Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભારતની દિકરીઓએ રચ્યો ઇતિહાસ, હરમનપ્રીત કૌરની ટીમ બની વર્લ્ડ ચેમ્પિયન, પહેલી વખત જીત્યો ખિતાબ

ભારતીય મહિલા ટીમે દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને પહેલીવાર વર્લ્ડ કપ જીતી ઇતિહાસ રચ્યો છે. શૈફાલી વર્માના 87 રન અને દીપ્તિ શર્માના ઓલરાઉન્ડર પ્રદર્શનથી આ સફળતા મળી. લૌરા વુલ્વાર્ડ્ટના શતક (101) છતાં દક્ષિણ આફ્રિકા હારી ગયું. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપમાં મળેલી આ જીતથી મહિલા ક્રિકેટને 25 વર્ષ બાદ નવો ચેમ્પિયન મળ્યો છે.
ભારતની દિકરીઓએ રચ્યો ઇતિહાસ  હરમનપ્રીત કૌરની ટીમ બની વર્લ્ડ ચેમ્પિયન  પહેલી વખત જીત્યો ખિતાબ
Advertisement
  • ભારત વર્લ્ડ કપ ચેમ્પિયન : ભારતે મહિલા વિશ્વ કપ જીતીને ઇતિહાસ રચી દીધો છે
  • મહિલા ટીમે પહેલી વખત વિશ્વ કપ ટ્રોફી પોતાના નામે કર્યો
  • દિપ્તી શર્માના બોલિંગ સામે આફ્રિકાના બેટસમેનો નતમસ્તક 

નવી દિલ્હી : ભારતે મહિલા વિશ્વ કપ જીતીને ઇતિહાસ રચી દીધો છે. મહિલા ટીમે પહેલી વખત વિશ્વ કપ ટ્રોફી પોતાના નામ કરી દીધા છે. ભારતીય ટીમે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી માત આપીને એક નવો જ ઇતિહાસ લખ્યો છે. ટીમ ઇન્ડિયાની જીતમાં શેફાલી વર્માએ અને દિપ્તી શર્માએ મહત્વની ભૂમિકા ભજવી છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમે તે કરી બતાવ્યું જે મહિલા ક્રિકેટમાં આજદિન સુધી કોઈ કેપ્ટન નથી કરી શક્યું હતું. ભારત તરફથી આપેલા 299 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમે લોરા વુલ્વાર્ડ્ટના શતક હોવા છતાં ફાઇનલ મુકાબલો હારી ગઈ છે.

Advertisement

Advertisement

ભારત વર્લ્ડ કપ ચેમ્પિયન : મહિલા વિશ્વ કપ જીતીને ઇતિહાસ રચ્યો

દક્ષિણ આફ્રિકા તરફથી કેપ્ટન લોરા વુલ્વાર્ડ્ટે સૌથી વધુ 101 રન બનાવ્યા. લોરાએ 98 બોલ પર 11 ચોકા અને એક છગ્ગા ફટકાર્યા જ્યારે એનરી ડર્કસને 35 રન બનાવ્યા. સુને લુસે 25 રન બનાવીને આઉટ થઈ. ભારત તરફથી દીપ્તિ શર્માએ સૌથી વધુ 4 વિકેટ લીધી જ્યારે શેફાલી વર્માએ 2 વિકેટ લીધી હતી.આ પહેલાં ઈજાને કારણે પ્રતિકા રાવળની જગ્યાએ ટીમમાં સામેલ કરાયેલી શેફાલી વર્મા (78 બોલમાં 87 રન) અને દીપ્તિ શર્મા (58૮ બોલમાં 58 રન)ની અર્ધશતકીય પારીઓ સાથે રિચા ઘોષની તોફાની બેટિંગ(24 બોલમાં 34 રન)ની મદદથી ભારતે 7 વિકેટ પર 298 રનનો પડકારજનક સ્કોર બનાવ્યો હતો. બેટિંગનું આમંત્રણ મળતાં શેફાલીએ સ્મૃતિ મંધાના (58 બોલમાં 45 રન) સાથે પ્રથમ વિકેટ માટે શતકીય (106 બોલમાં 104 રન) અને જેમિમા રોડ્રિગ્સ (37 બોલમાં 24 રન) સાથે બીજી વિકેટ માટે 62 બોલમાં 62 રનની ભાગીદારી કરીને શાનદાર શરૂઆત અપાવી હતી.

