Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પાંચ વર્ષ બાદ ભારતથી ચાઇનાની ડાયરેક્ટ ફ્લાઇટે ભરી ઉડાન

કોલકાતા ઉપરાંત ચીનની સીધી ફ્લાઇટ્સ ટૂંક સમયમાં દિલ્હીથી શરૂ થશે. ઇન્ડિગોની સત્તાવાર જાહેરાત મુજબ, દિલ્હી અને ગુઆંગઝુ વચ્ચે સીધી ફ્લાઇટ્સ 10 નવેમ્બર, 2025 થી શરૂ થશે. સામે ચાઇનીઝ એરલાયન્સ પણ ભારતની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરવા જનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
પાંચ વર્ષ બાદ ભારતથી ચાઇનાની ડાયરેક્ટ ફ્લાઇટે ભરી ઉડાન
Advertisement
  • ભારત અને ચાઇના વચ્ચેના સંબંધો સુધારા પર આવી રહ્યા છે
  • ભારતથી ચાઇનાની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરાતા વેપાર જગતને હાશકારો
  • ચાઇના પણ ટૂંક સમયમાં ભારતની ડાયરેક્ટ ફ્લાઇટ શરૂ કરે તેવી વકી

India To China Direct Flight : પાંચ વર્ષની લાંબી રાહ જોયા પછી ભારત અને ચીન વચ્ચેનું હવાઈ ક્ષેત્ર આખરે ફરી ખુલ્યું (India To China Direct Flight) છે. ગતરોજ, ઇન્ડિગોએ કોલકાતાથી ચીનના ગુઆંગઝુ (Kolkata To Guangzhou Flight) સુધીની પ્રથમ સીધી ફ્લાઇટ શરૂ કરવામાં આવી હતી. આ ઐતિહાસિક ફ્લાઇટને ફક્ત ટ્રાવેલ ઉદ્યોગ માટે જ નહીં પરંતુ બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો માટે પણ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.

ભારત અને ચીન વચ્ચેના અંતરનો અંત

થોડા દિવસો પહેલા, ઇન્ડિગોએ સત્તાવાર રીતે જાહેરાત કરી હતી કે, 26 ઓક્ટોબરથી કોલકાતા અને ગુઆંગઝુ વચ્ચે દૈનિક નોન-સ્ટોપ ફ્લાઇટ્સ શરૂ થશે. ઇન્ડિગોના એરબસ A320 Neo એરક્રાફ્ટને આ રૂટ પર તૈનાત કરવામાં આવ્યા છે. કંપનીએ જણાવ્યું હતું કે, આ ફ્લાઇટ્સ પ્રવાસન, વેપાર અને ભારત અને ચીન વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને એક નવી ગતિ આપશે.

Advertisement

ફ્લાઇટે રાત્રે 10:06 વાગ્યે ઉડાન ભરી

ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ Flightradar24 અનુસાર, ઇન્ડિગો ફ્લાઇટ 6E 1703 રવિવારે કોલકાતા એરપોર્ટથી રાત્રે 10:06 વાગ્યે રવાના થઈ હતી અને સવારે 4:05 વાગ્યે (ચીની સ્થાનિક સમય) ગુઆંગઝુ પહોંચનાર હતી.

Advertisement

કોલકાતાથી ઉડાન ભરી

કોલકાતા ઉપરાંત ચીનની સીધી ફ્લાઇટ્સ ટૂંક સમયમાં દિલ્હીથી શરૂ થશે. ઇન્ડિગોની સત્તાવાર જાહેરાત મુજબ, દિલ્હી અને ગુઆંગઝુ વચ્ચે સીધી ફ્લાઇટ્સ 10 નવેમ્બર, 2025 થી શરૂ થશે. ચીનની સૌથી મોટી એરલાઇન, ચાઇના ઇસ્ટર્ન એરલાઇન્સ, 9 નવેમ્બર, 2025 ના રોજ દિલ્હી અને શાંઘાઈ વચ્ચે સીધી ફ્લાઇટ્સ પણ શરૂ કરશે.

એર ઇન્ડિયા પણ સ્પર્ધામાં ઉતરવાની તૈયારી

સૂત્રોના જણાવ્યા અનુસાર, એર ઇન્ડિયા વર્ષના અંત સુધીમાં ચીન માટે સીધી ફ્લાઇટ્સ પણ શરૂ કરી શકે છે. આનાથી મુસાફરો માટે વધુ વિકલ્પો મળશે અને બંને દેશો વચ્ચે કનેક્ટિવિટી મજબૂત થશે.

ફ્લાઇટ્સ આ કારણોસર સ્થગિત કરાઇ

ગલવાન ખીણમાં થયેલા અથડામણ અને કોવિડ-19 રોગચાળા બાદ 2020 માં ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી હતી. આનાથી બિઝનેસ ટ્રિપ્સ અને પ્રવાસી મુસાફરી અટકી ગઈ હતી. જો કે, સંબંધોમાં સુધાર, વેપાર પ્રતિબંધોમાં રાહત અને રાજદ્વારી વાટાઘાટો હવે એક નવી શરૂઆત છે.

આ પણ વાંચો -----  LensKart ના IPO ની તારીખ જારી, જાણો તમારા કામની બધી માહિતી

Tags :
Advertisement

.

×