Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND vs ENG માં ઓવલ ખાતે ટેસ્ટમાં કબૂતરોની એન્ટ્રી ! DEAD BALL RULE નિયમ શું કહે છે, જાણો

IND vs ENG DEAD BALL RULE : ભારતીય ટીમની બેટિંગ દરમિયાન, ઘણી વખત એવું બન્યું કે કબૂતરોનું ટોળું પીચની નજીક આવી ગયું
ind vs eng માં ઓવલ ખાતે ટેસ્ટમાં કબૂતરોની એન્ટ્રી   dead ball rule નિયમ શું કહે છે  જાણો
Advertisement
  • મેચ દરમિયાન કોઇ પક્ષીને વાગે તો DEAD BALL RULE નિયમ લાગુ પડે
  • અમ્પાયર નક્કી કરે, કે આ નિયમાનુસાર કાર્યવાહી કરવી છે કે નહીં
  • ચાલુ મેચમાં મેદાનમાં કોઇનું ઘૂસવું કોઇ નવી વાત નથી રહી

IND vs ENG DEAD BALL RULE : ઇંગ્લેન્ડ અને ભારત (IND vs ENG) વચ્ચે ગુરુવાર (31 જુલાઈ) ના રોજ લંડનના 'ધ ઓવલ' (THE OVAL - LONDON) ખાતે પાંચમી ટેસ્ટ મેચ શરૂ થઈ છે. મેચના પહેલા દિવસે વરસાદે મોકાણ સર્જી હતી. ખરાબ હવામાનને કારણે, પ્રથમ દિવસે ફક્ત 64 ઓવર જ રમી શકાઈ અને ભારતીય ટીમે 204/6 રન બનાવ્યા હતા. એકંદરે, પ્રથમ દિવસ ઇંગ્લેન્ડના ઝડપી બોલરો, હરિયાળી પીચ અને ભારતીય બેટ્સમેનોના બેદરકાર શોટની આસપાસ ફરતો રહ્યો હતો.

ઇંગ્લેન્ડના બોલરો બોલિંગ કરી રહ્યા હતા

'ધ ઓવલ' સ્ટેડિયમ દક્ષિણ લંડનમાં આવેલું છે, જ્યાં ભારતીય ટીમની બેટિંગ દરમિયાન, ઘણી વખત એવું બન્યું કે કબૂતરોનું ટોળું પીચની નજીક આવી ગયું. એક સમયે, જ્યારે ભારતીય બેટ્સમેન સાઈ સુદર્શન સ્ટ્રાઈક લઈ રહ્યા હતા અને ઇંગ્લેન્ડના બોલરો બોલિંગ કરી રહ્યા હતા, ત્યારે બોલ કબૂતરને વાગતા બચી ગયો. તેવી જ રીતે, જ્યારે કેએલ રાહુલ બેટિંગ કરી રહ્યા હતા, ત્યારે પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી હતી.

Advertisement

Advertisement

જો બોલ કબૂતર કે અન્ય પક્ષીને વાગે તો નિયમો શું છે?

હવે પ્રશ્ન એ છે કે, જો ક્રિકેટ મેચ દરમિયાન બોલ અચાનક મેદાનમાં આવતા પક્ષી કે પ્રાણીને અથડાવે તો શું થશે? આનો સરળ જવાબ એ છે કે મેદાન પર હાજર અમ્પાયર આવા બોલને 'ડેડ બોલ' (DEAD BALL RULE) જાહેર કરશે. એટલે કે, જો કોઈ બોલ ઓવલમાં કબૂતરને અથડાય તો તે ડેડ બોલ હશે. બીજું, તેને સરળ રીતે સમજો કે જો કોઈ કબૂતર સાઈ સુદર્શન બેટિંગ કરતી વખતે તેમની સામે આવે અને તેમને બોલ્ડ કરવામાં આવે, તો પણ આ બોલને ડેડ બોલ જાહેર કરવામાં આવશે. ક્રિકેટના નિયમો બનાવતી સંસ્થા MCC (મેરીલેબોન ક્રિકેટ ક્લબ) એ તેની વેબસાઇટ પર ડેડ બોલ નિયમો હેઠળ આ સમજાવ્યું છે. MCC ક્રિકેટના નિયમોનું રક્ષક છે.

ડેડ બોલ અંગે MCC ના નિયમો શું છે

MCC એ તેની વેબસાઇટ પર કલમ 20 હેઠળ વિગતવાર સમજાવ્યું છે, કે ડેડ બોલ ક્યારે થઈ શકે છે. પરંતુ જો રમત દરમિયાન કોઈ પ્રાણી કે પક્ષી આવે છે, તો તે નિયમ 20.4.2.12 હેઠળ સમજાવવામાં આવ્યું છે. આમાં, બધા નિર્ણયો અમ્પાયરના વિવેક પર આધાર રાખે છે. જો અમ્પાયરને લાગે કે કોઈ વ્યક્તિ, પ્રાણી અથવા વસ્તુ રમતના મેદાનમાં આવી ગઈ છે અને કોઈપણ ટીમને નુકસાન થયું છે, તો તે ડેડ બોલ હશે. પરંતુ જો બંને અમ્પાયર માને છે કે બોલ બાઉન્ડ્રી પર ગયો હોત, તો બાઉન્ડ્રી આપવામાં આવશે.

'અનિચ્છનીય' મહેમાનો મેદાનમાં ઘણી વખત આવ્યા

ક્રિકેટ મેદાન પર પક્ષીનું આગમન કોઈ નવી વાત નથી. ઇંગ્લેન્ડમાં, કાઉન્ટી મેચો દરમિયાન ઘણી વખત એવું બન્યું છે કે, રમત દરમિયાન મોર પણ મેદાનમાં આવી ગયો હતો. કબૂતરો જોવા સામાન્ય છે. જ્યારે ઓસ્ટ્રેલિયામાં મેચ દરમિયાન મેદાનમાં સીગલ જોવા મળે છે, ક્યારેક કબૂતરોના ટોળા પણ જોવા મળે છે. દક્ષિણ આફ્રિકામાં ક્રિકેટ મેચો દરમિયાન હડેડા આઇબિસ જોવા સામાન્ય છે. ભારતમાં મેચો દરમિયાન કાગડા ઘણીવાર જોવા મળે છે. 2022 માં એક વખતે ગુવાહાટીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની T20 આંતરરાષ્ટ્રીય મેચમાં એક સાપ ઘૂસી ગયો હતો.

આ પણ વાંચો ---- Shubman Gill Record : ઓવલ ટેસ્ટમાં શુભમન ગિલે કર્યો રેકોર્ડનો વરસાદ

Tags :
Advertisement

.

×