ભારતે સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટથી હરાવીને ફાઇનલમાં કરી ધમાકેદાર એન્ટ્રી,જેમિમાની શાનદાર સદી
- India Women Cricket Semi Final: ભારતે સેમીફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું
- ભારતની મહિલા ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ
- ભારતે સૌથી મોટો રન ચેઝ કરીને ઓસ્ટ્રેલિયાને હરાવ્યું
મુંબઈમાં રમાયેલી મહિલા વર્લ્ડ કપની બીજી સેમિફાઇનલ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ(India Women Cricket Semi Final win) માટે ઐતિહાસિક સાબિત થઈ છે. ભારતે પ્રબળ દાવેદાર ગણાતી ઓસ્ટ્રેલિયાની ટીમને 5 વિકેટે પરાજય આપીને ફાઇનલમાં ધમાકેદરા એન્ટ્રી કરી છે. આ જીત સાથે, ભારતે માત્ર ફાઇનલમાં પ્રવેશ જ નથી કર્યો, પરંતુ ODI ક્રિકેટના ઇતિહાસમાં સૌથી મોટો સફળ રન ચેઝ કરવાનો નવો રેકોર્ડ પણ સ્થાપિત કર્યો છે. ભારતીય ટીમની આ જીત ચાલુ ટુર્નામેન્ટમાં ઓસ્ટ્રેલિયાની પહેલી હાર હતી.આ હાર સાથે ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઇ ગયું,
World Cup 2025. India (Women) Won by 5 Wicket(s) https://t.co/ou9H5gNDPT #TeamIndia #CWC25 #INDvAUS #2ndSemiFinal
— BCCI Women (@BCCIWomen) October 30, 2025
India Women Cricket Semi Final:ઓસ્ટ્રેલિયાએ ખડક્યો વિશાળ સ્કોર
ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત 49.5 ઓવરમાં 338 રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો. ઓસ્ટ્રેલિયાની શરૂઆત ભલે સારી ન રહી હોય, પરંતુ ફોબી લિચફિલ્ડના 119, એલિસ પેરીના 77 અને એશ્લે ગાર્ડનરના 63 રનની મદદથી ટીમ આટલા મોટા સ્કોર સુધી પહોંચી શકી હતી. ભારતીય ફિલ્ડિંગ આ મેચમાં ખૂબ જ નબળી રહી હતી. જવાબમાં, ભારતે 339 રનના પહાડ જેવા લક્ષ્યનો પીછો 9 બોલ બાકી રહેતાં 5 વિકેટે 341 રન બનાવીને પાર પાડ્યો.
India Women Cricket Semi Final: ભારતે ઇતિહાસ રચીને ઓસ્ટ્રેલિયાને હરાવ્યું
ભારતીય ટીમની શરૂઆત પણ સારી નહોતી, જેમાં શેફાલી વર્મા 10 અને સ્મૃતિ મંધાના 24 રન બનાવીને પાવરપ્લેમાં જ આઉટ થઈ ગઈ હતી. પરંતુ, અહીંથી કેપ્ટન હરમનપ્રીત કૌર અને જેમિમા રોડ્રિગ્સ (Jemimah Rodrigues) એ ઇતિહાસ રચ્યો. બંનેએ ત્રીજી વિકેટ માટે 156 બોલમાં 167 રનની સદીની ભાગીદારી નોંધાવી, જેણે ભારતને મેચમાં પાછું લાવી દીધું. કેપ્ટન હરમનપ્રીત કૌરે 88 બોલમાં 89 રનની શાનદાર ઇનિંગ રમી હતી.જ્યારે કેપ્ટન આઉટ થઈ ત્યારે જેમિમાએ જવાબદારી સંભાળી. તેણે માત્ર 134 બોલમાં 127 રન બનાવીને અણનમ રહી અને ટીમને જીત સુધી પહોંચાડી. તેને દીપ્તિ શર્મા (17 બોલમાં 24 રન) અને અમનજોત કૌર (15 રન) તરફથી પણ ટેકો મળ્યો. ઓસ્ટ્રેલિયા તરફથી ગાર્થ અને સધરલેન્ડે 2-2 વિકેટ લીધી હતી, પરંતુ તે જીત માટે પૂરતું નહોતું. આ જીત સાથે ભારતે મહિલા ક્રિકેટમાં એક નવો માઇલસ્ટોન હાંસલ કર્યો છે.
આ સેમિફાઇનલના પરિણામ બાદ મહિલા વર્લ્ડ કપની ફાઇનલની લાઇન-અપ નક્કી થઈ ગઈ છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ હવે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાનો સામનો કરશે, જેણે પ્રથમ સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવીને પોતાનું સ્થાન બુક કરાવ્યું છે.
આ પણ વાંચો: સારા સમાચાર! ઇજાગ્રસ્ત શ્રેયસ અય્યર ICUમાંથી બહાર, ચાહકોને ભાવુક સંદેશ