ભારત વર્લ્ડ કપ ચેમ્પિયન: શેફાલીએ 21મા ઓવરમાં જીવનદાનનો લાભ લીધો

71 રનની નાબાદ પારી રમનારી શેફાલીએ 21મી ઓવરમાં સુને લુસની બોલ પર એનેક બોસ્ચ તરફથી મળેલા જીવનદાનનો લાભ લઈને વનડેની પોતાની સર્વશ્રેષ્ઠ પારી દરમિયાન સાત ચોકા અને બે છગ્ગા ફટકાર્યા હતા. ભારતીય ટીમ 26મી ઓવર પછી સતત વિકેટ ગુમાવી હોવાના કારણે શાનદા શરૂઆત હોવા છતાં 300 પાર સ્કોર બનાવી શકી નહતી. દીપ્તિ શર્મા આ દરમિયાન વનડે વિશ્વ કપમાં 15 વિકેટ અને 200 રન પૂરા કરનારી પ્રથમ મહિલા ક્રિકેટર બની છે. તેમણે પોતાની ઈનિંગમાં ત્રણ ચોકા અને એક છગ્ગો ફટકાર્યો જ્યારે રિચાએ આક્રમક બેટિંગ કરતાં ત્રણ ચોકા અને બે છગ્ગા ફટકાર્યા હતા.

દક્ષિણ આફ્રિકા માટે આયોબોંગા ખાકા સૌથી સફળ બોલર રહી. તેણે 58 રન આપીને ત્રણ વિકેટ લીધી. શેફાલી અને મંધાનાએ ભારતને શાનદાર શરૂઆત અપાવી. સ્મૃતિએ મારિઝાન કેપના પ્રથમ ઓવરમાં રમતની પરિસ્થિતિઓ સાથે સમન્વય સાધવાનો પ્રયાસ કર્યો તો વળી શેફાલીએ બીજા ઓવરમાં પોતાની પારીની શરૂઆત આયોબોંગા ખાકાની બોલ પર ચોકા સાથે શાનદાર શરૂઆત કરી.

ભારત વર્લ્ડ કપ ચેમ્પિયન: મંધાનાએ 18મા ઓવરમાં શતકીય જોડી પૂરી કરી

મંધાનાએ 18મા ઓવરમાં ક્લો ટ્રાયોનની બોલ પર ચોકા સાથે પ્રથમ વિકેટ માટે 104 બોલમાં શતકીય ઈનિંગ પૂરી કરી હતી. જોકે, તે જ ઓવરમાં બે બોલ પછી વિકેટકીપર સિનાલો જાફ્ટાને કેચ આપીને પેવેલિયન પરત ફરી હતી. સેમિફાઇનલમાં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ વિજયી ગાથા લખનારી જેમિમા રોડ્રિગ્સનું સ્વાગત દર્શકોએ જોરશોરથી કર્યો હતો. શેફાલીએ તે જ ઓવરમાં એક રન ચોરીને લગભગ ત્રણ વર્ષના અંતરાળ પછી વનડેમાં પોતાનું પ્રથમ અર્ધશતક પૂરું કર્યું.

આ પણ વાંચો: IND vs AUS T20 : ભારતીય ટીમનો ભવ્ય વિજય, વોશિંગ્ટનનું શાનદાર પરફોર્મન્સ રહ્યું

Tags :
Advertisement

.

×