Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND vs AUS T20 : ભારતીય ટીમનો ભવ્ય વિજય, વોશિંગ્ટનનું શાનદાર પરફોર્મન્સ રહ્યું

ઓસ્ટ્રેલિયાના ડેવિડે 74 અને માર્કસ સ્ટોઇનિસે 64 રન બનાવ્યા હતા. મેથ્યુ શોર્ટ 26 અને ઝેવિયર બાર્ટલેટ 3 રન બનાવી અણનમ રહ્યા હતા. ટ્રેવિસ હેડ 6 અને જોશ ઇંગ્લિસ 1 રન બનાવીને આઉટ થયા હતા અને મિશેલ ઓવેન ખાતુ ખોલ્યા વગર જ મેદાનમાંથી પરત ફર્યા હતા. ભારતના અર્શદીપ સિંહે 3 વિકેટ, વરુણ ચક્રવર્તીએ 2 વિકેટ અને શિવમ દુબેએ 1 વિકેટ લીધી હતી.
ind vs aus t20   ભારતીય ટીમનો ભવ્ય વિજય  વોશિંગ્ટનનું શાનદાર પરફોર્મન્સ રહ્યું
Advertisement
  • ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બેલેરાઇવ ઓવલ સ્ટેડિયમમાં ત્રીજી મેચ રમાઇ
  • ભારતે ઓસ્ટ્રોલિયાની ધૂળ ચટાવી
  • ભારતીય ખેલાડીઓએ શાનદાર પરફોર્મન્સ કરતા આ જીત મળી

IND vs AUS T20 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 શ્રેણીની ત્રીજી મેચ રવિવારે (2 નવેમ્બર) હોબાર્ટના બેલેરાઇવ ઓવલ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. આ મેચમાં ભારતે 5 વિકેટે મેચ જીતી લીધી છે. અને ક્રિકેટના મેદાનમાં જુનો સ્કોર સેટલ કર્યો છે. નોંધનીય છે કે, ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 6 વિકેટે 186 રન બનાવ્યા. ભારતે 18.3 ઓવરમાં 5 વિકેટે 188 રન બનાવ્યા હતા (India Won Match Against Australia). તેની સામે ભારતે 5 વિકેટ અને 9 બોલ બચાવીને પોતાની જીત દર્જ કરાવી છે. જેને પગલે ક્રિકેટ રસિયાઓમાં ભારે ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે.

જસપ્રિત બુમરાહ મદદગાર સાબિત થયો

ઓસ્ટ્રેલિયા તરફથી ટિમ ડેવિડ અને માર્કસ સ્ટોઇનિસે અડધી સદી ફટકારી હતી. ભારત તરફથી અર્શદીપ સિંહે ત્રણ વિકેટ લીધી હતી. આ મેચમાં જસપ્રીત બુમરાહ વિકેટવિહીન રહ્યો હતો, પરંતુ ખૂબ જ મદદગાર સાબિત થયો હતો. ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે શાનદાર બેટિંગ કરી હતી. જીતેશ શર્માએ પણ ટૂંકી પરંતુ અસરકારક ઇનિંગ રમી હોવાનું શ્રોતાઓએ મેદાનમાં જોયું હતું.

Advertisement

મિશેલ ઓવેન ખાતુ ના ખોલાવી શક્યા

ઓસ્ટ્રેલિયા તરફથી ટિમ ડેવિડે 74 અને માર્કસ સ્ટોઇનિસે 64 રન બનાવ્યા હતા. મેથ્યુ શોર્ટ 26 અને ઝેવિયર બાર્ટલેટ 3 રન બનાવી અણનમ રહ્યા હતા. ટ્રેવિસ હેડ 6 અને જોશ ઇંગ્લિસ 1 રન બનાવીને આઉટ થયા હતા અને મિશેલ ઓવેન ખાતુ ખોલ્યા વગર જ મેદાનમાંથી પરત ફર્યા હતા. ભારત તરફથી અર્શદીપ સિંહે 3 વિકેટ, વરુણ ચક્રવર્તીએ 2 વિકેટ અને શિવમ દુબેએ 1 વિકેટ લીધી હતી.

Advertisement

આ પણ વાંચો -----  LIVE: INDW vs SAW Live Score: ફાઇનલમાં ભારતની ધમાકેદાર શરૂઆત, 7 ઓવરમાં વિના વિકેટે 51 રન

Tags :
Advertisement

.

×