ઇંગ્લેન્ડે ભારે રોમાંચક મેચમાં ભારતને 4 રનથી હરાવીને સેમીફાઇનલમાં કર્યો પ્રવેશ
- WomenWorld Cup: રોમાંચક મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 4 રને હરાવ્યું
- ઇંગ્લેન્ડે ભારતને હરાવીને સેમીફાઇનલમાં કર્યો પ્રવેશ
- ભારતની સેમીફાઇનલમાં પહોંચવાની આશા પર ફટકો
ICC મહિલા વર્લ્ડ કપની એક રોમાંચક મેચમાં ભારતને ઇંગ્લેન્ડ સામે માત્ર 4 રનથી હારનો સામનો કરવો પડ્યો છે. 289 રનના લક્ષ્યાંકનો પીછો કરતા એક સમયે ભારતીય ટીમની જીત નિશ્ચિત લાગતી હતી, જ્યારે 53 બોલમાં 55 રનની જ જરૂર હતી, પરંતુ અંતિમ ઓવરોમાં વિકેટો ગુમાવતા ભારતે આ મેચ ગુમાવી દીધી. આ હારથી ભારતની સેમિફાઇનલમાં પહોંચવાની આશાઓને મોટો ફટકો પડ્યો છે.
WomenWorld Cup: રોમાંચક મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 4 રને હરાવ્યું
આ જીત સાથે, ઇંગ્લેન્ડે 9 પોઈન્ટ સાથે સેમિફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. ભારતે 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 284 રન જ બનાવ્યા. ભારત તરફથી કેપ્ટન હરમનપ્રીત કૌરે 70 રન અને ઓપનર સ્મૃતિ મંધાનાએ શાનદાર 88 રન બનાવીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી હતી. દીપ્તિ શર્માએ પણ 50 રનની મહત્વની ઇનિંગ રમી હતી, પરંતુ સોફી એક્લેસ્ટોનની અંતિમ ઓવરમાં તે આઉટ થઈ ગઈ, જેનાથી મેચ ભારતની પકડમાંથી નીકળી ગઈ. લોરેન બેલે 49મી ઓવરમાં માત્ર 9 રન આપીને ઇંગ્લેન્ડની જીતનો માર્ગ મોકળો કર્યો.
Women's World Cup: Smriti Mandhana's 88 goes in vain as England beat India by four runs at the Holkar Stadium on Sunday. With the tight win, England have managed to qualify for the semi-finals. pic.twitter.com/niDgqhJ7Bg
— IANS (@ians_india) October 19, 2025
WomenWorld Cup: ઇંગ્લેન્ડની સેમીફાઇનલમાં એન્ટ્રી
અગાઉ, ઇંગ્લેન્ડની અનુભવી બેટ્સમેન અને કેપ્ટન હીથર નાઈટે (109 રન) પોતાની ત્રીજી ODI સદી ફટકારી હતી, જેના કારણે ઇંગ્લેન્ડે 8 વિકેટે 288 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ સ્કોર ભારત સામે ઇંગ્લેન્ડનો ODI માં સૌથી વધુ સ્કોર અને વર્લ્ડ કપમાં પ્રથમ ઇનિંગમાં ભારત સામેનો સર્વોચ્ચ સ્કોર છે. 34 વર્ષ અને 297 દિવસની ઉંમરે સદી ફટકારનારી હીથર ODI માં ઇંગ્લેન્ડ માટે સદી ફટકારનારી બીજી સૌથી મોટી ઉંમરની ખેલાડી બની. તેણીએ કેપ્ટન નેટ સાયવર-બ્રન્ટ (38 રન) સાથે 113 રનની સદી ભાગીદારી કરી.
ભારતીય ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કરતા ચાર વિકેટ લીધી હતી. આ સાથે દીપ્તિ 150 ODI વિકેટ લેનારી બીજી ભારતીય મહિલા બોલર બની છે. વધુમાં, તે 150 ODI વિકેટ અને 2,000 રન બનાવનારી વિશ્વની માત્ર ચોથી બોલર બનીને એક ખાસ સિદ્ધિ હાંસલ કરી છે.
આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વન-ડેમાં ભારતને સાત વિકેટથી હરાવ્યું, કેપ્ટન માર્શની શાનદાર ઇનિંગ્સ


