Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

India Vs SA ODI : ભારત સામે 271 રનનું લક્ષ્ય, કુલદીપ-કૃષ્ણાએ લીધી 4-4 વિકેટ

દક્ષિણ આફ્રિકા તરફથી ડી કોકે સૌથી વધુ 106 રન બનાવ્યા છે, જ્યારે રાયન રિકેલ્ટન શૂન્ય પર આઉટ થયો છે. કેપ્ટન બાવુમાએ 48 રન બનાવ્યા છે, બ્રેવિસે 29 રન બનાવ્યા છે, જ્યારે જાનસેન 17 રન બનાવી આઉટ થયો છે. કુલદીપ યાદવે ચાર વિકેટ લીધી, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ ચાર વિકેટ લીધી છે. અર્શદીપ અને જાડેજાએ પણ એક-એક વિકેટ લીધી છે.
india vs sa odi   ભારત સામે 271 રનનું લક્ષ્ય  કુલદીપ કૃષ્ણાએ લીધી 4 4 વિકેટ
Advertisement
  • ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ODI શ્રેણીમાં આજે ત્રીજી મેચ રમાઇ રહી છે
  • સાઉથ આફ્રિકાએ પહેલી બેટિંગ કરીને ભારત સામે 271 રનોનું લક્ષ્ય મુક્યું
  • આ શ્રેણીમાં હાલનો સ્કોર 1 - 1 છે

India Vs SA ODI : ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની અંતિમ મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. ભારતના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ડી કોકની સદીની મદદથી દક્ષિણ આફ્રિકાએ 47.5 ઓવરમાં 270 રન બનાવ્યા છે, જેનાથી ભારતને જીત માટે 271 રનનો લક્ષ્યાંક મળ્યો છે. આ અગાઉની મેચ ભારત હારી ગયું હતું. જેથી આ મેચના પરિણામો પર સૌ કોઈની નજર રહેલી છે. હાલ શ્રેણીમાં 1 - 1 નો સ્કોર છે. ODI ની પહેલી મેચ ભારત અને બીજી મેચ સાઉથ આફ્રિકા જીત્યું છે. આ મેચમાં ભારતીય ખેલાડી કુલદીપ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 4 - 4 વિકેટો લીધી છે.

દક્ષિણ આફ્રિકાની ઇનિંગ્સ, ડી કોકની સદી

દક્ષિણ આફ્રિકા તરફથી ડી કોકે સૌથી વધુ 106 રન બનાવ્યા છે, જ્યારે રાયન રિકેલ્ટન શૂન્ય પર આઉટ થયો છે. કેપ્ટન બાવુમાએ 48 રન બનાવ્યા છે, બ્રેવિસે 29 રન બનાવ્યા છે, જ્યારે જાનસેન 17 રન બનાવી આઉટ થયો છે. કુલદીપ યાદવે ચાર વિકેટ લીધી, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ પણ ચાર વિકેટ લીધી છે. અર્શદીપ અને જાડેજાએ પણ એક-એક વિકેટ લીધી છે.

Advertisement

તિલક વર્માને તક મળી

તિલક વર્માને ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો છે, અને વોશિંગ્ટન સુંદરને બહાર કરવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકાએ તેમની ટીમમાં બે ફેરફાર કર્યા છે. રાયન રિકેલ્ટન અને ઓટનિલ બાર્ટમેનને તક આપવામાં આવી છે, જ્યારે નાન્ડ્રે બર્જર અને ટોની ડીજ્યોર્જીને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખવામાં આવ્યા છે.

Advertisement

આ પણ વાંચો ------  IND vs SA : Quinton de Kock નો ભારત વિરુદ્ધ નવો રેકોર્ડ!

Tags :
Advertisement

.

×