Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

India-Pakistan ODI : ભારતીય ટીમે પાકિસ્તાનને આપી પછડાટ, વન-ડેમાં 12 મી જીત દર્જ

India-Pakistan ODI : પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 247 રન બનાવ્યા હતા
india pakistan odi   ભારતીય ટીમે પાકિસ્તાનને આપી પછડાટ  વન ડેમાં 12 મી જીત દર્જ
Advertisement
  • આજે ભારત પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે વન ડે ક્રિકેટ મેચ રમાઇ
  • ભારતની ટીમે જીતનો જલવો બરકરાર રાખ્યો
  • પાકિસ્તાને સતત 12 મી વખત ક્રિકેટના મેદાનમાં ધૂળ ચાટી

India-Pakistan ODI : કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે મહિલા વનડે વર્લ્ડ કપ 2025 ની છઠ્ઠી લીગ મેચમાં ભારતનો સામનો પાકિસ્તાન સામે થયો હતો. ભારતે પાકિસ્તાનને 88 રનથી હરાવ્યું છે (India Won Against Pakistan), આ ભારતનો પાકિસ્તાન પર સતત 12મો વનડે વિજય છે. પાકિસ્તાન ક્યારેય વનડે ક્રિકેટમાં ભારત સામે જીત્યું નથી.

ભારતીય બોલિંગ સામે તૂટી પડ્યું

પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 247 રન બનાવ્યા હતા, જેનાથી પાકિસ્તાનને 248 રનનો લક્ષ્યાંક મળ્યો હતો. જવાબમાં, પાકિસ્તાન ભારતીય બોલિંગ સામે તૂટી પડ્યું હતું, અને 43 ઓવરમાં 159 રનમાં ઓલઆઉટ થઈ ગયું (India Won Against Pakistan) હતું.

Advertisement

ભારતની ઇનિંગ્સ

સ્મૃતિ મંધાનાએ આઉટ થયા પહેલા 23 રન બનાવ્યા હતા. પ્રતિકા રાવલ 31 રન બનાવીને આઉટ થઈ હતી. જ્યારે હરમનપ્રીત કૌરે 19 રન બનાવીને પોતાની વિકેટ ગુમાવી હતી. બીજી તરફ હરલીન દેઓલ 46 રન બનાવીને આઉટ થઈ હતી. જેમિમાહ રોડ્રિગ્સે 32 રન બનાવ્યા હતા, સ્નેહ રાણાએ 20 રન બનાવ્યા અને આઉટ થઈ ગયા હતા, અને ટીમ તરફથી દીપ્તિ શર્માએ 25 રન બનાવ્યા હતા.

Advertisement

ડાયના બેગે સૌથી વધુ 4 વિકેટ લીધી

રિચાએ અંતમાં શાનદાર બેટિંગ કરતા 20 બોલમાં અણનમ 35 રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી ડાયના બેગે સૌથી વધુ 4 વિકેટ લીધી હતી, જ્યારે સાદિયા ઇકબાલ અને ફાતિમા સનાએ 2-2 વિકેટ લીધી હતી. ભારત તરફથી ત્રણ વિકેટ લેનાર ક્રાંતિ ગૌરને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવી હતી.

સિદ્રા અમીનની અડધી સદી

પાકિસ્તાનની પહેલી વિકેટ મુનીબા અલીના રૂપમાં પડી હતી, જે 2 રન બનાવીને રન આઉટ થઈ હતી. સદાફ શમાસે 6 રન બનાવ્યા હતા, જ્યારે આલિયા રિયાઝે 2 રન બનાવ્યા હતા. નતાલિયા પરવેઝે 33 રન બનાવીને પોતાની વિકેટ ગુમાવી હતી. કેપ્ટન ફાતિમા સના 2 રન બનાવીને આઉટ થઈ હતી. ટીમ તરફથી સિદ્રા અમીને સૌથી વધુ ઇનિંગ્સ રમી હતી, જેમાં તે 81 રન બનાવીને આઉટ થઈ હતી. ભારત તરફથી ક્રાંતિ ગૌડ અને દિપ્તિ શર્માએ 3-3 વિકેટ લીધી, જ્યારે સ્નેહ રાણાએ 2 વિકેટ લીધી હતી.

આ પણ વાંચો ----  India-Pak ODI : એકદમ નાના કારણોસર મેચ રોકવી પડી, ધૂમાડાનો ઉપાય બેઅસર

Tags :
Advertisement

.

×