Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Budget Session 2025: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના ભાષણ પર કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ પ્રતિક્રિયા આપી

સંસદના બજેટ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ભાષણ આપ્યું
budget session 2025  રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના ભાષણ પર કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીએ પ્રતિક્રિયા આપી
Advertisement
  • શરૂઆતમાં મીડિયાને કોઈ સીધો જવાબ આપ્યો ન હતો
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના ભાષણ પર સોનિયા ગાંધીએ પ્રતિક્રિયા આપી
  • રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિના સંબોધનને કંટાળાજનક ગણાવ્યું હતુ

Budget Session 2025: સંસદના બજેટ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના ભાષણ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીએ પ્રતિક્રિયા આપી છે. રાષ્ટ્રપતિના ભાષણ પર પ્રતિક્રિયા આપતા, તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને ગરીબ મહિલા કહીને મજાક ઉડાવી. જ્યારે સોનિયા ગાંધીને રાષ્ટ્રપતિના સંબોધન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે શરૂઆતમાં મીડિયાને કોઈ સીધો જવાબ આપ્યો ન હતો. પરંતુ આ દરમિયાન સોનિયા અને રાહુલ ગાંધી રાષ્ટ્રપતિના ભાષણ પર ચર્ચા કરતા જોવા મળ્યા હતા.

રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિના સંબોધનને કંટાળાજનક ગણાવ્યું

સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિના સંબોધન અંગે કહ્યું કે આ ખોટા વચનો છે. જે બાદ રાહુલ ગાંધીએ રાષ્ટ્રપતિના સંબોધનને કંટાળાજનક ગણાવ્યું હતુ. આના પર સોનિયા ગાંધી કહે છે કે Poor Lady... રાષ્ટ્રપતિ અંતે ખૂબ થાકી ગયા હતા. તમને જણાવી દઈએ કે સંસદના બજેટ સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ પોતાના સંબોધનમાં મોદી સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કર્યો હતો. સંસદના બંને ગૃહોને સંબોધિત કરતી વખતે રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા તરફ આગળ વધી રહ્યું છે. તેમણે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલી યોજનાઓ અને તેના દ્વારા લાવવામાં આવેલા ફેરફારો વિશે જણાવ્યું હતુ. તેમણે કહ્યું કે લોન અને વીમો દરેક માટે સરળ બનાવવામાં આવ્યા છે.

Advertisement

જમ્મુ અને કાશ્મીરમાં રેલવે પ્રોજેક્ટ પૂર્ણ થવાને એક મોટી સિદ્ધિ ગણાવી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ કહ્યું કે અમારી સરકાર સતત મિશન મોડમાં કામ કરી રહી છે, જેના ફાયદા પણ દેખાઈ રહ્યા છે. વિદેશથી મોટા પાયે રોકાણ આવી રહ્યું છે અને તેના કારણે દેશના યુવાનોને રોજગારની તકો મળી રહી છે. પોતાના સંબોધનમાં, તેમણે બંધારણ અપનાવ્યાના 75 વર્ષ પૂર્ણ થવાનો પણ ઉલ્લેખ કર્યો. આ ઉપરાંત, જમ્મુ અને કાશ્મીરમાં રેલવે પ્રોજેક્ટ પૂર્ણ થવાને એક મોટી સિદ્ધિ ગણાવી હતી.

Advertisement

આ પણ વાંચો: Budget Session 2025: ભારત ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ પર... રાષ્ટ્રપતિના ભાષણની 10 મોટી વાતો

Tags :
Advertisement

.

×