ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

આફ્રિકા સામેની T20I સીરિઝ માટે  ઈન્ડિયાની ટીમ જાહેર, સૂર્યકુમાર યાદવને કમાન, હાર્દિક પંડ્યાની વાપસી

દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની T20I શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ છે. સૂર્યકુમાર યાદવને ટીમની કમાન સોંપવામાં આવી છે, જ્યારે શુભમન ગિલ ઉપ-કેપ્ટન રહેશે, જોકે તેની ઉપલબ્ધતા ફિટનેસ ક્લિયરન્સ પર આધારિત છે. ઈજાગ્રસ્ત થયા બાદ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ સફળતાપૂર્વક ટીમમાં વાપસી કરી છે. T20 વર્લ્ડ કપની તૈયારી માટે આ શ્રેણી મહત્ત્વપૂર્ણ છે, જેમાં અભિષેક શર્મા, તિલક વર્મા, અને જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે.
07:01 PM Dec 03, 2025 IST | Mustak Malek
દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની T20I શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત થઈ છે. સૂર્યકુમાર યાદવને ટીમની કમાન સોંપવામાં આવી છે, જ્યારે શુભમન ગિલ ઉપ-કેપ્ટન રહેશે, જોકે તેની ઉપલબ્ધતા ફિટનેસ ક્લિયરન્સ પર આધારિત છે. ઈજાગ્રસ્ત થયા બાદ ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ સફળતાપૂર્વક ટીમમાં વાપસી કરી છે. T20 વર્લ્ડ કપની તૈયારી માટે આ શ્રેણી મહત્ત્વપૂર્ણ છે, જેમાં અભિષેક શર્મા, તિલક વર્મા, અને જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે.
India T20 Squad South Africa

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી પાંચ મેચની આગામી T20 આંતરરાષ્ટ્રીય (T20I) શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આ શ્રેણી આગામી વર્ષની શરૂઆતમાં યોજાનાર T20 વર્લ્ડ કપની તૈયારીના ભાગરૂપે અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, અને માનવામાં આવે છે કે આ શ્રેણી માટે પસંદ કરાયેલા ખેલાડીઓ T20 વર્લ્ડ કપ ટીમનો પણ ભાગ હશે. આ શ્રેણી માટે ભારતીય ટીમની કમાન સૂર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે.

 ઇન્ડિયાની ટીમ કરાઇ જાહેર

આ ટીમમાં સૌથી મોટો સમાચાર સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની વાપસીનો છે, જે એશિયા કપ દરમિયાન ઈજાગ્રસ્ત થવાને કારણે ટીમમાંથી બહાર રહ્યો હતો. જોકે, હાર્દિકે તાજેતરમાં સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પંજાબ સામે 42 બોલમાં 77 રન બનાવીને ફોર્મમાં પાછા ફરવાના સંકેતો દર્શાવ્યા છે. આ ઉપરાંત, યુવા ઓપનર શુભમન ગિલને ટીમનો ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જોકે, તેની ઉપલબ્ધતા BCCIના સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) તરફથી ફિટનેસ ક્લિયરન્સ પર આધારિત છે, કારણ કે તેને કોલકાતામાં દક્ષિણ આફ્રિકા સામેની પહેલી ટેસ્ટ દરમિયાન ગરદનમાં ઈજા થઈ હતી.

India T20 Squad South Africa:  દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે ભારતની T20 ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, વોશિંગ્ટન સુંદર.

આ સ્થળો પર મેચ રમાશે

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી પાંચ મેચની T20 શ્રેણીનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ શ્રેણીની શરૂઆત 9 ડિસેમ્બરના રોજ કટક ખાતે પ્રથમ મુકાબલા સાથે થશે. ત્યાર બાદ બીજો T20 મેચ 11 ડિસેમ્બરના રોજ મુલ્લાંપુર (ન્યૂ ચંદીગઢ)માં રમાશે. શ્રેણીનો ત્રીજો T20 મુકાબલો 14 ડિસેમ્બરના રોજ ધર્મશાળામાં, ચોથો મેચ 17 ડિસેમ્બરના રોજ લખનઉમાં અને આ શ્રેણીનો અંતિમ અને પાંચમો T20 મુકાબલો 19 ડિસેમ્બરના રોજ અમદાવાદ ખાતે આયોજિત થશે.

 

આ  પણ વાંચો: Ind Vs SA ODI માં વિરાટ કોહલીની દમદાર સેન્ચ્યુરી, વર્લ્ડ રેકોર્ડ તોડવાની નજીક પહોંચ્યો

Tags :
BCCICricket NewsGujarat FirstHardik PandyaIndia T20 SquadJitesh SharmaShubman GillSouth Africa SeriesSuryakumar YadavT20 World Cup
Next Article