Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IND Vs PAK U19 Asia Cup 2025 : ભારતીય ટીમનો જલવો બરકરાર, પાકિસ્તાનની કારમી હાર

ભારતીય ટીમે અંડર-19 એશિયા કપ 2025 માં સતત બીજી જીત નોંધાવી છે. આ જીત સાથે, આયુષ મ્હાત્રેની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા સેમિફાઇનલમાં લગભગ પહોંચી ગઈ છે. યુએઈને 234 રનથી હરાવ્યા બાદ, ભારતીય અંડર-19 ટીમે પાકિસ્તાનને 90 રનથી હરાવીને બીજી જીત પોતાને નામ કરી છે. બેટ્સમેનોના સામાન્ય પ્રદર્શન બાદ, બોલરોએ ભારત માટે બાજી પલટી દીધી હતી.
ind vs pak u19 asia cup 2025   ભારતીય ટીમનો જલવો બરકરાર  પાકિસ્તાનની કારમી હાર
Advertisement
  • ભારત અને પાકિસ્તાન વચ્ચે અંડર 19 કેટેગરીમાં એશિયા કપની મેચ રમાઇ
  • ભારતે પાકિસ્તાનને ઓલઆઉટ કરીને જીત પોતાને નામ કરી
  • આ જીત સાથે ભારતનું સેમિફાઇનલમાં પહોંચવું લગભગ નક્કી થયું હોવાનું સામે આવ્યું

IND Vs PAK U19 Asia Cup 2025 : ભારત અને પાકિસ્તાન વચ્ચે અંડર-19 એશિયા કપ 2025 નો ગ્રાન્ડ ફિનાલે દુબઈમાં રમાયો હતો. પાકિસ્તાનના કેપ્ટન ફરહાન યુસુફે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પહેલા બેટિંગ કરતા ટીમ ઈન્ડિયા 46.1 ઓવરમાં 240 રન બનાવતા ઓલઆઉટ થઈ ગઈ હતી. બાદમાં ભારતે પાકિસ્તાનને 150 રનમાં ઓલઆઉટ કરીને 90 રનથી મેચ જીતી લીધી હતી.

સુર્યવંશી અને મલ્હોત્રાનો જાદુ ના ચાલ્યો

વરસાદને કારણે મેચ મોડી શરૂ થઈ હતી. મેચ બે ઓવર ઘટાડીને 49-49 ઓવરમાં રમાવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ મેચમાં ભારત તરફથી વૈભવ સૂર્યવંશી અને વિહાન મલ્હોત્રાનો જાદુ નિષ્ફળ રહ્યો હતો. આયુષ મ્હાત્રેએ માત્ર 38 રન બનાવ્યા હતા, જ્યારે એરોન જ્યોર્જે સૌથી વધુ 85 રન બનાવ્યા હતા, અને કનિષ્ક ચૌહાણે 46 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં પાકિસ્તાન તરફથી મોહમ્મદ સૈયમ અને અબ્દુલ સુભાને ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.

Advertisement

ભારતીય બોલરોએ બાજી પલટી

ભારતીય ટીમે અંડર-19 એશિયા કપ 2025 માં સતત બીજી જીત નોંધાવી છે. આ જીત સાથે, આયુષ મ્હાત્રેની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા સેમિફાઇનલમાં લગભગ પહોંચી ગઈ છે. યુએઈને 234 રનથી હરાવ્યા બાદ, ભારતીય અંડર-19 ટીમે પાકિસ્તાનને 90 રનથી હરાવીને બીજી જીત પોતાને નામ કરી છે. બેટ્સમેનોના સામાન્ય પ્રદર્શન બાદ, બોલરોએ ભારત માટે બાજી પલટી દીધી હતી.

Advertisement

કનિષ્ક અને દીપેશે 3-3 વિકેટ લીધી

પાકિસ્તાન 41.1 ઓવરમાં 150 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ભારતની આ જીતમાં, કનિષ્ક ચૌહાણ અને દીપેશ દેવેન્દ્રને 3-3 વિકેટ લીધી હતી. જ્યારે કિશન કુમારે બે વિકેટ લીધી હતી. તથા ખિલન પટેલ અને વૈભવ સૂર્યવંશીએ એક-એક વિકેટ લીધી હતી.

આ પણ વાંચો -------  John Cena Retirement:જૉન સીનાની 23 વર્ષની કારકિર્દી સમાપ્ત, રિંગમાં ભાવુક દ્રશ્યો!

Tags :
Advertisement

.

×