IND vs AUS 1st T20I : Canberra ના ગ્રાઉન્ડ પર ભારતનો અત્યાર સુધીનો રેકોર્ડ, જાણો એક ક્લિકમાં
- આજે રાત્રે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કેનાબેરામાં મનુકા ઓવલ મેદાનમાં ટી-20 મેચ રમાશે
- આ મેદાન ઓસ્ટ્રેલિયાનું હોમ ગ્રાઉન્ડ ગણવામાં આવે છે
- 2008 માં ભારતા આ મેદાનમાં મેચ હાર્યું હતું
IND vs AUS 1st T20I : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે (IND vs AUS 1st T20I) પાંચ મેચની T20I શ્રેણી બુધવાર 29 ઓક્ટોબરથી શરૂ થશે. ભારતીય ટીમનુંનું નેતૃત્વ સૂર્યકુમાર યાદવ કરશે, જ્યારે ઓસ્ટ્રેલિયાનું નેતૃત્વ મિશેલ માર્શ કરશે. પ્રથમ T20I ઓસ્ટ્રેલિયાના કેનબેરામાં મનુકા ઓવલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ચાલો જાણીએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા આ મેદાન પર કેટલી વાર રમ્યા છે, કેટલી વાર જીત્યા છે અને કેટલી વાર હાર્યા છે.
India 🇮🇳 vs Australia 🇦🇺 T20I schedule for 2025. Which match are you excited for the most, do let us know in the comments [IND vs AUS, Suryakumar Yadav, Mitchell Marsh, Suryakumar Yadav] pic.twitter.com/99HYES10xC
— Sports Rishi (@SportssRishi) October 29, 2025
મનુકા ઓવલ પર ભારતનો રેકોર્ડ કેવો રહ્યો છે ?
સૌપ્રથમ, ભારતીય ક્રિકેટ (IND vs AUS 1st T20I) ટીમની વાત કરીએ તો, ભારતે આ મેદાન પર ફક્ત એક જ T20I રમી છે. આ મેચ 2022 માં યોજાઈ હતી, જેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. નોંધનીય છે કે, ઓસ્ટ્રેલિયાએ 2012 થી ઘરઆંગણે ભારતને T20I શ્રેણીમાં હરાવ્યું નથી. મહેન્દ્ર સિંહ ધોની અને વિરાટ કોહલીની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ઉત્તમ T20I શ્રેણી રમી છે. હવે, કેપ્ટન સૂર્યકુમાર યાદવના ખભા પર મોટી જવાબદારી છે. 2008માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પાંચ મેચની T20I શ્રેણીમાં ભારત ફક્ત એક જ વાર હાર્યું હતું.
કેનબેરા ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ
કેનબેરામાં મનુકા ઓવલ ઓસ્ટ્રેલિયાનું (IND vs AUS 1st T20I) હોમ ગ્રાઉન્ડ છે, જ્યાં તેઓએ પાંચ T20 I રમી છે. તેઓએ બે જીત્યા છે, બે હાર્યા છે અને એક ડ્રો રહી છે. ઓસ્ટ્રેલિયાએ આ ગ્રાઉન્ડ પર ભારત ઉપરાંત ઇંગ્લેન્ડ, પાકિસ્તાન અને શ્રીલંકા સામે T20 I રમી છે.
ભારત વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા T20I ટીમો
- ભારત: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), તિલક વર્મા, નીતિશ કુમાર રેડ્ડી, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, સંજુ સેમસન (વિકેટકીપર), રિંકુ સિંહ અને વોશિંગ્ટન સુંદર.
- ઓસ્ટ્રેલિયા: મિશેલ માર્શ (કેપ્ટન), સીન એબોટ (પ્રથમ 3 મેચ), ઝેવિયર બાર્ટલેટ, માર્લી બીર્ડમેન (3જી થી 5મી મેચ), ટિમ ડેવિડ, બેન દ્વારશુઇસ (4થી અને 5મી મેચ), નાથન એલિસ, જોશ હેઝલવુડ (પ્રથમ બે મેચ), ગ્લેન મેક્સવેલ (3જી થી 5મી મેચ), ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, મેથ્યુ કુહનેમેન, મિશેલ ઓવેન, જોશ ફિલિપ, તનવીર સંઘા, મેથ્યુ શોર્ટ, માર્કસ સ્ટોઇનિસ.
આ પણ વાંચો ----- બેટ્સમેને સિક્સ ફટકારી પણ એમ્પાયરે તેને OUT આપ્યો! Video જોઇને જાણો અહીં શું થઇ ભૂલ


