India-America Trade Deal : ટેરિફના જંગની સમાપ્તિના સંકેત, આર્થિક સલાહકારનું મોટું નિવેદન
- ભારત અને અમેરિકા વચ્ચેના ટેરિફ યુદ્ધમાં સકારાત્મક પરિણામના સંકેત
- મુખ્ય આર્થિક સલાહકારે પડદા પાછળની વાતને આપ્યું સમર્થન
- ટેરિફનો ઉકેલ જલ્દી આવે તેવી આશા વ્યક્ત કરી
India-America Trade Deal : મુખ્ય આર્થિક સલાહકાર (CEA) વી. અનંત નાગેશ્વરને ગુરુવારે આશા વ્યક્ત કરી છે કે, અમેરિકા સાથે ઊંચા ટેરિફ (USA Tariff On India) અંગેનો વિવાદ આગામી આઠથી દસ અઠવાડિયામાં ઉકેલાઈ જશે. અમેરિકાએ રશિયન તેલ (Russian Oil Buy) ખરીદી પર ભારતીય ઉત્પાદનો પર વધારાનો 25 ટકા ટેરિફ લાદ્યો છે, જે 27 ઓગસ્ટથી લાગુ થયો છે. આનાથી અમેરિકામાં ભારતીય ઉત્પાદનો પર કુલ ટેરિફ 50 ટકા થઈ ગયો છે. નાગેશ્વરને જણાવ્યું હતું કે, ટેરિફ વિવાદ અંગે બંને સરકારો વચ્ચે પડદા પાછળની વાટાઘાટો ચાલી રહી છે. હું આગામી આઠથી દસ અઠવાડિયામાં ભારતીય માલ પર યુએસ દ્વારા લાદવામાં આવેલા ટેરિફનો ઉકેલ (Tariff Issue May Solved Soon) આવવાની અપેક્ષા રાખું છું.
વેપાર કરાર અંગે ચર્ચાઓ ફરી શરૂ થઈ
CEA એ ભલે ટેરિફ વિવાદ (Tariff Issue May Solved Soon) સમાપ્ત થઈ જવાના સંકેતો આપ્યા છે. સાથે જ તેમણે ચેતવણી પણ આપી છે કે, જો ટેરિફ (Tariff Issue May Solved Soon) યથાવત રહેશે તો અમેરિકામાં ભારતીય નિકાસ ઘટી શકે છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વધારવાના નિર્ણય બાદ બંને દેશો વચ્ચેના સંબંધો થોડા સમય માટે તણાવપૂર્ણ રહ્યા હતા. જો કે, ટોચના નેતૃત્વ તરફથી સકારાત્મક સંકેતોને પગલે તાજેતરમાં વેપાર કરાર અંગે ચર્ચાઓ ફરી શરૂ થઈ છે.
ટેરિફની વૃદ્ધિ પર શું અસર પડશે ?
મુખ્ય આર્થિક સલાહકારે ભારતને ઓછી-મધ્યમ આવક ધરાવતી મહત્વાકાંક્ષી અર્થવ્યવસ્થા ગણાવતા કહ્યું કે, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વાસ્તવિક કુલ ઘરેલુ ઉત્પાદન (GDP) 7.8 ટકાના દરે વધ્યું છે. કોવિડ-19 મહામારી પછી ભારતે ઘણા દેશોની સરખામણીમાં સૌથી ઝડપી વૃદ્ધિ નોંધાવી છે. તેમણે કહ્યું કે, ઉત્પાદન, સેવાઓ અને કૃષિ ક્ષેત્રોમાં વૃદ્ધિ, ગ્રામીણ માંગને મજબૂત બનાવવા અને શહેરી માંગમાં સુધારો કરવા સાથે, આગામી બે વર્ષમાં આર્થિક વિકાસને ટેકો આપશે. નાગેશ્વરને ઉમેર્યું કે, તાજેતરમાં GST દરમાં રાહત ગ્રાહકોના હાથમાં વધારાની આવક વધારશે. MSME ક્ષેત્રના ધિરાણમાં વધારો થયો છે, અને મોટા ઔદ્યોગિક એકમોને ધિરાણ વિતરણમાં માળખાકીય ફેરફારો થઈ રહ્યા છે.
સરકારની ચાલુ ખાતાની ખાધ શું હશે ?
તેમણે જણાવ્યું કે, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં સરકારની ચાલુ ખાતાની ખાધ GDPના 0.2 ટકા હતી, અને વિદેશી વિનિમય અનામત પણ ખૂબ સ્વસ્થ છે. અર્થતંત્રની મજબૂતાઈને જોતાં, ડોલર સામે રૂપિયો નબળો પડી રહ્યો હોવા છતાં, તેમને વિશ્વાસ છે કે, રૂપિયો તેનું મૂલ્ય જાળવી રાખશે અને લાંબા ગાળે મજબૂત પણ થશે. ડોલર સામે રૂપિયો હાલમાં ઘટી રહ્યો હોવા છતાં, નજીકના ભવિષ્યમાં તે ફરીથી મજબૂત બનશે.
AI પર કેટલી અસર પડશે ?
નાગેશ્વરને કહ્યું કે, સરકારની પ્રાથમિકતાઓમાં મૂડી ખર્ચ, ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવું અને નિયમનકારી માળખામાં સુધારો કરવો શામેલ છે. તેમણે ખાનગી ક્ષેત્રને નવીનતા અને સંશોધનમાં વધુ રોકાણ કરવા હાકલ કરી છે. અર્થતંત્ર પર AI ની અસર અંગે, તેમણે કહ્યું કે જ્યારે તેની અસર હાલમાં મર્યાદિત છે, ત્યારે કોડિંગ સંબંધિત નોકરીઓ દબાણ હેઠળ રહેશે. તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં, લોકોએ તેમની કુશળતામાં સુધારો કરવો જોઈએ.
આ પણ વાંચો ------ BRC યુનિટ થકી ઘરે બેઠા સારી આવક મેળવતા ખેડૂત, જાણો શું છે ખાસ


