ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

India vs Australia : કાંગારુઓએ એડિલેડ ટેસ્ટમાં બ્લેક બેન્ડ પહેરીને મેદાનમાં ઉતરી, કારણ છે ખાસ...

6 ડિસેમ્બરથી શરૂ થઇ એડિલેડ ટેસ્ટ India vs Australia વિરોદ્ધ ચાલી રહી છે મેચ ભારતે પહેલા જ બોલમાં વિકેટ ગુમાવી ભારતીય ટીમ 6 ડિસેમ્બરથી એડિલેડમાં ઓસ્ટ્રેલિયા (Australia) સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી મેચ રમી રહી છે. ભારતીય કેપ્ટન રોહિત...
12:35 PM Dec 06, 2024 IST | Dhruv Parmar
6 ડિસેમ્બરથી શરૂ થઇ એડિલેડ ટેસ્ટ India vs Australia વિરોદ્ધ ચાલી રહી છે મેચ ભારતે પહેલા જ બોલમાં વિકેટ ગુમાવી ભારતીય ટીમ 6 ડિસેમ્બરથી એડિલેડમાં ઓસ્ટ્રેલિયા (Australia) સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી મેચ રમી રહી છે. ભારતીય કેપ્ટન રોહિત...
  1. 6 ડિસેમ્બરથી શરૂ થઇ એડિલેડ ટેસ્ટ
  2. India vs Australia વિરોદ્ધ ચાલી રહી છે મેચ
  3. ભારતે પહેલા જ બોલમાં વિકેટ ગુમાવી

ભારતીય ટીમ 6 ડિસેમ્બરથી એડિલેડમાં ઓસ્ટ્રેલિયા (Australia) સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી મેચ રમી રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્લેઈંગ ઈલેવનમાં 3 મોટા ફેરફાર કર્યા છે. આર અશ્વિન સાથે રોહિત શર્મા અને શુભમન ગિલની વાપસી થઈ છે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા (Australia) ક્રિકેટ ટીમ આ મેચમાં કાળી પટ્ટી પહેરીને પ્રવેશી છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ આ પાછળનું કારણ શું છે.

ઓસ્ટ્રેલિયાની ટીમ બ્લેક બેન્ડ પહેરીને બહાર આવી હતી...

હકીકતમાં, આ મેચમાં, જ્યારે ઓસ્ટ્રેલિયા (Australia)ના ખેલાડીઓ ડે-નાઈટ ટેસ્ટ મેચ રમવા માટે એડિલેડના મેદાનમાં આવ્યા હતા, ત્યારે તમામ ખેલાડીઓએ તેમના હાથ પર કાળી પટ્ટીઓ પહેરી હતી. તમને જણાવી દઈએ કે, 10 વર્ષ પહેલા 2014 માં ઓસ્ટ્રેલિયા (Australia)ના ખેલાડી ફિલ હ્યુજીસ શેફિલ્ડ ટૂર્નામેન્ટ રમી રહ્યા હતા. આ દરમિયાન સીન એબોટના એક બાઉન્સરે હ્યુજીસનો જીવ લીધો હતો. હવે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (Australia)એ હ્યુજીસની 10 મી પુણ્યતિથિ પર અનેક કાર્યક્રમોનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. જેમાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. આ જ કારણ છે કે, કાંગારૂ સેના પણ પોતાના દિવંગત ખેલાડીના સન્માનમાં અને તેને યાદ કરવા કાળી પટ્ટી પહેરીને એડિલેડમાં ઉતરી છે.

આ પણ વાંચો : IND vs AUS: બીજી ટેસ્ટમાં કોણ કરશે ઓપનિંગ? રોહિત શર્માએ કર્યો મોટો ખુલાસો

ભારતને પહેલા જ બોલ પર આંચકો લાગ્યો હતો...

બીજી ટેસ્ટ મેચમાં ભારત સારી શરૂઆત કરી શક્યું ન હતું. મિચેલ સ્ટાર્કે યશસ્વી જયસ્વાલને પહેલા જ બોલ પર ગોલ્ડન ડક પર આઉટ કર્યો હતો. જયસ્વાલ સ્ટાર્કના બોલને સમજી શક્યો ન હતો અને LBW આઉટ થયો હતો. જયસ્વાલ બાદ કેએલ રાહુલને જીવનદાન મળ્યું હતું.રાહુલ 7 મી ઓવરના બોલ પર કેચ આઉટ થયો હતો. પરંતુ અમ્પાયરે આ બોલને નો બોલ જાહેર કર્યો હતો. હાલમાં શુભમન ગિલ અને કેએલ રાહુલ બેટિંગ કરી રહ્યા છે.

આ પણ વાંચો : Champions Trophy 2025 : પાકિસ્તાનને હવે ભારતની વાત માનવી જ પડશે!

ભારતની પ્લેઈંગ ઈલેવન

યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટકીપર), રોહિત શર્મા (કેપ્ટન), નીતિશ રેડ્ડી, રવિચંદ્રન અશ્વિન, હર્ષિત રાણા, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન

ઉસ્માન ખ્વાજા, નાથન મેકસ્વીની, માર્નસ લેબુશેન, સ્ટીવન સ્મિથ, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, એલેક્સ કેરી (wk), પેટ કમિન્સ (c), મિચેલ સ્ટાર્ક, નાથન લિયોન, સ્કોટ બોલેન્ડ.

આ પણ વાંચો : Syed Mushtaq Ali Trophy: બરોડાની ટીમે T20માં રચ્યો ઈતિહાસ, હાર્દિક-કૃણાલની ટીમે બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ

Tags :
adelaide testCricketIND VS AUSIndia vs Australiarohit sharmaSportsTEAM AUSTRALIATeam India
Next Article