Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતમાં 'હમ દો, હમારે દો' નું સૂત્ર જ બચ્યું, જાણો આજની હકીકત શું છે

Life Style : વિશ્વ બેંક અનુસાર, ભારતમાં જન્મ દર હવે 1.98 છે, હકીકતે રિપ્લેસમેન્ટ લેવલ અનુસાર તે 2.1 હોવો જોઈએ, તે ચિંતાજનક છે
ભારતમાં  હમ દો  હમારે દો  નું સૂત્ર જ બચ્યું  જાણો આજની હકીકત શું છે
Advertisement
  • ભારતમાં વસ્તી વૃદ્ધિદર ચિંતાનજક સ્તરે પહોંચ્યો
  • કેટલાક પરિવારોમાં એક જ બાળક છે
  • હમ દો, હમારે દો સૂત્ર સમય સાથે બદલાઇ ગયું
  • દુનિયામાં કેટલાક દેશો દ્વારા બાળકો પેદા કરવા પ્રોત્સાહિત કરાય છે

Life Style : થોડા દાયકા પહેલા ભારત (India) માં ઝડપથી વધતી વસ્તી ચિંતાનો વિષય હતો. હાલની સ્થિતિએ ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે, પરંતુ હવે વસ્તી વધારા પર અચાનક બ્રેક લાગી હોય તેવું જણાઇ રહ્યું છે. જેની અસર આગામી દાયકાઓમાં જોઈ શકાય છે. વિશ્વ બેંકના 2023 ના ડેટા અનુસાર, ભારતમાં વસ્તી વૃદ્ધિ (Population Growth Rate) હવે 'હમ દો હમારે દો' ની નીતિથી પાછળ રહી ગઈ છે. વિશ્વ બેંક (World Bank) અનુસાર, ભારતમાં જન્મ દર હવે 1.98 છે, જ્યારે રિપ્લેસમેન્ટ લેવલ (Replacement Level) માટે એવું માનવામાં આવે છે કે, તે 2.1 હોવો જોઈએ. ભારતમાં એવા પરિવારોની સંખ્યા ઝડપથી વધી છે, જેમને ફક્ત એક જ બાળક છે અથવા તેઓ કોઈ બાળક પેદા કરવા માંગતા નથી.

મોટાભાગના મોટા દેશોનો જન્મ દર રિપ્લેસમેન્ટ લેવલથી નીચે

એટલું જ નહીં, દક્ષિણ કોરિયા, જાપાન, રશિયા, ઇટાલી જેવા દેશોમાં પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. અહીં જન્મ દર (Population Growth Rate) રિપ્લેસમેન્ટ લેવલથી ઘણો નીચે ગયો છે. આશ્ચર્યજનક આંકડો દક્ષિણ કોરિયાનો છે, જ્યાં જન્મ દર હવે ફક્ત 0.72 છે. આનો અર્થ એ થયો કે એક દંપતિ હવે સરેરાશ એક પણ બાળક પેદા કરી રહ્યું નથી. આ ઉપરાંત, પડોશી દેશ ચીનમાં આ આંકડો 1 અને જાપાનમાં 1.2 છે. સિંગાપોરમાં તે 0.97 અને અમેરિકામાં 1.62 અને ફ્રાન્સમાં 1.66 છે. આ રીતે, વિશ્વના મોટાભાગના મોટા દેશોનો જન્મ દર રિપ્લેસમેન્ટ લેવલથી નીચે ગયો છે.

Advertisement

દક્ષિણ કોરિયામાં એક અલગ મંત્રાલય છે

જો આપણે સમગ્ર વિશ્વની વાત કરીએ તો, આ સરેરાશ 2.2 હતો, જે રિપ્લેસમેન્ટ લેવલથી થોડો સરવાળામાં છે. હાલમાં ફક્ત આફ્રિકન દેશો અને પાકિસ્તાન, બાંગ્લાદેશ જેવા દેશોમાં જ જન્મ દર (Population Growth Rate) રિપ્લેસમેન્ટ લેવલ કરતા ઘણો વધારે છે. મોટી અર્થવ્યવસ્થાઓમાં ઘટતા જન્મ દરને કારણે, બજાર નબળું પડવું, શ્રમબળમાં ઘટાડો અને વૃદ્ધ વસ્તી પર વધુ ભારણ અંગે ચિંતા વધી રહી છે. આ જ કારણ છે કે, જાપાન, રશિયા અને ચીન જેવા દેશો પણ બાળકો પેદા કરવા પર ઘણા સરકારી લાભોની જાહેરાત કરી રહ્યા છે. આ પછી પણ લોકોને પરિવાર વધારવા માટે પ્રોત્સાહન મળી રહ્યું નથી. દક્ષિણ કોરિયામાં, એક અલગ મંત્રાલય છે, જે કુટુંબ નિયોજનના મુદ્દાઓ પર કામ કરે છે.

Advertisement

આ પણ વાંચો ---- Cinnamon: તજનું સેવન સ્વાસ્થય માટે છે ફાયદાકારક,અનેક બિમારીમાં મળશે રાહત!

Tags :
Advertisement

.

×