમૃદ્ધિ અને સુખાકારી પણ આપે છે. હું મા લક્ષ્મીને પ્રાર્થના કરું છું કે દેશના દરેક ગરીબ અને મધ્યમ વર્ગના સમુદાય પર તેમના વિશેષ આશીર્વાદ વરસાવે.

બજેટમાં વિકસિત ભારતના સંકલ્પનો વિશ્વાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે બજેટમાં વિકસિત ભારતના સંકલ્પનો વિશ્વાસ છે. મિશન મોડમાં દેશનો સર્વાંગી વિકાસ કરીશું. ઈનોવેશન, ઈંક્લૂઝન, ઈન્વેસ્ટમેન્ટ પર તથા રિફોર્મ, પર્ફોમ, ટ્રાન્સફોર્મ પર ભાર મુકીશું. અનેક ઐતિહાસિક બિલ કાયદાનું રૂપ લેશે તથા દેશને મજબૂત કરનારા કાયદા સદનમાં બનશે. નારી શક્તિના સન્માન માટે નિર્ણય લેવાશે તથા આજના યુવાનો વિકસિત ભારતના લાભાર્થી હશે. દેશની આશા-આકાંક્ષાઓ પર ખરાં ઉતરીશુ. તથા વિદેશી દખલગીરી અંગે વડાપ્રધાનનું મોટું નિવેદન સામે આવ્યુ છે તેમાં હિંડનબર્ગ સહિતના મુદ્દાઓને લઈને આડકતરું નિશાન તાકતા જણાવ્યું છે કે દરેક સત્ર પહેલાં શરારત કરવામાં આવતી હતી. 2014 બાદ પ્રથમ વખત વિદેશી ચંચુપાત નહીં.

આ બજેટ એક નવો વિશ્વાસ પેદા કરશે

સંસદના બજેટ સત્ર પહેલા પીએમ મોદીએ કહ્યું, 'મિત્રો, આપણા ગણતંત્રના 75 વર્ષ પૂર્ણ થયા છે. દેશના લોકોએ મને ત્રીજી વખત આ જવાબદારી સોંપી છે. આ ત્રીજા કાર્યકાળનું પ્રથમ પૂર્ણ બજેટ છે. હું વિશ્વાસ સાથે કહી શકું છું કે 2047 માં જ્યારે દેશ આઝાદીના 100 વર્ષ ઉજવશે, ત્યારે દેશે લીધેલો વિકસિત ભારતનો સંકલ્પ, આ બજેટ સત્ર, આ બજેટ એક નવો આત્મવિશ્વાસ પેદા કરશે. તે નવી ઉર્જા આપશે કે જ્યારે દેશ આઝાદીના 100 વર્ષ ઉજવશે, ત્યારે તે વિકસિત રહેશે. 140 કરોડ દેશવાસીઓ પોતાના સામૂહિક પ્રયાસોથી આ સંકલ્પ પૂર્ણ કરશે.

આપણે મહિલા શક્તિનો ગૌરવ સ્થાપિત કરવો પડશે - પીએમ મોદી

પીએમ મોદીએ કહ્યું કે દેશના લોકોએ મને ત્રીજી વખત આ મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે અને આ ત્રીજા કાર્યકાળનું પહેલું પૂર્ણ બજેટ છે. મિશન મોડમાં કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતા તેમણે કહ્યું કે મહિલા શક્તિનો ગૌરવ સ્થાપિત કરવો પડશે. પીએમ મોદીએ કહ્યું કે આ સત્ર વિકસિત ભારતને નવી ઉર્જા આપશે. 2047 માટે વિકસિત ભારતનો સંકલ્પ છે. આ સત્રમાં ઘણા ઐતિહાસિક બિલો પર ચર્ચા કરવામાં આવશે. આ સત્રમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે. દેશને મજબૂત બનાવવા માટે કાયદા બનાવવામાં આવશે.

PM Modi એ દેવી લક્ષ્મીની સ્તુતિ કરી

બજેટ સત્રની કાર્યવાહીમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદ ભવનમાં પહોંચ્યા છે. પત્રકારોને સંબોધિત કરતી વખતે, પીએમ મોદીએ ધનની દેવી મા લક્ષ્મીને યાદ કર્યા અને સમૃદ્ધિની દેવીની પ્રશંસા કરી અને કહ્યું કે આ સદીઓ જૂની પરંપરા છે. તેમણે કહ્યું કે હું દેવી લક્ષ્મીને પ્રાર્થના કરું છું જે સમૃદ્ધિ અને વિવેક તથા સુખાકારી આપે છે. હું પ્રાર્થના કરું છું કે દેવી લક્ષ્મીની વિશેષ કૃપા દેશના દરેક ગરીબ અને મધ્યમ વર્ગના વ્યક્તિ પર રહે. પ્રજાસત્તાકના 75 વર્ષ પૂર્ણ થયા છે અને આ દેશના દરેક નાગરિક માટે ખૂબ જ ગર્વની વાત છે.

નિર્મલા સીતારમણ આઠમું બજેટ રજૂ કરશે

નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત આઠમું બજેટ રજૂ કરશે. છેલ્લા અઢીથી ત્રણ દાયકામાં આ પહેલી વાર બનશે જ્યારે કોઈ નાણામંત્રી સતત આઠમી વખત બજેટ રજૂ કરશે. નિર્મલા પહેલા અરુણ જેટલી પાંચ વર્ષ સુધી નાણામંત્રી હતા, પરંતુ તેઓ પણ નાદુરસ્ત તબિયતને કારણે એક વખત બજેટ રજૂ કરી શક્યા ન હતા.

આ પણ વાંચો: Donald Trump ભારતના મિત્ર છે કે દુશ્મન? વિદેશ મંત્રી એસ જયશંકરે આપ્યો આ જવાબ

 

Tags :
BudgetGujarat FirstIndiapm modi
Next Article