India Vs SA ODI : ભારે રસાકસી બાદ સાઉથ આફ્રિકાની જીત, માર્કરામની સદી ફળી
- ODI ની બીજી મેચમાં ભારતની હાર
- અંત સુધી સસ્પેન્સ બરકાર રહ્યો
- યશસ્વીએ છોડેલો કેચ ટીમને ભારે પડ્યો હોવની ચર્ચા
India Vs SA ODI : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રાયપુરમાં બીજી વનડે મેચ રમાઈ છે. ભારતે દક્ષિણ આફ્રિકા માટે 359 રનનો વિશાળ લક્ષ્યાંક રાખ્યો હતો, અને માર્કરામની સદીના કારણે, તેઓએ મેચ 4 વિકેટે જીતી છે, અને સિરીઝ 1-1 થી બરાબર કરી છે. દક્ષિણ આફ્રિકાએ વિદેશી ધરતી પર સૌથી વધુ ODI સ્કોરનો પીછો કર્યો હતો.
View this post on Instagram
યશસ્વીનો ડ્રોપ કેચ મોંઘો સાબિત થયો
શરૂઆતમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીત્યો હતો, અને ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 5 વિકેટે 358 રન બનાવ્યા હતા. ત્યારબાદ દક્ષિણ આફ્રિકાએ 49.2 ઓવરમાં 6 વિકેટે 359 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ભારતે નબળી ફિલ્ડિંગનું પરિણામ ભોગવવું પડ્યું હતું, અને માર્કરામનો યશસ્વીનો ડ્રોપ કેચ મોંઘો સાબિત થયો હતો. હારથી કોહલી અને રુતુરાજની સદીઓ અર્થહીન બની ગઈ હતી.
ભારતીય ઇનિંગ્સ, કોહલી અને રુતુરાજની સદી
સારા ફોર્મમાં હોવા છતાં, રોહિત શર્મા 8 બોલમાં 14 રન બનાવીને આઉટ થયો હતો. યશસ્વી જયસ્વાલે ખરાબ શોટ રમ્યો અને 22 રનમાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. રુતુરાજ ગાયકવાડે 77 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી. વિરાટ કોહલીએ 90 બોલમાં પોતાની 53મી ODI સદી પૂરી કરી હતી. રુતુરાજ ગાયકવાડે 83 બોલમાં 105 રન (12 ચોગ્ગા, 2 છગ્ગા) બનાવ્યા, અને વિરાટ કોહલી 93 બોલમાં 102 રન (7 ચોગ્ગા, 2 છગ્ગા) બનાવીને આઉટ થયો હતો. વોશિંગ્ટન સુંદર ગેરસમજનો ભોગ બન્યો અને માત્ર એક રન બનાવીને રન આઉટ થયો હતો.
દક્ષિણ આફ્રિકાની ઇનિંગ્સ, માર્કરામની સદી
માર્કરામે 110 રન બનાવ્યા, જ્યારે ડી કોકે 8 રન બનાવ્યા. ટેમ્બા બાવુમાએ 46 રન બનાવ્યા હતા, જ્યારે ડેવાલ્ડ બ્રેવિસે ઝડપી 54 રન બનાવ્યા હતા. બ્રિત્ઝકે શાનદાર ઇનિંગ્સ રમી અને 68 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે માર્કો જેન્સેન માત્ર 2 રન બનાવીને આઉટ થયો હતો. ટોની ડીજીઓર્ગી 17 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયો હતો. ત્યારબાદ કોર્બિન બોશે 26 અને કેશવ મહારાજે 10 રન બનાવીને મેચ જીતી લીધી હતી. ભારત તરફથી અર્શદીપ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ બે-બે વિકેટ લીધી હતી, જ્યારે હાર્દિક રાણા અને કુલદીપ યાદવે એક-એક વિકેટ લીધી હતી.
આ પણ વાંચો ----- Ind Vs SA ODI માં વિરાટ કોહલીની દમદાર સેન્ચ્યુરી, વર્લ્ડ રેકોર્ડ તોડવાની નજીક પહોંચ્યો


